Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

સમાન તકોઃ જાતીયતા અને લૈંગિકતાને આધારે ભેદભાવ
Equal opportunities (2): Sex and sexual discrimination

લિંગ ભેદભાવ

પુરૂષો તેમ જ સ્ત્રીઓ તરફ સમાન વલણ રાખવામાં આવે એ હેતુ સર આ બે કાયદા છેઃ

  • સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ 1975 (1986માં કરેલ ફેરફાર સહિત) રોજગાર, શિક્ષણ, આવાસ અથવા માલસામાન અને સેવાઓમાં પુરૂષો અથવા સ્ત્રીઓ સામે ભેદભાવ કરવાનું ગેરકાનૂની બનાવે છે, અને આ વસ્તુઓ માટેની જાહેરાતોમાં પણ. કોઇ પરિણિત હોય તે કારણથી તેની સામે ભેદભાવ કરવો તે પણ કાયદાની વિરૂદ્ધ છે, પણ ફક્ત કાર્ય-સંબંધી બાબતોમાં.
  • ઇક્વલ પે એક્ટ 1970 (1984માં કરેલ ફેરફાર સહિત) કહે છે કે સ્ત્રીઓ જ્યારે પુરૂષો સમાન (કે મહદ્ અંશે સમાન) કાર્ય કરતી હોય, યા કામના મૂલ્યાંકનની યોજના (જૉબ ઇવેલ્યુએશન સ્કીમ) હેઠળ એ સમાન કક્ષાનું કામ લેખાતું હોય, યા એ કામની ઉપયોગિતા સમાન હોય, તો સ્ત્રીઓને પુરૂષો સમાન પગાર મળવો જોઇએ. યુરોપીયન કાનૂન પણ કહે છે કે સ્ત્રીઓ અને પુરૂષોને સમાન કાર્ય માટે સમાન પગાર મળવો જોઇએ. આ અંગે અધિક માટે જુઓ 'સમાન પગાર' (‘ઇક્વલ પે’).

કામ માટે અરજી

કામની ખાલી જગા ભરતી વખતે એમ્પ્લોયર જો તમારા લિંગને કારણે અથવા તમે પરિણિત છો એ કારણે તમારી સાથે ભેદભાવ કરે તો સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ તે ગેરકાનૂની ગણાશે. કાયદો ત્રણ પાસાંઓને આવરે છે:

  • કોને કામ આપવું તેનો નિર્ણય લેવાય ત્યારે. આમાં કામનું વિવરણ, ‘વ્યક્તિની ખાસિયત’ (કામ માટે આવશ્યક કુશળતાઓ, અનુભવ અને યોગ્યતાનું વિવરણ), અરજીપત્રક, ઇન્ટર્વ્યૂ માટે ચૂંટવાની પ્રક્રિયા, ઇન્ટર્વ્યૂ અને અંતિમ પસંદગી, એ બધું આવી જાય છે.
  • કામના નિયમો અને શરતો, જેમ કે પગાર, રજાઓ અથવા કામની શરતો.
  • તમારી અરજીને ઇરાદાપૂર્વક ધ્યાનમાં ન લેવી.

કરાર હેઠળના, તથા પાર્ટ-ટાઇમ તેમ જ ફુલ-ટાઇમ કર્મચારીઓને કાયદો આવરી લે છે.

તમને કામ માટે નકારવાનું કારણ જો ફક્ત એ જ હોય કે તમે સ્ત્રી છો યા પુરૂષ તો એ સીધા જાતીય ભેદભાવનો દાખલો ગણાય (ઉદાહરણ તરીકે - પુરૂષ હોવાથી સેક્રેટરીના કામ માટે નકાર કરવો).

કામ માટેનો દરેક ઉમેદવાર સશસ્ત્ર દળોમાં રહી ચૂકેલો હોવો જોઇએ એવી કોઇ ખાસ ઉચિત કારણ વગરની માગ એ આડકતરા જાતીય ભેદભાવનો દાખલો કહી શકાય. પુરૂષો કરતાં ખૂબ થોડી સ્ત્રીઓ સશસ્ત્ર દળોમાં હોય છે એટલે કોઇ સ્ત્રીને એ નોકરી મળવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.

એકલ વ્યક્તિ કરતાં એ જ લિંગની પરિણિત વ્યક્તિ તરફ ઓરમાયું વલણ રખાય એ પણ સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ ગેરકાનૂની છે. એકલ સ્ત્રી કરતાં પરિણિત સ્ત્રી મા બનવાનો સંભવ વધારે એ જ કારણે પરિણિત સ્ત્રીને એમ્પ્લોયર કામે રાખવાનું નકારે તો તે 'લગ્નને કારણે સીધો ભેદભાવ' લેખાશે.

દરેક ઉમેદવારે સ્થળાંતર કરવું પડશે એવો આગ્રહ એમ્પ્લોયર રાખે તો તે 'લગ્નને કારણે આડકતરો ભેદભાવ' લેખાશે, સિવાય કે કામને માટે સ્થળાંતર જરૂરી છે એમ એમ્પ્લોયર સાબિત કરે.

એમ્પ્લોયરને ક્યારે ભેદભાવ કરવાની છૂટ હોય

કેટલાંક કિસ્સાઓમાં એમ્પ્લોયરોને છૂટ હોય છે કે ફક્ત પુરૂષો, અથવા માત્ર સ્ત્રીઓને જ અમુક નોકરીમાં રાખે. આ ‘જેન્યુઇન ઓક્યુપેશનલ ક્વૉલિફીકેશન’ (GOQ) કહેવાય છે. એમ્પ્લોયરો આવું કરી શકે તેવા મુખ્ય કિસ્સાઓ નીચે મુજબ છેઃ

  • ગુપ્તતા અને સભ્યતા/મર્યાદા માટેઃ ઉદાહરણ તરીકે પુરૂષ કાળજી સહાયકની નિયુક્તિ કારણકે તેણે પુરૂષોને વસ્ત્રધારણ કરાવવા અથવા શૌચાલયનો ઉપયોગ કરવામાં સહાય કરવાની છે;
  • વ્યક્તિગત કલ્યાણ સેવાઓઃ ઉદાહરણ તરીકે, સ્ત્રીઓની કલ્યાણકારી સંસ્થા માટે સ્ત્રી સલાહકારની નિયુક્તિ;
  • જ્યાં કર્મચારીને કાર્ય-સ્થાન ઉપર રહેઠાણ હોય અને જ્યાં પુરૂષો અને સ્ત્રીઓને સૂવા માટેના અલાયદા વિસ્તાર ન હોય;
  • હોસ્પિટલ અને જેલ જેવી એકલ-લિંગ સંસ્થાઓમાં કેટલીક નોકરીઓ માટે;
  • ખાનગી ઘરોમાં કેટલીક નોકરીઓ માટે, જેવી કે ત્યાં જ વસતાં કાળજી રાખનાર;
  • જ્યાં નોકરીને ખરેખર શારીરિક આવશ્યકતા હોય, જેમ કે સ્ત્રીની વેશભૂષા મોડેલ કરવાનું, યા નાટક અથવા અન્ય ભજવણીમાં ભૂમિકા માટે;
  • નોકરી UK ની બહાર હોય એવા કેટલાંક કિસ્સાઓમાં; અને
  • નોકરીમાં વિવાહિત યુગલની આવશ્યકતા હોય.

આમ છતાં, સ્ત્રીઓ તરફથી મળેલ અરજીઓ જોવાનું ટાળવા માટે એમ્પ્લોયર, ઉદાહરણ તરીકે, એ નોકરીમાં શારીરિક તાકાત અથવા સંઘર્ષશક્તિ જોઇએ એમ ન કહી શકે.

બરતરફી અથવા રિડન્ડન્ટ કરવાનું

જ્યારે કામદારોને બરતરફ અથવા રિડન્ડન્ટ કરવામાં આવી રહ્યાં હોય ત્યારે એમ્પ્લોયરે સ્ત્રીઓ સામે કે પુરૂષો સામે ભેદભાવ ન કરવો જોઇએ. મતલબ કે નીચે બતાવેલ બાબતો ભેદભાવના કાયદાઓની વિરૂદ્ધ ગણાશેઃ

  • જો પુરૂષ માંદા બાળક માટે કાર્ય પરથી છુટ્ટી લે તો તેને બરતરફ કરાય, પણ એ જ કારણ-સર સ્ત્રીને બરતરફ ન કરાય;
  • કામ પર અવારનવાર મોડા પડવાં બદલ કોઇકને બરતરફ કરાય પણ એથી વિરૂદ્ધ લિંગની વ્યક્તિને એ જ કારણ-સર બરતરફ ન કરાય; અથવા
  • કંપનીની નીતિ એમ હોય કે સૌથી ટૂંકી નોકરી વાળા કર્મચારીગણને રિડન્ડન્ટ કરવામાં પ્રથમ રાખવા, કારણકે પારિવારિક કારણોથી સ્ત્રીઓ કારકિર્દી થોડા સમય માટે થોભાવી દેવાની સંભાવના અધિક હોય.

જો તમે બરતરફ થયાં હો, અથવા રિડન્ડન્સીનો સામનો કરી રહ્યાં હો તો તમારા અધિકારો અંગે અધિક માહિતી માટે કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની ‘એમ્પ્લોયમેન્ટ’પત્રિકા જુઓ.

બાળ જન્મ

કોઇ સ્ત્રી ગર્ભવતી હોય અથવા મૅટરનિટી લીવ ઉપર જાય અને, ઉદાહરણ તરીકે નીચે બતાવેલ વ્યવહાર એની સાથે થાય તો તે ઓરમાયું વલણ ગણાશે અને તે કાયદા વિરૂદ્ધ છે:

  • બરતરફ થાય અથવા રિડન્ડન્સી મળે;
  • બઢતી ના અપાય;
  • બાળકના જન્મ પછી તે કામ ઉપર પરત ફરે ત્યારે ઓછું વળતર આપતા કામ પર એની બદલી થાય; અથવા
  • અન્ય બાબતમાં તેની સાથે અલગ રીતે વર્તાવ કરવામાં આવે.

સ્ત્રીને તેના બાળકની કાળજી લેવાની હોય છે તે કારણથી એની સાથે ઓરમાયું વલણ રાખવું એ પણ ભેદભાવના કાયદાનો ભંગ છે – ઉદાહરણ તરીકે, સ્તનપાન કરાવતી માતાને કહેવામાં આવે કે તે ફુલ-ટાઇમ કામ કરે તો જ પરત આવી શકશે. એમ્પ્લોયરે એ દર્શાવવાનું હોય છે કે તે સ્ત્રીએ ફુલ-ટાઇમ કામ કરવું ખરેખર આવશ્યક છે અને, ઉદાહરણ તરીકે, તેના કામનો કેટલોક ભાગ તે ઘરે રહીને પણ ના કરી શકે.

સમાન પગાર (ઇક્વલ પે)

કોઇ એમ્પ્લોયરને ત્યાં કામ કરી રહેલ વ્યક્તિનું કામ એ જ એમ્પ્લોયરને ત્યાં કામ કરી રહેલ પણ વિરૂદ્ધ લિંગની વ્યક્તિ (‘કમ્પેરેટર’) ના કામ સમાન કે લગભગ સમાન હોય તો ઇક્વલ પે એક્ટ હેઠળ એ સમાન પગાર માગી શકે છે. કામ ઘણું જુદું હોય, પણ કમ્પેરેટરના કામ જેટલો જ ભોગ આપવો પડે એમ હોય અને તેથી તેને ‘સમાન મૂલ્ય’નું ગણી શકાય, યા જૉબ ઇવેલ્યુએશન સ્કીમ હેઠળ એને સમાન દરજ્જો અપાયેલ હોય, તો પણ ઇક્વલ પે એક્ટ હેઠળ સમાન પગાર માગી શકાય છે.

ઇક્વલ પે એક્ટ તમારી નોકરીના મોટાભાગના અન્ય પાસાઓને આવરે છે, ઉદાહરણ તરીકેઃ

  • કામના ક્લાકો;
  • રજાઓ;
  • સિક પે, યા માંદગી દરમ્યાનનો પગાર; અને
  • પેન્શન.

સમાન પગાર માટેની મોટા ભાગની ફરિયાદો સ્ત્રીઓ દ્વારા થાય છે, પરંતુ સમાન કાર્ય માટે સ્ત્રીઓ કરતાં ઓછો પગાર મળતો હોય એવા પુરૂષોને પણ આ કાયદો લાગુ પડે છે. તમને એમ લાગે કે સમાન કાર્ય માટે વિરૂદ્ધ લિંગની કોઇક અન્ય વ્યક્તિ કરતાં તમને ઓછો પગાર મળે છે તો પ્રથમ તમારે તમારા એમ્પ્લોયર સાથે તેમની ફરિયાદ કાર્યવાહી દ્વારા ફરિયાદ કરવી જોઇએ (જો એવી કોઇ કાર્યવાહી હોય તો).

જો તેનાથી કામ ન ચાલે તો, તમે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં સમાન પગાર માટે દાવો કરી શકો છો. જેની સરખામણી થઇ રહી છે તે કામો લગભગ એક સમાન હોય તો, ‘સમાન કાર્ય’ તરીકે તેમ જ ‘સમાન-મૂલ્ય’ તરીકે દાવો કરવાનું સર્વોત્તમ છે. ટ્રાયબ્યુનલ તમારા ‘સમાન કાર્ય’ના દાવાને સૌ પ્રથમ તપાસસે અને, તે નિષ્ફળ જશે તો, ‘સમાન-મૂલ્ય’ના દાવા ઉપર વિચારણા કરશે.

ટ્રાયબ્યુનલ નિર્ણય કરે કે તમે ‘લાઇફ-વર્ક’ (સમાન-કાર્ય) અથવા ‘ઇક્વલ-વેલ્યુ’ (સમાન-મૂલ્ય)નું કાર્ય કરો છો તો પણ, એમ્પ્લોયર તેમાં કાંઇક ‘અગત્યનું કારણ’ (તમારા લિંગ સિવાયનું ઉચિત કારણ) છે તેવું બતાવી શકે જેને કારણે તમને ઓછો પગાર અપાય છે. કાર્યવાહી અંગે અધિક વિગતો અને સલાહ ઇક્વલ ઓપોર્ચ્યૂનિટી કમિશન પાસેથી મળશે (જુઓ ‘વિશેષ સહાય’).

તમારૂં યુનિયન હોય તો દાવો કરવા અંગે સલાહ અને આધાર તેના દ્વારા પ્રાપ્ત કરી શકશો, અથવા તમારા કાનૂની કેન્દ્ર પાસેથી યા સિટિઝન્સ એડવાઇસ બ્યુરો પાસેથી અથવા સોલિસિટર પાસેથી(જુઓ ‘વિશેષ સહાય’).

પાર્ટ-ટાઇમ કામ

સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ અને ઇક્વલ પે એક્ટ બધાજ કર્મચારીઓને આવરે છે, જેમાં નીચે બતાવેલ કામદારો પણ આવી જાય:

  • પાર્ટ-ટાઇમ કામ કરનાર; અથવા
  • કેઝ્યુઅલ અથવા ટેમ્પરરી કરારો ઉપર કામ કરનાર.

સમાન પગારના દાવામાં, પાર્ટ-ટાઇમ કામને એના સમાન ફુલ-ટાઇમ કામ સાથે પણ પ્રો-રેટા હિસાબે સરખાવી શકાય (એટલે કે કરેલ કામના કલાકોની સંખ્યાના આધારે).

પાર્ટ-ટાઇમ કર્મચારીઓ મોટા ભાગે સ્ત્રીઓ હોય છે, તેથી ફુલ-ટાઇમ કર્મચારીઓની સરખામણીમાં એમના તરફ વધારે ખરાબ વર્તાવ કરવામાં આવે તો સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ એને આડકતરો ભેદભાવ ગણી શકાય. તમારા બાળકની સંભાળ લેવાની જરૂર હોવાથી કે એવા બીજા કોઇ કારણ સર તમે પાર્ટ-ટાઇમ કામ કરવાનું (યા ફ્લેક્સી ટાઇમ, ઘર પર કામ કરવાનું અથવા જૉબ-શેર – એટલે કોઇની સાથે કામ વહેંચી લેવાનું) ઇચ્છો અને કોઇ વાજબી કારણ વગર એમ્પ્લોયર એનો ઇન્કાર કરે તો તમે આડકતરા ભેદભાવના ભોગ બન્યા એવો દાવો કરી શકો છો.

પાર્ટ-ટાઇમ કર્મચારીઓ પણ પાર્ટ-ટાઇમ વર્કર્સ રેગ્યુલેશન 2000 દ્વારા સંરક્ષિત છે, જે તેમને સમાન કાર્ય કરી રહેલ ફૂલ-ટાઇમ કર્મચારીઓ સમાન પણ પ્રો-રેટા કરારના લાભોના અધિકાર આપે છે (ઉદાહરણ તરીકે, પગારના દર અને રજાઓ). ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયી રેગ્યુલેશન્સ 2002 હેઠળ ફિક્સ્ડ ટર્મ (નિયત સત્ર) ને પણ સમાન અધિકારો લાગુ પડે છે. આ બન્ને કિસ્સાઓમાં, કર્મચારીની જાતીયતાને ધ્યાનમાં નથી લેવાતી. આના પર અધિક માટે, જુઓ કોમ્પ્યુનીટી લીગલ સર્વિસ ડાયરેક્ટની ‘એમ્પ્લોયમેન્ટ’ પત્રિકા.

કાર્ય-સ્થાન પર જાતીય કનડગત

સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ તમને રોજગાર અને કાર્ય સંબંધી પ્રશિક્ષણમાં પણ કનડગત સામે સંરક્ષણ આપે છે. નીચે બતાવેલ અનિચ્છનીય વર્તણૂંક એ જ કનડગત છે:

  • તમારા આત્મ સન્માનનું હનન કરે (માનહાનિ થાય); અથવા
  • કાર્ય-સ્થાનમાં ધાકધમકીવાળું, વેરભાવવાળું, હીણપત ભર્યું, અપમાનજનક અથવા ત્રાસદાયક વાતાવરણ રચે છે.

કનડગત તમારા લિંગને કારણે હોય અથવા તે જાતીય પ્રકૃતિની હોય. એમાં આનો સમાવેશ થઇ શકે છે:

  • તમારા દેખાવ અંગે ટિપ્પણી;
  • અસભ્ય (ત્રાસદાયક) ટીકા; અથવા
  • સંભોગ માટે અરજ (તેના બદલામાં કદાચ બઢતી અથવા અન્ય લાભ હોઇ શકે).

કનડગત ઇરાદાપૂર્વકની ના હોય તો પણ એ ગેરકાનૂની જ છે. અજાણતા થયેલી કનડગતને ગેરકાનૂની ગણવી કે કેમ તેનો આધાર જે થયું તેને ત્રાસદાયક લેખવું વ્યાજબી છે કે કેમ તેના ઉપર છે.

તમે કનડગત પામ્યા હો અથવા તમને કનડગત કરનાર કોઇકને તમે રોક્યા હોય અને તેથી તમારા એમ્પ્લોયર તમારા તરફ ઓરમાયું વર્તન રાખે તે પણ ગેરકાનૂની છે. ઉદાહરણ તરીકે, તમારા દેખાવની ટીકા કરનાર સામે તમે વાંધો ઉઠાવ્યો હોય યા તમને કનડગત થઈ હોય એવા કારણથી એમ્પ્લોયર તમને બઢતીનો ઇન્કાર કરે તો એ

કાયદાનો ભંગ છે.

કોઇક તમને પજવી રહ્યું હોય અને તમે કહો છતાં એ પજવણી અટકે નહીં (અથવા તેઓને મોઢેમોઢ કહેવામાં તમને ડર લાગતો હોય), તો તમારે એમ્પ્લોયરને વાત કરવી જોઇએ, સિવાય કે એ હરકત કરનાર એમ્પ્લોયર પોતે જ હોય.

કાયદો કહે છે કે કર્મચારીઓ ભેદભાવ આચરે તે માટે એમ્પ્લોયર જવાબદાર છે. ઘણાં એમ્પ્લોયર તેમના કર્મચારીગણ દ્વારા થતી જાતીય કનડગતને શિષ્ટતાના અપરાધ તરીકે લે છે, અને તમને કનડગત કરતી વ્યક્તિને તેણે શિસ્તપાલન કરાવવું જોઇએ. એમ્પ્લોયર કાંઇ ન કરે તો તમે તેમની સામે એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં દાવો કરી શકો છો. ઘણાં કિસ્સાઓમાં તમને પજવનાર વ્યક્તિને, અથવા તમારા એમ્પ્લોયરને તમે કોર્ટમાં લઈ જઇ શકો છે.

તમારા કાર્યસ્થાન સાથે જોડાએલ ન હોય એવી કોઇ વ્યક્તિ દ્વારા તમે જાતીય કનડગત પામો તો પણ તમે કોર્ટમાં જઇ શકો છો. પરંતુ અમુક કિસ્સામાં વિશિષ્ટ ફરિયાદ પ્રક્રિયા અનુસરવાની હોય છે (ઉદાહરણ તરીકે, તમને કનડગત કરનાર ડૉક્ટર હોય). તમારે નિષ્ણાત કાનૂની સલાહ લેવી જોઇએ (જુઓ 'વિશેષ સહાય').

કાર્ય-સ્થાન પર તમારે કોઇ સાથે સંબંધ (યૌન સંબંધ) હોય તો

કેટલાક એમ્પ્લોયર તેમના કર્મચારીના –

  • પતિને અથવા પત્નીને;
  • સાથીને; અથવા
  • સંબંધીને;

પોતાને ત્યાં નોકરીએ નહીં રાખે.

કેટલાંક એમ્પ્લોયરો કાર્યસ્થાનના 'એફેર' ને છૂટ આપતાં નથી. પુરૂષો, સ્ત્રીઓ, વિવાહિત અને અવિવાહિત કર્મચારીગણ સાથે સમાનતાથી વર્તે ત્યાં સુધી એમ્પ્લોયરો સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટનો ભંગ કરતાં નથી. નહીં તો આને ભેદભાવ ગણી શકાય. ભેદભાવનું ઉદાહરણ છે કોઇ સ્ત્રીને કાર્ય પર કોઇકની સાથે સંબંધ હોવાને કારણે એની ઇચ્છા વિરુધ્ધ એની બદલી અન્ય વિભાગમાં કરવામાં આવે, જ્યારે સમાન સંજોગોમાં પુરૂષની બદલી ન કરવામાં આવે.

કામ છોડયાં પછી ભેદભાવ અથવા રંજાડ

તમે કામ (નોકરી) છોડો પછી એમ્પ્લોયર તમારી સામે ભેદભાવ અથવા રંજાડ ન કરી શકે. ઉદાહરણ તરીકે, તમે નોકરીમાં હતાં ત્યારે તમોએ ભેદભાવ અંગેની ફરિયાદ કરેલી હોય તો એ કારણથી એમ્પ્લોયર તમને રેફરન્સ (ભલામણ-ચિઠ્ઠી) આપવાનું નકારી ન શકે.

તમે ઘર અથવા ફ્લેટ ખરીદી રહ્યાં હો યા ભાડે લઈ રહ્યાં હો

જ્યારે ઘર અથવા ફ્લેટ વેચી અથવા ભાડે આપી રહ્યાં હો ત્યારે કોઇકની સાથે તેઓના લિંગને કારણે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. ભાડુઆત સાથે તેના લિંગને કારણે અલગ રીતે વર્તવાનું પણ મકાન માલિક માટે ગેરકાનૂની છે. જો કે, મકાનમાલિક (અથવા તેના નિકટના સંબંધી) એ જ મકાનમાં વસતા હોય અને રહેઠાણના કેટલાક ભાગ ભાડુઆત સાથે સહિયારા (રસોડું અથવા બાથરૂમ સહિત, પરંતુ પરસાળ અથવા દાદરો નહીં) હોય તો સેક્સ ડિસ્ક્રિમિનેશન ઍક્ટ લાગુ પડતો નથી.

લિંગને કારણે અથવા ગર્ભવતી હોવાને કારણે કોઇકને લોન ગ્રાન્ટ બાબતમાં બેન્ક કે બિલ્ડીંગ સોસાયટી પક્ષપાતી વર્તન કરે તો તે પણ ગેરકાનૂની છે. ધારો કે, મોર્ગેજ માટે એક દંપતિ સહિયારી અરજી કરે અને સ્ત્રી પુરૂષ કરતાં વધારે કમાતી હોય તો કેટલી રકમ આપવી એ નક્કી કરવા માટે લેણદારે સ્ત્રીની ઊંચી આવક હિસાબમાં લેવી જોઇએ કારણકે તેઓ જે ઉધાર આપશે તેમાં તે કાર્યરતમાંની ઉચ્ચ છે. અને માત્ર ફુલ-ટાઇમ કામ કરનારને જ મોર્ગેજ આપવી તે પણ ભેદભાવ લેખાશે કારણકે પુરૂષો કરતાં અધિક સ્ત્રીઓ પાર્ટ-ટાઇમ કામ કરે છે.

નિશાળે અથવા વિદ્યાપીઠમાં (યુનિવર્સિટી) જતાં

મિશ્ર-લિંગની શાળાઓ, કોલેજો, વયસ્ક શિક્ષણ કેન્દ્રો અને યુનિવર્સિટીઓએ માબાપો અથવા બાળકો સામે તેઓના લિંગના કારણે ભેદભાવ ન કરવાં જોઇએ. ઉદાહરણ તરીકે, કારકિર્દી સલાહકારોએ સલાહ અને સહાય છોકરાઓની જેમ જ છોકરીઓને પૂરી પાડવી જોઇએ. એકલ-લિંગ શાળાઓમાં માત્ર છોકરાઓ અથવા માત્ર છોકરીઓ જ હોય એ કારણથી ત્યાં શીખવાતા વિષયોના પ્રકાર મર્યાદિત ન રાખવા જોઇએ. જાતીય/લૈંગિક કનડગતને પાર પાડવા માટે શાળાઓ અને કોલેજોએ પણ એમ્પ્લોયરોની જેમ જ કાર્યવાહી કરવીજોઇએ (જુઓ 'જાતીય કનડગત').

તમારૂં બાળક શાળામાં લિંગ ભેદભાવનો સામનો કરી રહ્યું છે એમ તમને લાગે તો તમારે સમસ્યાને સૌ પ્રથમ શિક્ષક અથવા મુખ્યશિક્ષક સાથે ચર્ચવી જોઇએ. જો તેમાં કાંઇ ના વળે તો શાળાના ગર્વનર અથવા સ્થાનિક શિક્ષણ પ્રાધિકરણને ફરિયાદ કરવી.

આ પ્રકારની સમસ્યાથી નીપટવા અર્થે સલાહ માટે ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન અથવા એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (શિક્ષણ માટે સલાહકારી કેન્દ્ર) નો સંપર્ક સાધવો (વિગતો માટે જુઓ 'વિશેષ સહાય'). નિશાળ પર કાનૂની અધિકારો અંગે અધિક માહિતી માટે કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની 'એજ્યુકેશન' નામનીપત્રિકા જુઓ.

સામાન અને સેવાઓ ખરીદતી અને ઉપયોગ કરતી વખતે

ધંધાદારી પેઢીઓ પોતાના ‘સામાન, સગવડો અને સેવાઓ’ ના વિતરણમાં પુરૂષો સામે અથવા સ્ત્રીઓ સામે ભેદભાવ કરે તો તે સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ કાયદા વિરૂદ્ધ છે. આનો અર્થ સેવાઓ માટે ઇનકાર કરવો અથવા સમાન નિયમો અને સમાન ગુણવત્તાવાળી સેવાઓ ઇરાદાપૂર્વક પૂરી ન પાડવી. આ સિધ્ધાંત નિ:શુલ્ક વસ્તુઓ તેમ જ જેની કિંમત ચૂકવી હોય તેવી વસ્તુઓને આવરી લે છે, અને બતાવેલ બાબતોમાં લાગુ પડે છેઃ

  • દૂકાનો;
  • જાહેર સ્થાનો, જેમકે હોટલ, રેસ્ટોરેન્ટ, બાર, નાઇટ ક્લબ અને લેઝર સેન્ટર (ઉદાહરણ તરીકે, ફક્ત સ્ત્રીઓને જ મફત યા સસ્તા દરે પ્રવેશ અપાય કે પીણાં અપાય તે સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટનો ભંગ ગણાશે);
  • બેન્કમાં ખાતા, લોન, ક્રેડિટ કાર્ડ અને વીમો;
  • મુસાફરી અને પરિવહન સેવાઓ જે જાહેર હોય અથવા ખાનગી કંપની અથવા ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાતી હોય; અને
  • સ્થાનિક પ્રાધિકરણો દ્વારા પૂરી પડાતી સેવાઓ (જેમ કે નવરાશના સમય માટેની પ્રવૃત્તિઓ).

ઘણા સંજોગોમાં પુરૂષો સામે અથવા સ્ત્રીઓ સામે ભેદભાવ ચલાવી લેવાય:

  • ખાનગી સદસ્યોની ક્લબ;
  • ‘ગંભીર સંકોચ/મૂંઝવણ’ ટાળવા અર્થે ફક્ત પુરૂષો માટે અથવા ફક્ત સ્ત્રીઓ માટે જ સેવાઓ હોય (ઉદાહરણ તરીકે, ફક્ત સ્ત્રીઓ માટેના સૉના);
  • ફક્ત પુરૂષો માટે અથવા ફક્ત સ્ત્રીઓ માટે જ સેવાઓ પૂરી પાડતી હોય એવી સ્વૈચ્છિક સંસ્થાઓ, કાળજી ગૃહો અને ધર્માદા સંસ્થાઓ; અને
  • સ્ત્રીઓ પુરૂષો કરતાં સારૂં અથવા ખરાબ જોખમ છે એવું સાબિત થઇ શકતું હોય એવી વીમા પોલિસી (જો કે આ સુધારણા હેઠળ છે, અને ભવિષ્યમાં કદાચ છૂટ નહીં અપાય).

ટ્રાન્સજેન્ડર પીપલ (લિંગ પરિવર્તિત લોકો)

તમોએ જેન્ડર રીએસાઇનમેન્ટ – લિંગ પરિવર્તન (ઘણી વાર લિંગ-પલટો કહેવાય છે) – કરાવ્યું હોય, તો ભેદભાવ સામે તમને અમુક અંશે કાનૂની સંરક્ષણ મળે છે. સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ ટ્રાન્સજેન્ડર લોકોને રોજગારમાં તથા કામની તાલીમ પર ભેદભાવ અને કનડગત સામે સંરક્ષણ આપે છે. પરંતુ આ ધારો આવાસ, શિક્ષણ અથવા સેવાઓને આવરતી નથી.

જે કોઇપણ વ્યક્તિ લિંગ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થવાની હોય, થઇ રહી હોય અથવા થઇ ચૂકી હોય તેવાને આ ધારો આવરે છે. આમાંના કોઇ એક કારણસર તમો ભેદભાવ પામ્યાં હો તો તમે સેક્સ ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ દાવો કરી શકો છો. લોકોને નોકરીએ રાખવા માટે અથવા બરતરફી માટે પસંદગી કરતી વખતે એમ્પ્લોયરોએ ભેદભાવ ન કરવો જોઇએ. ઉપરાંત, ઉદાહરણ તરીકે, તમને જરૂરી તબીબી ચિકિત્સા માટે એમ્પ્લોયરે કામેથી રજા આપવી જોઇએ, જેમ અન્ય પ્રકારની ચિકિત્સા માટે રજા મળે છે તેમ. તમારા લિંગ પરિવર્તનને કારણે અન્ય કર્મચારીઓ તમને રંજાડે તો એમ્પ્લોયરે પગલાં લેવા ઘટે.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન પાસે ‘સેક્સ ઇક્વાલિટી એન્ડ ટ્રાન્સસેક્સુઆલીઝમ’ નામની માર્ગદર્શિકા છે, જે આ પ્રકારના ભેદભાવને પાર પાડવા વિષે બતાવે છે અને સાથે અમુક સત્ય ઘટનાઓ અને તેના નિર્ણયો પણ સમાવિષ્ટ કરેલ છે.

તમે GAY અથવા લેસ્બિયન છો તે કારણથી ભેદભાવ

એમ્પ્લોયમેન્ટ ઇક્વાલીટી (સેક્સુઅલ ઓરિએન્ટેશન) રેગ્યુલેશન્સ 2003 હેઠળ, કાર્ય-સ્થાન પર તમારી લૈંગિકતા અથવા લૈંગિક પસંદગીને કારણે તમારી સામે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. નિયમો કાર્ય-સંબંધી પ્રશિક્ષણને પણ આવરે છે.

નિયમો કહે છે કે તમે GAY, લેસ્બિયન, હેટેરોસેક્સુઅલ હો (યા લોકોની એવી માન્યતા હોય) તો એ કારણે તમારી સામે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. આમાં નીચેની બાબતો સમાવિષ્ટ થઇ જાય છે:

  • તમને નોકરી ન આપવાનો નિર્ણય;
  • તમારી બરતરફી;
  • કાર્ય પર તમને ખરાબ નિયમો અને શરતો આપવી;
  • તમને પ્રશિક્ષણ અથવા બઢતી ન આપવી; અને
  • અન્ય લૈંગિકતાવાળા લોકોને મળતા લાભોથી તમને વંચિત રાખવાનું (સિવાય કે લાભો માત્ર વિવાહિત લોકોને જ લાગુ પડતા હોય).

સમાનતા ઉપરના કાયદા બે પ્રકારના ભેદભાવ અંગે વાત કરે છેઃ

  • સીધો ભેદભાવ, એટલે કે તમારી લૈંગિકતાને કારણેજ તમારા તરફ ઓરમાયું વલણ રખાતું હોય તે. ઉદાહરણ તરીકે, તમારી પાસે આવશ્યક કુશળતાઓ અને અનુભવ હોય છતાં પણ તમે લેસ્બિયન હોવાને કારણે તમને બઢતી ના મળે.
  • આડકતરો ભેદભાવ, એટલે કે દરેકને લાગુ પડે એવી નીતિઓ અથવા વ્યવહાર હોય પણ કોઇ ઉચિત કારણ વગર એ અમુક વર્ગના લોકોને વધારે સ્પર્શે. ઉદાહરણ તરીકે, એમ્પ્લોયરને રેસ્ટોરેન્ટના સંચાલન માટે બે વ્યક્તિઓની જરૂર હોય અને એ પરિણિત યુગલ માટેની જાહેરાત કરે. આમ કરવાથી લેસ્બિયન અથવા GAY યુગલ સામે ભેદભાવ થાય છે.

બીજું એ પણ છે કે તમે નોકરી છોડી દો પછી પણ એમ્પ્લોયર તમારી સામે ભેદભાવ ન કરી શકે અને તમને રંજાડી ના શકે.

સમ-લિંગી સાથીઓ માટેના લાભો

વીમો અથવા ખાનગી સ્વાસ્થ્ય કાળજી જેવા લાભો એમ્પ્લોયર હેટેરોસેક્સુઅલ અવિવાહિત સાથીઓને આપતા હોય તો એવા લાભો સમાન-લિંગધારી સાથીઓને નકારવા એ ભેદભાવ ગણાશે.

વિવાહિત યુગલો માટે ખાસ હોય એ લાભો GAY યુગલો માટે એમ્પ્લોયરોએ પૂરા પાડવાના હોતા નથી. છતાં બન્ને પ્રકારના યુગલોને બાળ-સંભાળ માટે કે દત્તક માટે સમાન રજાઓ એમના હક્ક પ્રમાણે મળવી જોઇએ.

કટોકટીઓને પહોંચી વળવા માટેની છુટ્ટીઓ

નિકટના કુટુંબીજનોને કે તમારી ઉપર નભતા લોકોને (આમાં સમ-લિંગી સાથીઓ પણ આવી જાય) અણધારી કે ઓચિંતી તકલીફ આવી પડે તો એવે સમયે તમને એમ્પ્લોયમેન્ટ રાઇટ્સ એક્ટ 1996 હેઠળ બિન-પગારી છુટ્ટી મળવી જોઇએ.

એમ્પ્લોયર ક્યારે ભેદભાવ કરી શકે

કેટલાક સંજોગોમાં, કામધારક ચોક્કસ લૈંગિકતાવાળો હોવો જોઇએ એવી જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ હોય તો એમ્પ્લોયર ભેદભાવ કરી શકે છે. ઉદાહરણ તરીકે, કેટલાંક કિસ્સાઓમાં લેસ્બિયન, GAY અને બાઇસેક્સુઅલ લોકોને કલ્યાણકારી સેવાઓ પૂરી પાડતી સંસ્થા એવો આગ્રહ રાખી શકે છે કે એના કેટલાક કર્મચારીઓ અમુક ચોક્કસ લૈંગિકતાવાળા હોવા જોઇએ.

તે મહત્વપૂર્ણ છે કે દરેક હોદ્દાને એની આગવી રીતે ધ્યાનમાં લેવાય. એમ્પ્લોયર જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટનો દાવો ફક્ત ત્યારે જ કરી શકે જ્યારે એ હોદ્દાનું કાર્ય કોઇક ખાસ લૈંગિકતાવાળા દ્વારા જ થવું જોઇએ, નહીં કે એમ્પ્લોયરની એ પસંદગી છે તે માટે.

ઉપરાંત, ખાસ લૈંગિકતાવાળા દ્વારા જ થવું જોઇએ એવા કામ પાર પાડવા માટે અગાઉથી જ પૂરતાં કર્મચારીઓ હોય જે તેવા કામો કરી શકે, તો એમ્પ્લોયર ભરતી કરતી વખતે જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટનો દાવો ના કરી શકે. ઉદાહરણ તરીકે, કામનો ફક્ત નાનો જ અંશ (જેમકે, GAYઅથવા લેસ્બિયન લોકોને સલાહ પૂરી પાડવી એ કોઇ કામમાં આવી જતું હોય) જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ માટે યોગ્યતા ધરાવે, તો કામ અથવા હોદ્દાઓ બદલી શકાય જેથી જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ ખાસ હોદ્દાને લાગુ ન પડે.

જ્યારે પણ નોકરીની જગા ખાલી પડે તે દરેક વખતે જેન્યુઇન ઓક્યુપેશનલ રિક્વાયરમેન્ટ ઉપર વિચારણા કરી નક્કિ કરવું કે તે હજી પણ વ્યાજબી છે.

તમારી લૈંગિકતાને કારણે થતી કનડગત

નીચે બતાવેલ અનિચ્છનીય વર્તણૂંક કનડગત લેખાય છે:

  • તમારા આત્મ સન્માનનું હનન કરે (માનહાનિ થાય); અથવા
  • કાર્ય-સ્થાનમાં ધાકધમકીવાળું, વેરભાવવાળું, હીણપત ભર્યું અથવા ત્રાસદાયક વાતાવરણ રચાય.

આવી વર્તણૂંક કદાચ તમારી લૈંગિકતાને લીધે તમને જ ભોગ બનાવતી હોય યા તો કાર્ય-સથાનનું વાતાવરણ જ એવું હોય કે દાખલા તરીકે GAY લોકોની ઠેકડી ઊડાવવાનું સહજ રીતે ચલાવી લેવાતું હોય. કનડગત ઇરાદાપૂર્વકની ના હોય તો પણ એ ગેરકાનૂની જ છે. અજાણતા થયેલી કનડગતને ગેરકાનૂની ગણવી કે કેમ તેનો આધાર જે થયું તેને ત્રાસદાયક લેખવું વ્યાજબી છે કે કેમ તેના ઉપર છે.

એવું નથી કે તમે લેસ્બિયન, GAY અથવા બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) હો તો જ કનડગતના ભોગ બનો. ઉદાહરણ તરીકે, તમે હેટેરોસેક્સુઅલ હો પરંતુ લોકો ધારે કે તમે GAY છો, અને અવારનવાર તમને ચીઢવે તથા નામ બગાડે જે તમારે માટે અપમાનજનક અને બેચેન કરનારૂં નીવડે. આ કનડગત કહેવાય, ભલે તમે GAY નથી.

બીજા કોઇની તેની લૈંગિકતાની કારણે કનડગત થાય તો પણ નિયમો લાગુ પડે છે – ઉદાહરણ તરીકે, તમારો પુત્ર GAY હોય, અને તમને કામ ઉપર અવારનવાર આ અંગે ચીઢવવામાં આવે. આ પણ કનડગત કહેવાય ભલે તમારી લૈંગિકતા ચિઢવણીનો વિષય નથી.

એમ્પ્લોયરો તેમના કર્મચારીગણના કૃત્યો માટે જવાબદાર હોય છે તેમજ વ્યક્તિગત રીતે કર્મચારીઓ પણ, સિવાય કે તે દર્શાવી શકાય કે એમ્પ્લોયર કનડગત ડામવાના બધાજ વ્યાજબી પગલાં લે છે.

HIV અથવા AIDS વાળા લોકો

તમને HIV અથવા AIDS હોય તો તમારે કદાચ ભેદભાવ ભોગવવો પડશે. તમે GAY હો કે ન હો, ડિસેબિલીટી ડિસ્ક્રિમિનેશન એક્ટ હેઠળ તમે સંરક્ષણ મેળવી શકો છો. અધિક માહિતી માટે જુઓ કોમ્યુનિટી લીગલ સર્વિસીસ ડાયરેક્ટની ‘રાઇટ્સ ઑફ ડિસેબલ્ડ પિપલ’ નામની પત્રિકા .

વિશેષ સહાય

કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ

સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.

ફોનઃ 0845 345 4 345

કાર્યકુશળ કાનૂની સલાહકાર સાથે લાભો અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, આવાસ અથવા રોજગાર અંગે વાત કરો અથવા અન્ય સમસ્યાઓ માટે સ્થાનિક સલાહ સેવાઓ શોધી કાઢો.

www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને

સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી અને સહાયતા આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો.

ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન

ફોનઃ 08456 015 901

www.eoc.org.uk

એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)

શાળામાં ભેદભાવ ઉપર સલાહ માટે

સોમવાર થી શુક્રવાર બપોરના 2 થી સાંજે 5 ચાલુ રહેતી હેલ્પલાઇન

ફોનઃ 0808 800 5793

www.ace-ed.org.uk

ધ એડવાઇઝરી, કોન્સિલેશન એન્ડ આર્બીટ્રીએશન સર્વિસ (ACAS)

તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે

ફોનઃ 08457 474747

www.acas.org.uk

એજ કનર્સન

ફોનઃ 0800 00 99 66

www.ace.org.uk

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ

એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલની પૂછપરછ માટેની લાઇન

ફોનઃ 08457 95 9775

www.employmenttribunals.gov.uk

ધ જેન્ડર ટ્રસ્ટ

ટ્રાન્સજેન્ડર (લિંગ-પરિવર્તન કરાવ્યું હોય તેવા) લોકો માટે

ફોનઃ 0700 0790 347

www.gendertrust.org.uk

સ્ટોનવૉલ

લેસ્બિયન, GAY પુરુષો અને બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) લોકો માટે

ફોનઃ 020 7881 9440

www.stonewall.org.uk

ટેરેન્સ હીગીન્સ ટ્રસ્ટ

HIV અથવાAIDS વાળા લોકો માટે

ફોનઃ 0845 1221 200

www.tht.org.uk

થર્ડ એજ એમ્પ્લોયમેન્ટ નેટવર્ક

ફોનઃ 020 7843 1590

www.taen.org.uk

'કોડ ઑફ પ્રેક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' માટે, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની અંદર એજ પોઝીટીવ ટીમનો સંપર્ક કરો.

ફોનઃ 08457 330 360

www.agepositive.gov.uk

આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. લેસ્લીઓવેન વાળા સારા લેસ્લીના સહયોગમાં એ લખાએલ હતી.

This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk