Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

મારે યુકે માં કામધંધો કરવો હોય તો?
What if I want to work in the UK?

તમારે યુકેમાં કામધંધા અર્થે રોકાવું હોય તો સામાન્યતઃ તમને વર્ક પર્મિટ (કામધંધો કરવાનો પરવાનો) ની જરૂર પડશે. અહીંની કોઇ કંપની તમને નોકરીએ રાખવા માગતી હોય તો એ કંપનીએ વર્ક પર્મિટ માટે અરજી કરવાની હોય છે, તમારે નહીં.

જે લોકો પાસે અમુક ખાસ કાબેલિયત અથવા લાયકાત હોય તે લોકોને, અહીં આવતા અગાઉ નોકરીની વ્યવસ્થા ના થઇ હોય તો પણ, હાઇલી સ્કિલ્ડ માઇગ્રન્ટ પ્રોગ્રામ (ઉચ્ચ કાબેલિયત ધરાવનારા વસાહતીઓ માટેની એક યોજના) હેઠળ હોમ ઑફિસ યુકે આવવા દે છે.

મોટે ભાગે, તમારા પતિ, પત્ની યા રજીસ્ટર થયેલ સાથીદાર, અને તમારા આશ્રય ઉપર હોય એવા ૧૮ વર્ષથી નાની વયના બાળકો તમારી સાથે આવી શકે છે. જો કે, આવું ત્યારે જ થઇ શકે જો તમે ‘સરકારી ભંડોળ ઉપર મદાર રાખ્યા’વગર (યાને કે કોઇ જાતના બેનિફિટ માગ્યા વગર) એનો નિર્વાહ કરી શકો. ઉપરાંત, જો કોઇ મુદતબંધી (ટેમ્પરરી) કામની યોજના હેઠળ તમે આવતા હો, જેમ કે:

  • જેમાં તમારે કામ કરવાનું હોય છે તેવી રજા કે હોલિડે;
  • ઋતુ પ્રમાણે કૃષિ-ઉદ્યોગમાં કામ (દા. ત. ફળો તોડવાનું); અથવા
  • ‘ખાસ, ક્ષેત્ર આધારિત યોજનાઓ’જેના થકી અમુક ખાસ ઉદ્યોગોમાં લોકોને કામ કરવાની છૂટ હોય;

તો, પરિવારજનોને સાથે આવવા ઉપર અમુક નિયંત્રણો લાગુ પડે છે.

તમે યુકે આવી જાવ ત્યાર બાદ તમારી પરવાનગીનો પ્રકાર બદલી શકાય (જેને ‘ફેરવણી’ કહે છે) કે કેમ એ પણ ઇમીગ્રેશનના નિયમોમાં કહેવામાં આવે છે. અમુક ઉદાહરણો અહીં આપ્યા છે:

  • મુલાકાતી (વિઝિટર) તરીકે તમે દેશમાં પ્રવેશ્યા હો તો અભ્યાસાર્થી તરીકે રોકાણ લંબાવી નહીં શકો, પરંતુ દેશ છોડીને દેશ બહારથી તમારે અરજી કરવી પડશે.
  • અહીં નોકરીએ ચઢવું હોય, કોઇ ધંધો શરૂ કરવો હોય યા કોઇ ચાલુ ધંધામાં જોડાવું હોય, તો સામાન્ય રીતે તમારે દેશની બહારથી જ અરજી કરવી જોઇએ, સિવાય કે તમે ડિગ્રી કોર્સ કરી રહ્યા હો યા ડૉક્ટર, ડેન્ટીસ્ટ કે નર્સ તરીકેની તાલીમ લઇ રહ્યા હો, યા જેમાં કામ કરવાનું હોય છે તેવી રજા ઉપર હો. તમારી પાસે વિજ્ઞાન કે એન્જિનિયરિંગની યુકેની ડિગ્રી હોય યા તમે MA કે PhD અહીં પૂરી કરો યા તમારો ડિગ્રી કોર્સ સ્કોટલેન્ડમાંનો હોય, તો ખાસ નિયમો લાગુ પડે છે.
  • વિઝિટર તરીકે દેશમાં પ્રવેશ્યા હો અને પછી યુકે માં સ્થાયી થયેલ કોઇ વ્યક્તિ સાથે લગ્ન કરો, તો અહીં કામધંધો કરવા માટે કે સ્થાયી થવા માટે સામાન્યતઃ તમારે દેશની બહારથી અરજી કરવી પડશે.
  • યુકેમાં કોઇની સાથે લગ્ન કરવા હોય યા વિધિવત્ સાથીદાર તરીકે સંબંધ જોડવો હોય તો સામાન્ય રીતે તમારે હોમ ઑફિસની અનુમતિ પહેલાથી લઇ લેવી પડશે. આવી અનુમતિ વગર રજીસ્ટ્રાર તમારી લગ્નવિધિ કરવાનો કે સાથીદાર તરીકે રજીસ્ટર કરવાનો લગભગ ઇન્કાર કરશે. આ બાબતમાં વધારે જાણવા માટે જુઓ ‘મારા પરિવારજનોને મારે અહીં મારી જોડે વસવાટ કરાવવો હોય તો?’.

પરવાનગીના પ્રકારની તમારે ફેરવણી કરાવવી હોય અને આમાંની કોઇ કલમ લાગુ ના પડતી હોય તો પણ હોમ ઑફિસ કદાચ તમારી અરજી ધ્યાનમાં લેશે. પણ પછી જો અરજી નકારવામાં આવે તો એ નિર્ણય સામે તમે અપીલ નહીં કરી શકો.

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

Community Legal Service Direct

www.clsdirect.org.uk

૦૮૪૫ ૩૪૫ ૪૩૪૫

0845 345 4345

This document was provided by Community Legal Service Direct, June 2006, www.clsdirect.org.uk