અસાઇલમ માગવા વિશે
Claiming Asylum
તમે નિર્વાસિત હો તો તમારા અધિકાર
યુકેમાં અસાઇલમની અરજીને ઘણી જૂદી જૂદી રીતે હલ કરવામાં આવે છે.
અસાઇલમ ઈચ્છનારાઓએ જાણવા જેવી મુખ્ય બાબતો આ પત્રિકામાં સમજાવવામાં આવી છે. તમારી સાથે શું થશે છે તે તમારા ખાસ સંજોગો અને યુકે સરકાર કઇ કાર્યવાહી કરશે એના ઉપર આધાર રાખે છે. બને એટલી વહેલી તકે તમારા કેસ બારામાં નિષ્ણાત સલાહ લઇ લેવી.
- અસાઇલમ માટે કોણ યોગ્યતા ધરાવે?
- અસાઇલમ માટે હું કેવી રીતે અરજી કરી શકું?
- હું અરજી કરીશ ત્યારે શું થશે?
- હું રાહ જોઇ રહ્યો હોઉ તે દરમ્યાન શેનાથી ગુજારો કરી શકું?
- હું રાહ જોઇ રહ્યો હોઉં તે દરમ્યાન મારાઅધિકારો કયા?
- મારા દાવા અંગેહું ક્યાંથી સહાય મેળવી શકું?
- મારા દાવાનુંપરિણામ શું આવશે?
- મારો દાવો નકારવામાં આવે તો શું?
- મારી અપીલ નિષ્ફળ જાય તો શું થાય?
આ શ્રેણીમાંની પત્રિકાઓ આપને આપના કાયદેસરના અધિકારોની આછી રૂપરેખા આપે છે. તે કાયદાની સંપૂર્ણ માર્ગદર્શિકા નથી અને એવો ઈરાદો પણ નથી કે તમને કે કોઇ ચોક્કસ પરિસ્થિતિને કાયદો કેવી રીતે લાગુ પડશે એનું માર્ગદર્શન આપવું.
અસાઇલમ માટે કોણ યોગ્યતા ધરાવે?
યુનાઇટેડ નેશન્સના 1951 રેફ્યુજી કન્વેનશન (શરણાર્થી કરાર) પ્રમાણે તમને લેખવામાં આવે છે કે નહીં તે ઉપરથી અસાઇલમ માટેની તમારી યોગ્યતા નક્કી થાય છે. આ કરારનું કહેવું એમ છે કે જે કોઇ વ્યક્તિ આ પાંચમાંથી કોઇ પણ કારણસર જુલમનો ભોગ બનવાના યથા-ઉચિત ભયને લીધે પોતાના વતનની બહાર હોય તેને નિર્વાસિત કહેવાય:
- જાતિ;
- ધર્મ;
- રાષ્ટ્રિયતા;
- ચોક્કસ સામાજીક સમૂહની સદસ્યતા; કે
- રાજનૈતિક મંતવ્ય.
શરણાર્થીએ દર્શાવવું રહ્યું કે તે ખરેખરા ભયમાં છે અને આ કારણોમાંના કોઇ એકને લીધે તેને આંતરરાષ્ટ્રિય સંરક્ષણની આવશ્યકતા છે. આ ઘણી વાર મુશ્કેલ હોય છે, અને મોટાભાગની અસાઇલમ અરજીઓમાં કાનૂની મુદ્દા ઉભા થાય છે. નિષ્ણાત સહાય લેવી તે અગત્યનું છે.
ઉપરોક્ત રેફ્યુજી કન્વેનશન કહે છે કે જે દેશમાં જુલમનો ભય હોય ત્યાં તમને પાછા ન મોકલી શકાય. આનો અર્થ કે જ્યાં સુધી યુકે સરકાર એમ ન દર્શાવી શકે કે તમારી સલામતીને નહીંવત્ જોખમ છે યા બિલકુલ જોખમ નથી, ત્યાં સુધી તે તમને તમારા મૂળ દેશમાં પાછાં ન મોકલી શકે. તમારા કેસ અંગે ઇમીગ્રેશન સત્તાવાળા (હોમ ઑફિસ, જે યુકે સરાકારનો ભાગ છે) જ્યાં સુધી નિર્ણય ન લે ત્યાં સુધી તમે આ દેશમાં રહી શકો છો.
જો કે, આ નિયમ તમને કોઇ અસલામત દેશમાં પાછા મોકલવા અંગે જ છે, એટલે કે તમારા દાવાને ગણકાર્યા વગર તમને કોઇ અન્ય સલામત દેશમાં મોકલી શકાય છે.
અસાઇલમ નકારવામાં આવે અને તમે અપીલ કરી હોય તો મોટે ભાગે અપીલ દરમ્યાનઅહીં રહી શકાય છે, પણ તમે શા માટે અસાઇલમ માગો છો અને ક્યાંથી આવ્યાં છો તેના ઉપર એ નભે છે.
હોમ ઑફિસ તમારી અરજીને ઘણાં કારણોસર નકારી શકે છે. ઉદાહરણ તરીકે, તમારા વતનના અમુક ચોક્કસ ભાગમાં જ જોખમ જેવું લાગતું હોય તો તે દેશમાં જઇ તમે અન્ય ભાગમાં રહી શકો છો એ કારણથી તમને અસાઇલમ નકારી શકાય છે.
અસાઇલમ ભવિષ્યના સંભાવિત જોખમો સામે તમને સંરક્ષણ આપવા અર્થે હોય છે, નહીં કે માત્ર ભૂતકાળમાં જે વીત્યું હોય તે માટે જ. તેથી જો હોમ ઑફિસને લાગે કે તમારા વતનમાં પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને હવે જેખમમાં નથી રહ્યું તો તમને કદાચ અસાઇલમ નકારવાં આવશે.
ઘણી વાર એવું પણ બને કે તમારી ઉપર જે જોખમ છે તે નિશ્ચિતપણે સાબિત કરવાનું મુશ્કેલ હોય. તમારે બતાવી આપવું પડશે કે જુલમની 'ગંભીર શક્યતા' છે.
કોને નથી આવરતા
કન્વેનશન કહે છે કે અમુક પ્રકારના લોકો અસાઇલમ માટે યોગ્ય નથી. ગંભીર ગુનાહિત કૃત્યોમાં સંડોવાયા હોય તેવા, યા માનવ-અધિકારોના હનન માટે જવાબદાર હોય તેવા લોકો આમાં ગણાય છે.
'સેસેશન ક્લૉઝ' યાને કે થંભાવવાની કલમ પણ હોય છે, જેના થકી, ઉદાહરણ તરીકે, જો નીચેની કોઇ બાબત લાગુ પડતી હોય તો તમારો દરજ્જો પાછળથી ગુમાવી શકો છો:
- હોમ ઑફિસ નિર્ણય ઉપર આવે ત્યાં સુધીમાં તમારા વતનમાં પરિસ્થિતિ ઘણી સુધરી ગઇ હોય; યા,
- નિર્વાસિત બન્યા પછી તમે વતન પાછા ગયા હો.
આવું થાય તો તમને નિર્વાસિત ગણવાનું અટકી જશે, પરંતુ તેથી તમારે યુકે છોડવું જ પડશે એવું નથી.
વિશિષ્ટ કિસ્સા – ખાસ કેસ
અમુક પ્રકારના દાવા અન્ય દાવા કરતાં વધારે અટપટા હોય છે. નીચેની કોઇ બાબત લાગુ પડતી હોય તો કાયદો લાગુ કરવાનું ઘણું મુશ્કેલ બની શકે છે:
- સરકારી દળોને બદલે અન્ય કોઇના દ્વારા જુલમ થવાનો તમને ભય છે એમ તમે દાવો કરો;
- યાદવાસ્થળી (સિવિલ વૉર) થી બચવા તમે નાસી રહ્યા હો; અથવા
- મોટેભાગે તમારો દાવો એમ હોય કે અમુક 'ખાસ સામાજીક સમૂહના સદસ્ય' હોવાથી તમારા ઉપર જુલમ થવાનો ભય છે.
તમારો દાવો આમાંથી કોઇપણ પ્રકારનો હોય તો, નિષ્ણાત સલાહની જરૂર પડશે.
માનવ અધિકારો અંગે દાવા
યુરોપિયન કન્વેકશન ઑફ હ્યુમન રાઇટ્સના આર્ટીકલ 3 હેઠળ સીધો દાવો પણ કરી શકાય છે. ત્રાસ, અમાનવીય વર્તણૂક કે હીણતા લાવનારી વર્તણૂકને આ આર્ટીકલ પ્રતિબંધિત કરે છે. આવું કોઇ જોખમ હોય તેવા દેશમાં તમને પાછા મોકલવામાં આવે તો યુકે સરકારે હ્યુમન રાઇટ્સ ઍક્ટનો ભંગ કર્યો લેખાશે.
રેફ્યુજી કન્વેનશન હેઠળની અરજીમાં આ લાગુ નથી પડતું પણ તમારે અમાનવીય વર્તણૂકની પાછળ કોઇ ખાસ કારણ નથી બતાવવાનું હોતું, કે કોને દોષ દેવો એ પણ નહીં. આપ આર્ટીકલ 3 હેઠળ પ્રતિબંધિત ગણાતી વર્તણૂક તમારી સામે આચરવામાં આવશે એમ તમે દર્શાવી શકો તો યુકે સરકારે તમને અહીં રહેવા માટે પરવાનગી આપવી જ જોઇએ, અને સામાન્યત્ એ ‘માનવતા-હેતુક સંરક્ષણ’ હશે.
તમને યુકેમાંથી કાઢવામાં આવશે તો અન્ય માનવ અધિકારોનો ભંગ થશે એવો દાવો પણ તમે કરી શકો છો, જેમકે આપના પરિવાર અને અંગત જીવનનું સન્માન જાળવવાનો અધિકાર. જો કે આવી દલીલોથી કેસ જીતવાનું ઘણી વાર મુશ્કેલ બની જાય છે. આવો કોઇ દાવો કરવાનું તમે વિચારતા હો તો તમારા કાનૂની પ્રતિનિધિ સાથે જેમ બને તેમ જલદીથી ચર્ચા કરી લેવી.
અસાઇલમ માટે હું કેવી રીતે અરજી કરી શકું?
કોને અરજી કરવી:
- અહીં પહોંચો ત્યારે હવાઈ મથકે યા બંદર ઉપર ફરજ ઉપરના ઇમીગ્રેશન અધિકારીને; અથવા,
- તમે યુકેમાં જ હો તો હોમ ઑફિસની ક્રોયડન કે લીવરપૂલ સ્થિત અસાઇલમ સ્ક્રીનીંગ યુનિટને.
ક્યારે અરજી કરવી:
- યુકેનાબંદર (કે હવાઇમથક) ઉપર તમે પ્રથમ પહોંચો ત્યારે; અથવા,
- તમે કાયદેસર રીતે અહીં જ હો (દા.ત. તાલીમાર્થી ) તો તમારા વતનમાં જુલમનોભયપહેલવહેલો દેખા દે ત્યારે.
ઘણાં લોકો અરજી મોડી નોંધાવે છે જેથી તેઓ મિત્રો અને આપ્તજનોને મળવાનો યા કાનૂની પ્રતિનિધિ મેળવવાનો સમય ફાળવી શકે. પરંતુ, વહેલામાં વહેલી તકે તમે અરજી ના કરો તો સત્તાવાળાઓ તમારી અરજીની પાછળના કારણોને શંકાની નજરે જોશે. તમારી વાત એના માન્યામાં નહીં આવે તો તમને અસાઇલમ લગભગ નકારવામાં આવશે. એ ઉપરાંત, તમે વહેલામાં વહેલી તકે અરજી કરી હશે તો જ તમને બીજો કોઇ આધાર મળી શકશે.
વિશેષ સહાય
કોમ્યુનીટી લીગલ સર્વિસ ડાયરેક્ટ
સામાન્ય કાનૂની સમસ્યાઓની શ્રેણી ઉપર જનતાને મફત માહિતી સીધી પૂરી પાડે છે.
0845 345 4 345 પર કૉલ કરો
જો આપને લીગલ એઇડ મળે એમ હોય તો નિષ્ણાત કાનૂની સલાહકાર પાસેથી બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ, કરજ, અભ્યાસ, રોજગાર અને આવાસ અંગેની મફત સલાહ પણ મેળવી શકો છો લોકલ કાનૂની સલાહકાર કે વકીલ પણ શોધી શકશો.
વધુ શોધી કાઢવા www.clsdirect.org.uk પર ક્લિક કરો.
એમનેસ્ટી ઇન્ટરનેશનલ
ફોન: ઇંગ્લેન્ડમાં: 020 7033 1500
વેલ્સમાં: 029 2037 5610
ઇમીગ્રેશન લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન (ILPA)
સહાય ક્યાં મેળવવી એ ઉપર માહિતી માટે, ડાયરેક્ટરી ઑફ મેમ્બર્સ માટે પૂછો કે એમાં જુઓ.
ફોન: 020 7251 8383
ઇમીગ્રેશન એડવાઈઝરી સર્વિસ
ફોન: 020 7967 1200 (હેડ ઑફિસ - વડું મથક)
ઇંગ્લેન્ડ અને વેલ્સ ભરમાં લોકલ સંપર્કની વિગતો માટે વેબસાઇટ ઉપર જુઓ
લૉ સોસાયટી
અસાઇલમ દાવાઓમાં કાનૂની પ્રતિનિધિત્વ કરી શકે એવા વકીલોની વિગતો લૉ સોસાયટી આપને આપી શકે છે.
ફોન: 0870 606 6575
નેશનલ અસાઈલમ સપોર્ટ સર્વિસ
ફ્રૅન્ક કોરીગાન, 27 Old Gloucester Streer, Bloomsbury, London, WC1N 3XX
ઑફિસ ઑફ ધ ઇમીગ્રેશન સર્વિસીસ કમિશનર(OISC)
ફોન: 0845 000 0046
રેફ્યુજી લીગલ સેન્ટર
ફોન: 020 7780 3200
www.refugee-legal-centre.org.uk
‘લીગલ એડવાઇસ ફોર પીપલ હુ આર ડીટેઇન્ડ બાય ધી ઇમીગ્રેશન સર્વિસ’ – એટલે કે ‘ઇમીગ્રેશન ખાતાંએ અટકાયતમાં રાખેલ હોય તેવા લોકો માટે કાનૂની સલાહ’ – નામની એક અન્ય પત્રિકા લૉ સોસાયટી, લૉ સાસાયટી ઑફ સ્કોટલેન્ડ, OISC, CLS અને ILPA દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આમાંની કોઇપણ સંસ્થા મારફત એ મળી શકશે.
લૉ પ્રેક્ટિશનર્સ એસોસીએશન તથા ઇમીગ્રેશન કાનૂનમાં નિષ્ણાત બેરીસ્ટર અને વકીલ માઈક ચેટવિનના સહયોગમાં આ પત્રિકા લખાયેલ છે.
This document was provided by Community Legal Service Direct, April 2006, www.clsdirect.org.uk