વર્ણીય ભેદભાવ – એ ભેદભાવ અંગે તમે શું કરી શકો છો?
Racial Discrimination - What you can do about discrimination
તમે ભેદભાવના ભોગ બન્યા હો તો સૌ પ્રથમ એ વિચારો કે તમને શું જોઇએ છે. તમે કદાચ નીચે બતાવેલ કોઇ ઇચ્છા ધરાવતા હશો, કઇ રીતે ભેદભાવ પામ્યા તેના આધારે:
- તમારી નોકરી પાછી મળે;
- વળતર મળે;
- માફી મળે; અથવા
- વ્યક્તિ કે સંસ્થાભવિષ્યમાં આપ્રકારે ભેદભાવ નહીં કરે એવા સ્પષ્ટએંધાણમળે.
તમે જે કાંઇ ઇચ્છો તે, તમારી સાથે જેણે ભેદભાવ કર્યો તે વ્યકિત કે સંસ્થા સાથે સૌ પ્રથમ મામલાનો ઉકેલ લાવી જુઓ. જો એમ્પ્લોયરનો વાંક લાગતો હોય તો એ સંસ્થાની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા અનુસરવી જોઇએ અથવા એમ્પ્લોયરને લેખિત નિવેદન કરવું જોઇએ. સેવા પ્રદાન કરતી કાઇ સંસ્થાનો વાંક હોય તો એને ફરિયાદની વિગતો લખી મોકલો (સાથે એ પણ જણાવો કે તમે કેટલું વળતર માગી રહ્યા છો).
આમ કરવાથી ધાર્યું પરિણામ ન આવે તો તમારો દાવો
- નોકરી બારામાં હોય તો એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઇ જઇ શકો; અથવા,
- કાઉન્ટી કોર્ટમાં કરી શકો.
વર્ણીય સમાનતા લાવવા માટે સરકારે ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (CRE)ની સ્થાપના કરેલ છે. તમારા વર્ણને લીધે તમારી સામે ભેદભાવ થયો હોય તો એ તમને સલાહ અને મદદ આપી શકશે. મદદ મેળવવાના અન્ય ઠેકાણા નીચે મુજબ છે.
- તમારૂં યુનિયન, જો હોય તો (નોકરીને લગતી બાબત માટે);
- તમારૂં લોકલ લૉ સેન્ટર;
- સિટિઝન્સ એડવાઇસ બ્યૂરો;
- તમારી લોકલ રેસીઅલ ઇક્વાલીટી કાઉન્સિલ;
- એવો કોઇ વકીલ કે સલાહકાર જેને ત્યાં કોમ્યુનિટી લીગલ સર્વિસનું ચિહ્ન જોવા મળે.
આ બધાંની સપર્ક વિગતો માટે જુઓ ‘વિશેષ સહાય’.
ક્યારેક CREતમારો દાવો કોર્ટે લઇ જવા માટે તમને કાનૂની સહાય કરશે જેથી તમારે વકીલની ફી ના ભરવી પડે. આને માટે, CRE પાસેથી મળતા એક ખાસ ફોર્મમાં તમારે અરજી કરવાની હોય છે. જો CRE તમારા વતી કાનૂની પ્રતિનિધિત્વ ના કરી શકે તો આવા ભેદભાવના દાવા હાથમાં લેનાર અન્ય એજન્સીઓ કે વકીલો સાથે તમને સંપર્ક કરાવી આપશે.
નોકરી ઉપરના ભેદભાવનો મામલો હોય તો ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS) પણ કદાચ મદદ કરી શકે. એ એમ્પ્લોયર સાથે સમાધાન સાધવાની કોશિષ કરશે (દા.ત. બઢતી માટે યા વળતર બારામાં) જેથી તમારે સુનાવણીની ઝંઝટમાં ના પડવું પડે. તમારા એમ્પ્લોયર (કે પૂર્વેના એમ્પ્લોયર) સાથે સમાધાન ના થાય તો તમારો દાવો તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં લઇ જઇ શકો છો, પણ આ કાર્યવાહી અમુક સમય મર્યાદામાં જ થઇ જવી જોઇએ (નીચે ‘એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું’ મથાળા હેઠળ જુઓ).
ટ્રાયબ્યુનલ કે કોર્ટ જો એમ નિર્ણય કરે કે તમારી સાથે ગેરકાનૂની ભેદભાવ થયો છે તો નીચે બતાવેલ મથાળા હેઠળ તમને કદાચ વળતર મળશે:
- આવકમાં ઘટાડો યા આર્થિક રીતે અન્ય કોઇ નુકસાન;
- તમારી લાગણીને લાગેલી ઠોકર; અને
- તમને પોતાને થયેલ ઇજા, જો તે ભેદભાવને કારણે થઇ હોય તો.
એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું
તમારે રેસ રિલેશન્શ ઍક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવી હોય તો ET1 તરીકે ઓળખાતા એક આવેદન પત્ર મારફત, યા એક પત્ર દ્વારા એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલના પ્રાદેશિક કાર્યાલયને ફરિયાદ મોકલી આપવાની હોય છે. આ ફોર્મ નીચે બતાવેલ સ્થળોએથી મળશે:
- જૉબસેન્ટર
- ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (CRE)
- લોકલ એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ
જ્યારે ભેદભાવ થયો હોય ત્યારથી ગણતા ત્રણ મહિનામાં એક દિવસ બાકી હોય ત્યાં સુધીમાં ફરિયાદ નોંધાવી લેવી જોઇએ. ફરિયાદ નિવારણ માટેની એમ્પ્લોયરની આંતરિક પ્રક્રિયાનો ઉપયોગ કરો તો સમય મર્યાદા છ મહિનામાં એક દિવસ ઓછો એમ હોય છે. જો કે, ટ્રાયબ્યુનલમાં જતા પહેલાં તમારે એમ્પ્લોયરને ફરિયાદ ઉકેલવા માટે કમ-સે-કમ એક મહિનાની મહેતલ આપવી જોઇએ. આનો અર્થ એ થયો કે એમ્પ્લોયર પાસે ફરિયાદ વહેલી તકે નોંધાવવી જોઇએ.
ટ્રાયબ્યુનલમાં જવાની કિંમત ઓછી હોય છે. એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ નિર્ણય કરશે કે તમે ભેદભાવના ભોગ બન્યા છો કે કેમ. તમારે દાવો કરવાનું વ્યાજબી છે કે કેમ એ વિશે પણ એ વિચારણા કરશે. તમે દાવો હારી જશો તો પણ તમારે સામા પક્ષનો કાનૂની ખર્ચ નહીં આપવો પડે, સિવાય કે ટ્રાયબ્યુનલ તમારા દાવાને ગેરવ્યાજબી ગણે.
તમારે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં ફરિયાદ લઇ જવી હોય તો સાધારણ રીતે તમારે ‘સેક્શન 65’પ્રશ્નાવલી નામક એક ફોર્મ તમારા એમ્પ્લોયરને મોકલવાનું હોય છે. આ ફોર્મ નીચે બતાવેલ સ્થળોએથી મળી શકશે:
- જૉબસેન્ટર;
- લોકલ બેનિફિટ ઓફિસ; યા,
- ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (C R E)
તમારા તરફ થયેલ વર્તાવ અંગે એમ્પ્લોયરને તમે આ ફોર્મ થકી પૂછી શકો છો. દા.ત. તમને એમ લાગતું હોય કે અમુક નોકરી તમારા વર્ણને કારણે તમને નકારવામાં આવી છે, તો તમે એમ્પ્લોયરને પૂછી શકો છો કે એની ઉમેદવાર પસંદગી કરવાની પદ્ધતિ કેવી છે અને જે વ્યક્તિને નોકરી આપવામાં આવી તેની યોગ્યતાઓ અને અનુભવ કેવા છે, તે જોવા કે તમારી સરખામણીમાં એ કેટલે આવે છે. એ વ્યક્તિના વર્ણ વિશે પણ તમે પૂછી શકો છો.
ભેદભાવની તમને જાણ થાય ત્યારથી ત્રણ મહિનાની અંદર, અથવા એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં તમારી ફરિયાદ પહોંચે તેનાથી 21 દિવસની અંદર તમારે ફોર્મ એમ્પ્લોયરને પહોંચાડવાનું હોય છે.
‘સેક્શન 65’ની પ્રક્રિયા વાપરવી જ એવું જરૂરી નથી, પણ એનાથી તમારો કેસ મજબૂત બને છે. એ પ્રશ્નાવલી ફોર્મનો એમ્પ્લોયરે ઉત્તર આપવો જ પડે એવું પણ નથી, પણ જો એ ઉત્તર ન આપે તો ટ્રાયબ્યુનલ કદાચ એમ જ નિર્ણય કરશે કે એણે તમારી સામે ભેદભાવ કર્યો જ હશે. તમે આ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો હોય તો પણ તમે ફરિયાદની કાર્યવાહી ચાલુ રાખી શકો છો, યા ટ્રાયબ્યુનલ તમારો કેસ હાથમાં લે એ પહેલા ફરિયાદ પાછી ખેંચી શકો છો.
ટ્રાયબ્યુનલના નિર્ણયની સામે તમે કે તમારા એમ્પ્લોયર 42 દિવસની અંદર એમ્પ્લોયમેન્ટ અપીલ્સ ટ્રાયબ્યુનલમાં અપીલ નોંધાવી શકો છો. અપીલ કરવા પાછળ કારણ એ જ હોઇ શકે કે ટ્રાયબ્યુનલે કાયદાનો અમલ બરાબર નથી કર્યો, નહીં કે એનો નિર્ણય તમને અન્યાયી લાગે છે.
કોર્ટે ચઢવાનું
તમારો કેસ કાઉન્ટી કોર્ટમાં લઇ જવા ઇચ્છતા હો તો ભેદભાવ થયાની પ્રથમ જાણ થવાના છ મહિનાથી એક દિવસ ઓછાની અંદર તમારે દાવો શરૂ કરવો જોઇએ. ભેદભાવના કેસ હાથમાં લે એવી અમુક ખાસ કોર્ટ હોય છે જે તમને દાવાપત્રક N1 ની નકલો અને કાર્યવાહી અંગની અધિક માહિતી આપી શકે છે. ભેદભાવના કેસ હાથમાં લેનાર આવી કોર્ટ વિશે વિગતો નીચે બતાવેલ સ્થળોએથી મળશે:
- કોઇ પણ કાઉન્ટી કોર્ટ; યા,
- ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (C R E).
મારા કેસની કિંમત હું કેવી રીતે ચૂકવીશ?
તમારો દાવો £5,000થી ઓછી રકમનો હોય તો એ માટે ‘સ્મોલ ક્લેઇમ્સ ટ્રૅક’ નામની સરળ અને સસ્તી પ્રક્રિયા છે. એ હેઠળ, તમારો કેસ રજૂ કરવા માટે વકીલની જરૂર નથી હોતી, પણ કેસ શરૂ કરતા પૂર્વે સલાહ લઇ લેવી.
તમારો દાવો £5,000 થી વધારે રકમ માટે હોય તો એની ચૂકવણી કેવી રીતે કરશો તે કાળજીપૂર્વક વિચારી લેવું કેમ કે એની કિંમત ધણી વધારે હોઇ શકે છે. કોર્ટની પ્રક્રિયાઓ માટે તમને જાતે ચૂકવણી કરવાનું ન પોસાય તો, એ ચૂકવવા માટે અન્ય રસ્તા છે:
- ‘ટેસ્ટ કેસ’ તરીકે – એટલે કે દાખલો બેસાડવા અર્થે – C R E તમારો કેસ હાથમાં લે;
- તમે અમુક ચોક્કસ શરતોને આધીન હો તો કદાચ કોમ્યુનિટી લીગલ સર્વિસ (અગાઉ લીગલ એઇડ તરીકે ઓળખાતી) પાસેથી આર્થિક સહાય મેળવી શકશો.
- 'નો-વીન, નો-ફી' ના સિધ્ધાંત ઉપર તમારો કેસ હાથમાં લે એવો સોલિસિટર તમને કદાચ મળી જાય, એટલે એવો વકીલ કે જે તમને જીતાડે તો જ ફી લે, અન્યથા નહીં.
હ્યુમન રાઇટ્સ એક્ટ (માનવ-અધિકાર ધારો)
હ્યુમન રાઇટ્સ એક્ટ 1998 ઘણાં વિવિધ પ્રકારોના ભેદભાવોની સામે સંરક્ષણ આપે છે - અન્ય ભેદભાવ કાનૂનો દ્વારા ન આવરી લેવાયા હોય એવા કેટલાંક સહિત. જો કે, આ કાનૂનનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરી શકાય જ્યારે એ ધારાની અન્ય કલમ (કોઇ ખાસ સિદ્ધાંત) લાગુ પડતી હોય, જેમકે, 'ખાનગી તેમજ પારિવારિક જીવનનું માન જાળવવા'નો અધિકાર.
ઉપરાંત, આ ધારા હેઠળના અધિકારોનો ઉપયોગ માત્ર જાહેર પ્રાધિકરણ સામે જ કરી શકાય (ઉદાહરણ તરીકે પોલીસખાતું, સ્થાનિક કાઉન્સિલ અથવા બેનિફિટ ઍજન્સી), ખાનગી કંપની સામે નહી. જો કે, ભેદભાવ બારામાં નિર્ણય લેતી વખતે કોર્ટ તેમ જ ટ્રાયબ્યુનલે હ્યુમન રાઇટ્સ એક્ટ શું કહે છે તે ધ્યાન પર લેવાનું હોય છે.
વિશેષ સહાય
Community Legal Service Direct
કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ
સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.
ફોનઃ0845 345 4 345
તમને લીગલ એઇડ માટે યોગ્ય ગણવામાં આવે તો બેનિફિટ અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, રોજગાર અથવા આવાસ અંગે ખાસ કાનૂની સલાહકાર પાસેથી મફત સલાહ મેળવો. ઉપરાંત, સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધી કાઢો.
www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને
સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો, તેમ જ, અમારા કેલ્ક્યુલેટર વડે તપાસ કરી લો કે તમને લીગલ એઇડ માટે યોગ્ય ગણવામાં આવે છે કે કેમ.
Commission for Racial Equality (CRE)
કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટી (C R E)
ફોન: 020 7939 0000
તમારી નજીકની રેસીયલ ઇક્વાલીટી કાઉન્સિલ માટે કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટીનો સંપર્ક કરો અથવા ફોન બુકમાં જુઓ.
The Advisory, Conciliation and Arbitration Service (ACAS)
ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)
તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે
ફોનઃ 08457 47 47 47
Advisory Centre for Education (ACE)
એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)
શાળામાં વર્ણીય ભેદભાવ બારામાં સલાહ માટે
ફોનઃ0808 800 5793
Department for Education and Skills (DfES)
ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ (DfES)
‘Social Inclusion: Pupil Support Circular 10/99’ નામની પત્રિકા માટે
0845 6022260 ઉપર ફોન કરો, અથવા,
www.dfes.gov.uk ઉપરથી ડાઉનલોડ કરો.
આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. ધ કમીશન ફોર રેસીઅલ ઇક્વાલીટીના સહયોગમાં એ લખાએલ હતી.
This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk