સહવાસથી પ્રસરતા રોગનો પરિચય
An Introduction to Sexually Transmitted Diseases
સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસીઝીસ (એસટીડી STDs) શું હોય છે?
સેક્સ્યુઅલી ટ્રાન્સ્મીટેડ ડીસીઝીસ એવા રોગો છે જે સેક્સ દરમ્યાન શારીરિક સંપર્ક થકી પ્રસરે છે. તે વાયરસ, બેક્ટેરીઆ અને પેરાસાઇટને કારણે થાય છે. તે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઈન્ફેક્શન્સ (STIs) અથવા જૂના નામ વેનીરીઅલ ડીસીઝીસ (VD) તરીકે પણ ઓળખાય છે. સહવાસથી પ્રસરતા ઓછામાં ઓછા 25 વિભિન્ન રોગો છે. તેઓમાં સમાનતા એ છે કે તે યોનિ, ગુદા અને મુખ મૈથુન સહિતના સહવાસ સંપર્કથી પ્રસરે છે. આ પાના ઉપર ચર્ચા કરાએલ રોગો બધા STD ની સંપૂર્ણ સૂચિ નથી, ફક્ત જે વધુ પ્રચલિત છે તે આમાં છે. અમારી પાસે HIVપ્રસરવાની માહિતી સાથેના પાના પણ છે.
તમને STD છે તેવું તમે કઇ રીતે જાણી શકો?
કોઈપણ જે સેક્સ્યુઅલી એક્ટીવ હોય તેને STD થવાનું જોખમ હોઇ શકે છે. કેટલાંક STDs ને લક્ષણો હોઇ શકે, જેમકે જનનેન્દ્રિય સ્રાવ, પેશાબ વખતે દુઃખાવો અને જનનેન્દ્રિયનો સોજો અને બળતરા. ક્લેમીડીઆ જેવા ઘણાં STDs ઘણી વાર લક્ષણો રહિત હોઇ શકે છે. તેથી જ જો તમને લાગે કે તમે જોખમ ઉપર છો તો તમારે STDs ના સ્ક્રીન માટે સેક્સ્યુઅલ હેલ્થ ચેક-અપ કરાવવાનું સલાહ ભર્યું છે. ઘણીવાર STDs લક્ષણો દર્શાવવામાં લાંબો સમય લઇ શકે, અને આ સમય દરમ્યાન તમારો એ ચેપ અન્ય કોઇકને પણ લાગી જાય; પરીક્ષણ અને સારવાર કરાવવાની આવશ્યકતા આ કારણથી વધુ પુરવાર થાય છે. તમારે સહચર હોય, અને STD નું નિદાન કરાય તો એમ ન ધારી લેવાય કે તમારા સહચરે બેવફાઇ કરી છે. STDsનો ચેપ લાગ્યા બાદ એના લક્ષણો દેખાતા મહિનાઓ લાગી શકે છે.
તમે તમારી જાતને STDs થવાથી કઇ રીતે સંરક્ષી શકો ?
સંભોગ વખતે કોન્ડોમનો ઉપયોગ કરી સુરક્ષા જાળવવાથી, તેમ જ ખુદ તમારૂં તથા તમારા સહચરનું પરીક્ષણ કરાવી STDsનું જોખમ ઓછું કરી શકો છો. અધિક સહચરો જોડે સંભોગ કરવાથી STDનું જોખમ વધી જાય છે. જોખમ ઘટાડવાના અન્ય માર્ગો છે, જેમ કે, મુખ મૈથુન દરમ્યાન ડેન્ટલ ડેમ્સ અને કોન્ડોમ્સનો ઉપયોગ, સેક્સ ટોય્સ (સંભોગ ક્રીડા માટેના ઉપકરણો) ને ઉપયોગ બાદ સ્વચ્છ કરવા, સંભોગ કર્યા બાદ હાથ સાફ કરવા, તથા જનનેન્દ્રિયની સ્વચ્છતા વધુ જાળવવી.
તમને STD છે કે કેમ તે જાણવાનું શા માટે મહત્વપૂર્ણ છે ?
ઘણાં STDs અતિશય ચેપી હોય છે અને લાંબા ગાળાનું અથવા કાયમી નુકશાન પહોંચાડી શકે છે, જેમ કે સારવાર ન કરાય તો વાંઝિયાપણું કે નપુંસકતા લાવવા સહિતનું. ઘણાં STDs સહચરોને સરળતાથી પસાર થઇ શકે છે, અને કેટલાક STDs માતા દ્વારા તેના અજન્મ્યા બાળકને પણ પસાર થઇ શકે છે. STDs HIV ના પ્રસરવાને પણ સહાય કરી શકે છે.
STDs ની માર્ગદર્શિકા
બેક્ટેરીઅલ વેજીનોસીસ (BV) ખરેખર STD નથી કેમકે તે સંભોગ દ્વારા પ્રસરતો નથી. જોકે તે સેક્સ દ્વારા તીવ્ર બની શકે છે અને જેઓએ ક્યારેય સહવાસ માણ્યો નથી તેના કરતાં અવારનવાર સંભોગ માણતી સ્ત્રીઓમાં અધિકતર વધુ જોવા મળે છે. યોનિમાં મળી આવતા સામાન્ય સ્વસ્થ બેક્ટેરીઆના અસંતુલિત થવાના કારણે એ થાય છે અને જો કે તે પ્રમાણમાં હાનિરહિત છે અને નોંધાયા સિવાય પસાર થઇ જાય, તો પણ ક્યારેક માછલીના જેવી દુર્ગંધ વાળા અતિ સ્રાવને ઉત્પન્ન કરનાર હોઇ શકે. BV શાથી થાય છે તેનો કોઇ સ્પષ્ટ ખુલાસો નથી મળતો, પણ બનવાજોગ છે કે ક્ષારમય પ્રકૃતિનું વીર્ય પણ એક કારણ હોય, કેમ કે તે યોનિમાંના બેક્ટેરીઆની એસીડીક (તેજાબમય) પ્રકૃતિને અસંતુલિત કરે. અન્ય કારણ ઈન્ટ્રાયુટેરાઇન કોન્ટ્રાસેપ્ટીવ ડીવાઈસ (કોઇલ)નો ઉપયોગ પણ હોઇ શકે છે. સ્ત્રી પાસેથી પુરૂષને BV પ્રસરી શકતું નથી, પરંતુ તેણીએ સારવાર લેવી મહત્વપૂર્ણ છે કેમકે BV ક્યારેક ગર્ભાષય અને અંડકોષ-વાહિનીમાં પ્રવેશી અધિક ગંભીર ઈન્ફેક્શનનું કારણ બની શકે છે. BVના ઉપચાર માટે યોનિમાર્ગમાં ક્રીમ લગાડવાનું અને એન્ટીબાયોટીક્સ લેવાની હોય છે.
બેલેનાઇટીસ ને ચેપ તરીકે ન ગણતા, અવારનવાર ચેપના લક્ષણ તરીકે ઓળખાવાય છે. તે ખરેખર STD નથી, પરંતુ સંભોગ ક્રીડાનું પરિણામ છે. તે ફક્ત પુરૂષોને જ અસર કરે છે અને સામાન્ય રીતે શિશ્નના મથાળે સોજા રૂપે દેખા દે છે; સુન્નત ન કરાવેલ હોય તેવા પુરૂષોમાં એ વધુ દેખાય છે. તે અપુરતી સ્વચ્છતા, કોન્ડોમ અને સ્પર્મીસાઈડને લીધે આવતી ખંજવાળ, પરફ્યુમ વાળા પ્રસાધનોના ઉપયોગ અને ગુપ્તાંગના વરમને કારણે હોઇ શકે છે. અમુક પ્રસાધનોનો ઉપયોગ ટાળવાથી અને ઘૂમટી (foreskin) ની નીચે ધોવાથી એને રોકી શકાય છે. સોજા ઘટાડવા ક્રીમ અને જરૂર લાગે તો એન્ટીબોયોટીક્સથી સારવાર કરી શકાય છે.
ક્લેમીડીઆસર્વાધિક સામાન્ય સારવાર વાળું બેક્ટેરીઅલ STD છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો તે પાછળથી જીવનમાં ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. ક્લેમીડીઆ સ્ત્રીઓને યોનિમાર્ગ (સરવીક્સ)માં ચેપ લગાડે છે, જ્યારે સ્ત્રી-પુરૂષ બન્નેને મૂત્રમાર્ગ (યુરેથ્રા), ગુદામાર્ગ (રેક્ટમ) અને આંખોમાં ચેપ લાગી શકે છે. ચેપના લક્ષણો કોઇ પણ સમયે દેખા દે. મોટે ભાગે, ચેપ લાગ્યા બાદ 1 થી 3 સપ્તાહ દરમ્યાન દેખા દે છે. જો કે, ઘણાં લાંબા સમય સુધી લક્ષણો ન પણ પ્રગટે. ક્લેમીડીઆ વિશે અધિક શોધી કાઢો.
ક્રેબ્સ અથવા પ્યુબિક લાઇસ નાની, કરચલા આકારની પેરાસાઈટ છે જે વાળ ઉપર રહે છે અને રક્ત ચૂસે છે. તે પ્યુબિક હેર (ગુપ્તાંગના વાળ) ઉપર મોટે ભાગે રહે છે, પંરતુ બગલના વાળ, શરીર ઉપરના વાળ અને ચહેરાના વાળ જેવા કે આંખની ભ્રમરો ઉપર પણ મળી આવે છે. તે શરીરથી દૂર પણ રહી શકે છે, અને તેથી કપડાં, પથારી અને ટુવાલોમાં પણ મળી આવી શકે. તમને ક્રેબ હોય અને તે વિશે જાણતા ન હો, પરંતુ 2થી 3સપ્તાહ પછી, તમને થોડી ખંજવાળનો અનુભવ થાય. ક્રેબ્સ મુખ્યત્વે સંભોગ દરમ્યાન શરીરના સંપર્કથી પ્રસરે છે, પરંતુ તે કોઇક ક્રેબ્સ-ગ્રસ્તના કપડાં, ટુવાલો અથવા પથારી વાપરવાથી પણ પ્રસરી શકે છે. તેનાથી પોતાની જાતને બચાવવાનો કોઇ અસરકારક માર્ગ નથી પરંતુ તમે કપડાં અને પથારી ગરમ પાણીમાં ધોવા દ્વારા અન્યને સુરક્ષિત રાખી શકો છો. ફાર્માસીમાંથી લોશન લાવી શરીર ઉપર લગાવી પેરાસાઈટને મારી નાંખી શકાય. ગુપ્તાંગના વાળ કાઢી નાખવાથી ક્રેબ્સથી છૂટકારો થશે જ તેવું નથી.
એપીડીડીમાઇટીઝએ વૃષણની ઉપરની ટ્યૂબ સિસ્ટમ જ્યાં વીર્ય સંગ્રહીત હોય છે તે એપીડીડીમીઝના સોજાનું સૂચક છે. તે હંમેશા STDનું પરિણામ હોતું નથી, પરંતુ જો હોય તો, તે સામાન્ય રીતે ક્લેમીડીઆ અથવા પરમો હોવાને કારણે છે. સુજેલા તથા પીડાયુક્ત વૃષણો અને અંડકોષ એના લક્ષણો છે. આનાથી બચવાનો સર્વોત્તમ ઉપાય છે સંભોગ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ, કેમ કે ક્લેમીડીઆ અને પરમાથી બચવાનો આ સૌથી અસરકારક માર્ગ છે. એપીડીડીમાઇટીઝ પોતાની જાતે પ્રસરતો નથી, જો કે એપીડીડીમીટીઝ નું કારણ હોય એવા અન્ય કોઇ ચેપ પ્રસરી શકે છે (જુઓ ક્લેમીડીઆ અને પરમો–ગોનોરરીઆ વિભાગો). એના કારણભૂત ચેપનો એન્ટીબાયોટીક્સ વડે ઉપચાર કરવો એ જ એની સારવાર છે.
જેનીટલ હર્પીઝ હર્પીઝના સિમ્પ્લેકસ વાયરસ દ્વારા થાય છે. વાયરસ મોં, જનનેન્દ્રિયનો વિસ્તાર, ગુદાની આસપાસની ત્વચા અને આંગળીઓને અસર કરી શકે છે. એકવાર હર્પીઝનો પ્રથમ હુમલો સમાપ્ત થઈ જાય પછી, વાયરસ જ્ઞાનતંતુઓના રેસામાં છૂપાઈ જાય છે, જ્યાં તે, સંપૂર્ણપણે નિદાન-રહિત અને લક્ષણો ન દર્શાવતા રહે છે. ચેપ લાગ્યા પછીના એકથી 26દિવસોમાં લક્ષણો સૌ પ્રથમ દેખા દે છે અને બેથી ત્રણ સપ્તાહ સુધી રહે છે. સ્ત્રી-પુરૂષ બન્નેને એક કે વધારે લક્ષણો દેખા દેશે, જેમ કે ગુપ્તાંગ કે ગુદા વિસ્તારમાં ખંજવાળ કે ઝણઝણાટી, નાનાં-નાનાં પ્રવાહીયુક્ત ફોડલાં જે ફાટે અને નાના ગુમડા છોડે જે અતિશય પીડાદાયક હોય, પેશાબ જાવ અને તે કોઈક ખુલ્લા વ્રણ ઉપર થી પસાર થાય ત્યારે દુઃખાવો થાય, તેમ જ ફ્લુ જેવી માંદગી, પીઠનો દુઃખાવો, શિરદર્દ, ગ્રંથીઓનો સોજો, અને તાવ. જેનીટલ હર્પીઝવિશે અધિક શોધી કાઢો.
જેનીટલ વાર્ટ્સ નાની માંસપેશી હોય છે જે પુરૂષ કે સ્ત્રીના જનનાંગ વિસ્તારમાં ગમે ત્યાં ઊગી નીકળે છે. હ્યુમન પેપીલ્લોમા વાયરસ(HPV) નામે ઓળખાતા વાયરસને કારણે એ થાય છે. વાર્ટ જનનાંગો ઉપર, અથવા શરીરના વિવિધ ભાગો, જેવાકે હાથ ઉપર ઊગી નીકળી શકે છે. તમને જેનીટલ વાર્ટનો ચેપ લાગે ત્યાર બાદ સામાન્યરીતે જનનાંગો ઉપર લગભગ 1 અને 3 મહિનાની વચ્ચે દેખાય છે. તમને અથવા તમારા સહચરને ગુલાબી/સફેદ જેવી નાની ગાંઠ કે ફૂલકોબી-આકારની મોટી ગાંઠ જનનાંગ વિસ્તારમાં દેખાશે. યોનિઓષ્ટ, શિશ્ન, વૃષણકોશ કે ગુદાની આસપાસ પણ વાર્ટ થઇ શકે છે. તે એકલ અથવા સમુહોમાં પણ દેખા દઇ શકે છે. ખંજવાળ આવશે, પંરતુ સામાન્યરીતે એ પીડારહિત હોય છે. મોટે ભાગે અન્ય લક્ષણો હોતા નથી, અને વાર્ટ કદાચ નજરે ના પણ ચઢે. સ્ત્રીને તેના યોનિમાર્ગમાં વાર્ટ હોય તો જરા રક્તસ્રાવ થશે, અથવા, જવલ્લે જ, અસામાન્ય રંગનો યોનિ સ્રાવ થાય. જેનીટલ વાર્ટસ વિશે અધિક શોધી કાઢો.
ગોનોરરીઆ (પરમો) બેક્ટેરીઅલ ઈન્ફેક્શન છે. તે સહવાસથી પ્રસરે છે અને યોનિમાર્ગ મૂત્રનળી, ગુદામાર્ગ, ગુદા અને ગળાને ચેપ લગાડે છે. ચેપ લાગ્યા પછીના 1 થી 14 દિવસ સુધીમાં ગમે ત્યારે એના લક્ષણો દેખાય. એવું પણ બને કે ગોનોરરીઆનો ચેપ લાગ્યો હોય પણ લક્ષણો ન દેખાય. લક્ષણો દેખાવાની શક્યતા સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં અધિક હોય છે. ગોનોરરીઆ વિશે અધિક શોધી કાઢો.
ગટ ઈન્ફેકશન (જઠરનો ચેપ) સંભોગ દરમ્યાન પ્રસરી શકે છે. સર્વ સામાન્ય ચેપમાંના બે છે એમોબીઆસીસ અને ગીઆરડીઆસીસ. તે બેક્ટેરીઅલ ઈન્ફેકશન્સ (ચેપ) છે, અને તમારા જઠર કે આંતરડા સુધી પહોંચે ત્યારે તે ઝાડા અને પેટ દુ:ખવાનું કારણ બની શકે છે. જઠરનો ચેપ (ગટ ઈન્ફેકશન) જ્યારે કોઈ ચેપ લાગેલા સાથે સંભોગ કરવામાં આવે ત્યારે પસાર થાય છે, ખાસ કરીને, મળ સાથે સંલગ્ન પ્રવૃત્તિઓ વખતે, જેમ કે ઉત્તેજીત કરવું અને ગુદા મૈથુન. કોન્ડોમ, ડેન્ટલ ડેમ અથવા લેટેક્સ ગ્લવ્સના ઉપયોગ ચેપથી સંરક્ષણ આપી શકે છે. સેક્સ ટોય્સ (સંભોગ ક્રીડા માટેના ઉપકરણો) ના ઉપયોગ પછી એને સારી રીતે સ્વચ્છ કરવા જોઈએ અને મળ સાથેના કોઈ પણ સંપર્ક પછી હાથ ધોવા જોઈએ. મોટાભાગના ચેપમાં ઝાડા વિરોધી ઉપચારો પુરતા થઇ રહેશે, પરંતુ એન્ટીબાયોટીક્સ પણ વાપરી શકાય.
હેપેટાયટીસ થી યકૃતમાં સોજો થઇ આવે છે. હેપેટાયટીસ ઘણાં વિવિધ પ્રકારના હોય છે, એમાંથી હેપેટાયટીસ A, B અને C સૌથી વધુ જોવા મળે છે. આ દરેક વાયરસ જુદી જુદી રીતે અસર કરે છે. મદીરા અને કોઈક ડ્રગ્સ (ઔષધ) થી હેપેટાયટીસ થઇ શકે છે, પરંતુ સામાન્યરીતે તે વાયરલ ઈન્ફેકશનનું પરિણામ હોય છે. હેપેટાયટીસ વિશે અધિક શોધી કાઢો.
Molluscum (મોલસ્ક્મ) એ Molluscum Contagiosum Virus દ્વારા થનાર ત્વચા રોગ છે. તે ત્વચા ઉપર નાના ઢીમણાં રૂપે દેખાય છે, અને બે એક સપ્તાહ થી લઈ કેટલાક વર્ષો સુધી રહે છે. Molluscum ને લીધે સાથળ ઉપર, નિતંબ ઉપર, ગુપ્તાંગ ઉપર અને ક્યારેક ચહેરા ઉપર નાના, મોતી આકારના, ડાઘાના કદના ઢીમણાં થાય છે. સંભોગ દરમ્યાન શરીરના સંપર્ક અને ત્વચાથી ત્વચા સંપર્ક દ્વારા તે પ્રસરે છે. પ્રસરવાનું સંરક્ષણ કોન્ડોમના ઉપયોગથી, ચેપ વાળાની સાથે ત્વચાથી ત્વચાના સંપર્કને ટાળવાથી અને જ્યાં સુધી તેની સારવાર ન થઈ જાય ત્યાં સુધી તેની સાથે સંભોગ ટાળવાથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે. મોટે ભાગે તો Molluscum ની સારવાર નથી કરવી પડતી અને સમય જતાં તે અદૃશ્ય થઈ જાય છે. તેમ છતાં, તેને થિજાવી શકાય યા એના ઉપર રાસાયણિક રંગ લગાવી શકાય છે.
નોન-સ્પેસીફિક યુરેથ્રાયટીસ (NSU)પુરૂષની મૂત્રનળી (યુરેથ્રા) માં થતો સોજો છે. આ સોજો ઘણાં વિભિન્ન પ્રકારના ચેપને કારણે થઈ શકે છે, જેમાં ક્લેમીડીઆ અધિકાધિક સામાન્ય છે. સહવાસના મહિનાઓ અથવા ક્યારેક વર્ષો બાદ NSUનો અનુભવ થાય છે. NSU ના લક્ષણો છે: પેશાબ કરતી વખતે દુઃખાવ અથવા બળતરા, શિશ્નની ટોચે થી સફેદ/વાદળીયા પ્રવાહી જે વહેલી સવારમાં વધુ નોંધનીય છે, અને વારંવાર પેશાબની ખણસ. ઘણી વાર કોઈ લક્ષણો ન પણ હોય, પરંતુ તેનો અર્થ એ નહીં કે તમારા સહચર ને તમારો ચેપ પસાર નહીં થાય. NSU વિશે અધિક શોધી કાઢો.
સ્કેબીઝ એક અતિસૂક્ષ્મ, પરોપજીવી જીવાતને કારણે ત્વચા હેઠળ આ થાચ છે અને ખંજવાળનું કારણ બને છે. આ જીવાત એકદમ નાના હોચ છે અને આંખે જોઈ શકાતા નથી, અને ઘણાં લોકો જાણતા હોતા નથી કે તેઓ તે જીવાતના ભોગ બની ગયા છે. આ રોગ ખંજવાળનું કારણ બને, અને આ ચેપ પછીના 2 થી 6 સપ્તાહ દરમ્યાન શરૂ થઈ શકે. ચેપના ચિન્હો છે: હાથ, થાપા અને ગુપ્તાંગોની ત્વચા હેઠળ લાલ રંગની રેખાઓ. ચેપગ્રસ્ત થવાનો સર્વસામાન્ચ માર્ગ છે સહવાસ દરમ્યાન શરીરનો સંપર્ક; જો કે ચેપ ધરાવનારના ટુવાલ અને કપડાંનો ઉપયોગ કરવાથી પણ ચેપ લાગી શકે છે. આ માર્ગ જો કે અસામાન્ય છે. તમારી જાતને ચેપથી બચાવવાનો કોઈ અસરકારક માર્ગ નથી, પરંતુ તમારા કપડાં અને પથારી ગરમ પાણીમાં ધોવાથી તમે અન્યને ચેપ લાગવાથી બચાવી શકો છો. પરોપજીવી જીવાતને મારી નાખવા માટેના લોશન દવાવાળાને ત્યાંથી મળી શકે છે.
સીફિલીસ (ચાંદી) UKમાં સામાન્ય ચેપ નથી પરંતુ તે કેટલાંક અન્ય દેશોમાં અધિક સામાન્ય છે. તે એક બેકટેરીઅલ ચેપ છે. મોટેભાગે તે સંભોગથી પ્રસરે છે, પરંતુ ચેપગ્રસ્ત માતા દ્વારા તેના અજન્મ્યા શિશુને પણ પસાર થઈ શકે. સીફિલીસના લક્ષણો સ્ત્રી-પુરૂષ બન્નેમાં સમાન હોય છે. તે ઓળખવા મુશ્કેલ હોઈ શકે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સહવાસ સંપર્ક પછી દેખાવામાં 3 મહિના જેટલો સમય લઇ શકે છે. સીફિલીસના ઘણાં તબક્કા હોચ છે. પ્રાથમિક તબક્કો અને તે પછીનો તબક્કો અતિશય ચેપી હોચ છે. સીફિલીસ વિશે અધિક શોધી કાઢો.
થ્રશ,જેકેન્ડીઆસીસ તરીકે પણ ઓળખાય છે, તે ત્વચા ઉપર રહેતું યીસ્ટ છે અને તેને હાનિરહિત બેક્ટેરીઆ સામાન્ય રીતે અંકુશમાં રાખે છે. આ યીસ્ટની માત્રા જો વધી જાય તો સ્ત્રી-પુરૂષ બન્નેમાં ખંજવાળ, સોજો, ગડ-ગૂમડ અને સ્રાવનું કારણ બની શકે છે. સ્ત્રીઓને પેશાબ કરતી વખતે ઘાટો સ્રાવ અને દુઃખાવો થાય. પુરૂષોને એવો જ સ્રાવ શિશ્નમાંથી થાય અને ઘૂમટીને પાછી ખેંચવામાં મુશ્કેલી થાય. કોઇ ચેપ-ગ્રસ્ત સાથે સંભોગથી થ્રશ પસાર થઈ શકે. ઉપરાંત, નાયલોનના યા લાઇક્રાના અતિશય તંગ વસ્ત્રો પહેરો અથવા અમુક ખાસ એન્ટીબાયાટિક્સ લેતાં હો તો તેનાથી પણ થાય. ક્ચારેક કોઇ સ્પષ્ટ કારણ ના પણ હોય. સંભોગ વખતે કોન્ડોમ વાપરવાથી, તથા પુરૂષોએ તેમની ઘૂમટીની હેઠળ ધોવાથી આ રોગ પ્રસરવાનું અટકાવી શકાય છે. એન્ટી-ફંગલ ઉપચાર લેવાથી કે લગાવવાથી થ્રશની સારવાર થઇ શકે છે. થ્રશ ફરી ફરીથી પણ થઇ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં.
ટ્રીકોમોનાસ વેજીનોસીસ, ટ્રીક તરીકે પણ ઓળખાય છે જે સ્ત્રીના યોનિમાર્ગમાં અને પુરૂષની મૂત્રનળીમાં મળી આવતા પેરાસાઈટને કારણે થાય છે. ઘણી વાર તો કોઈ લક્ષણો હોતા નથી. જો લક્ષણો હોય તો, પુરૂષોને પેશાબ કરતી વખતે દુઃખાવો તથા સ્રાવ અને સ્ત્રીઓમાં સંભોગ વખતે કે પેશાબ કરતી વખતે દુઃખાવો, અને યોનિઓષ્ટમાં બળતરા. ચેપ વાળી વ્યક્તિ સાથે મુખ, ગુદા અથવા યોનિ મૈથુન કરવાથી આ રોગ સામાન્ય રીતે પ્રસરવા પામે છે. સારવાર એન્ટીબાયોટીક્સથી થાયછે, અને આ ચેપ ફરી ફરીને ન લાગવો જોઈએ.
આ પાના ઉપર આપેલમાહિતીકોઈ નિષ્ણાતની તબીબી સલાહની જગા ના જ લઇ શકે, અને એવો આશય પણ નથી. તમને કોઈચિંતા હોચ તો તમારા સ્વાસ્થ્ય સલાહકારને પૂછો.
Avert.orgમાં સંખ્યાબંધ અન્ય STD-વિષયક પાનાછે.
This document was provided by AVERT, last updated July 26, 2005 . www.avert.org.uk