Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

વૃદ્ધલોકો માટે સ્વાસ્થ્ય મુલ્યો સાથેની સહાય
Help with health costs for older people

જેઓ નિમ્ન આવકે નિવૃત્ત થયાં છે પરંતુ પેન્શન ક્રેડિટના ઘટક ‘ગેરેન્ટી ક્રેડિટ‘ માટે યોગ્યતા ધરાવતા નથી તેવા લોકો NHS દંત ચિકિત્સા, ચશ્મા અને હોસ્પિટલ સુધીની મુસાફરીના મુલ્ય માટે કોઇ સહાય હોય તો તેની પુછપરછ એજ કન્સર્નને કરે છે.

નોંધ: જો તમે પેન્શન ક્રેડિટના ઘટક ‘ગેરેન્ટી ક્રેડિટ’ પ્રાપ્ત કરતાં હોવ તો તમે યોગ્યતા ધરાવશો, અને સ્વાસ્થ્ય લાભ વિભાગને અગલથી આવેદન કરવાની આવશ્યકતા નથી, તે માટે -

  • મફત NHS દંત ચિકિત્સા;
  • ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સના મુલ્યની તરફના વાઉચર્સ;
  • હોસ્પિટલ અને NHS ચિકિત્સા તરફની આવશ્યક મુસાફરીના મુલ્યોની પુનઃ ચુકવણી.

આ માહિતી પત્ર નિમ્ન આવક વાળા પરંતુ જેની રકમ તમને પેન્શન ક્રેડિટના ઘટક ‘ગેરેન્ટી ક્રેડિટ‘ પ્રાપ્ત કરવાને યોગ્ય કરવાથી વધી જતી હોય તે લક્ષમાં રાખે છે. તે વર્ણવે છે કે કઇ રીતે નિમ્ન આય યોજના NHS દંત ચિકિત્સા, ચશ્મા અને NHS ચિકિત્સા માટે હોસ્પિટલની મુસાફરીના મુલ્ય તરફે સહાય કરી શકે.

વૃદ્ધ લોકો માટે મફત NHS સેવાઓ

જેઓ 60 કે તે ઉપરાંતના છે તેમને માટે નીચેની સેવાઓ મફત છે:

  • NHS પ્રિસ્ક્રીપશન્સ
  • NHS દૃષ્ટિ પરીક્ષણો
  • NHS દંત ચકાસણી જો તમે વેલ્સમાં રહેતાં હોવ તો.

કોઇ પણ જેને સાંભળવાની નિર્બળતા હોય તે NHS શ્રાવ્ય સહાયતા મફત ધિરાણ ઉપર પ્રાપ્ત કરવા યોગ્ય છે. જો તમને તમારા સાંભળવા સંબંધી કાંઇ હોય અને માનતા હોવ કે તમે તમારા શ્રાવ્ય પરીક્ષણ દ્વારા લાભ મેળવી શકો છો તો તમારા જીપી સાથે વાત કરો.

NHSનિમ્ન આય યોજના

આ યોજના સહાય કરવા શકય બને જો તમે હાલમાં ને માટે ચૂકવો તો:

  • NHS દંત ચિકિત્સા;
  • ચશ્મા કે કોન્ટેક્ટ લેન્સ;
  • જ્યારે હોસ્પિટલ સલાહકારની કાળજી હેઠળ હોવ NHS ચિકિત્સા અને તપાસ કરાવવા માટે હોસ્પિટલ આવવા જવાની મુસાફરીના મુલ્યો.

તમે યોગ્ય હોઇ શકો જો તમે અને / અથવા તમારા સાથી ધરાવતા હોવ

  • નિમ્ન આય
  • £12,000 થી અધિક નહિ (£8000 જો તમે 60 થી નીચેના હોવ) એવી મૂડી.
  • જો તમે કાયમી રીતે કાળજી ગૃહમાં હોવ તો, £20,000 થી અધિકની ન હોય તેવી મૂડી.
  • કૃપા કરી નોંધ લો કે જો તમારે સાથી હોય તો, તેની પાસેની કોઇપણ મૂડી ક્યાસ વખતે તમારી પાસેની સાથે ગણાશે.

* મૂડી રોકડ અથવા ટપાલ કચેરી બેન્ક કે બિલ્ડિંગ સોસાયટીના ખાતામાં નેશનલ સેવિંગ્સ સર્ટીફિકેટ્સ, પ્રિમિયમ બોન્ડ્સ, શેર, યુનિટ ટ્રસ્ટ કે અન્ય રોકાણો અને તમે કોઇ મિલકત ધરાવતા હો પરંતુ તમે જે ઘરમાં રહેતા હો તે નહિ નો સમાવેશ કરે છે.

જો તમે માનતા હોવ કે તમે સહાય માટે યોગ્યતા ધરાવતા હોવ તો કઈ રીતે આવેદન કરવું

તમારા દંતચિકિત્સક, ઓપ્ટીશીયન કે સ્થાનિક સોશિયલ સિક્યોરિટી ઓફિસ પાસે જાવ કે જ્યાં તમારી ચિકિત્સા થાય છે તે હોસ્પિટલમાં જાવ અને HC1 ફોર્મ માટે કહો (જેમાં સ્ટેમ્પ વા સરનામા વાળા પરબિડિયાનો સમાવેશ કરે છે). બધા જ દંત ચિકિત્સકો અને ઓપ્ટિશીયન્સ પાસે ફોર્મ ન હોય પરંતુ ઘણાં પાસે હોય છે.

જો તમે જોડામાં હોવ અને માનતા હોવ કો તમે બન્ને સહાય માટે યોગ્ય છો તો, ફક્ત એક જ ફોર્મ ભરો. તમારા બન્નેમાંથી એક ફોર્મ ઉપર સહી કરી શકે. જો તમે બન્ને યોગ્યતા ધરાવતા હોવ તો સ્વાસ્થ્ય લાભ વિભાગ દરેક વ્યક્તિને માટે પ્રમાણપત્ર મોકલશે.

HC1 ફોર્મ ને 15 પાના હોય છે. જોકે તમારે બધા જ વિભાગો નથી ભરવાના હોતા, કેમકે તે જ ફોર્મ નિવૃત્ત વ્યક્તિ, કાર્યરત લોકો કે વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે.

0845 610 1198 ઉપર ફોન કરી વિશાળ પ્રતિ ઉપલબ્ધ છે.

સહી કરાએલ અને પૂર્ણ કરાએલ HC1 ફોર્મ પુરા પડાએલ અગાઉથી ચૂકવાએલ પરબિડિયામાં પરત કરો. અત્યાર સુઘી દાવાના સોદા હેલ્થ બેનીફીટ્સ ડિવિઝન સાથે થતા. તેઓ હવે પ્રિસ્ક્રીપ્શન પ્રાઇઝીંગ ઓથોરીટી (PPA) ના સાથે સોદા પતાવે છે. જો તમારૂં અગાઉથી ચુકવાએલ (પ્રિપેડ) પરબિડીયું કહે ’હેલ્થ બેનીફીટ્સ ડિવીઝન’, તે પુન-નિર્દેશીત કરાશે. તેમના તરફથી તમારૂં ફોર્મ તેઓ પ્રાપ્ત કરેની તારીખના 15 દિવસમાં તેઓ તરફથી તમે સાંભળશો. જો તમે આ સમયમાં ન સાંભળો કે કોઇ પ્રશ્નો હોય તો, તમે PPA હેલ્થલાઇનને 0845 850 1166 ઉપર ફોન કરી શકો છો (સ્થાનિક કોલ દર). તમે તેમને Sandyford House, Newcastle upon Tyne, NE2 1DB પર પણ લખી શકો છો.

તમારા આવેદનની પ્રતિક્રિયામાં, તમને મોકલાશેઃ

  • HC2 પ્રમાણપત્ર
  • અથવા HC3 પ્રમાણપત્ર
  • અથવા તમે આ યોજના દ્વારા યોગ્યતા કેમ ધરાવતા નથીનું વર્ણન.

HC2 પ્રમાણપત્ર પ્રમાણપત્ર ઉપરના નામ વાળી વ્યક્તિને તોઓના NHS દંત ચિકિત્સાના મુલ્યો, ચશ્માના મુલ્ય માટેના મહત્તમ મુલ્યના વાઉચર્સ અને જ્યારે NHS હોસ્પિટલ સલાહકારની કાળજી હેઠળ હોસ્પિટલ આવવા જવાના મુસાફરીના વ્યાજબી મુલ્યો માટે યોગ્યતા ધરાવો છો.

HC3 પ્રમાણપત્ર પ્રમાણપત્ર ઉપરના નામ વાળી વ્યક્તિને ઉપરના સાથે મર્યાદિત સહાય કરે છે. પ્રમાણપત્ર તમને ચૂકવાનારા NHS દંત ચિકિત્સા, ચશ્માના મુલ્ય તરીકે NHS હોસ્પિટલ સલાહકારની કાળજી હેઠળ હોવ ત્યારે હોસ્પિટલ આવવા જવાના પરિવહન તરફથી મહત્તમ રકમ દર્શાવશે.

પ્રમાણપત્ર સામાન્યરીતે 12 મહિના સુધી ચાલે છે.

જ્યારે તમે દંત ચિકિત્સક (ડેંટીસ્ટ) કે ઓપ્ટિશીયનની મુલાકાત લો કે ચિકિત્સા માટે હોસ્પિટલની મુસાફરી કરી હોય ત્યારે શું કરવુ

દંત ચિકિત્સક (ડેન્ટીસ્ટ)

જ્યારે તમે મુલાકાતનો સમય લો ત્યારે રિશેપ્શનીસ્ટ ને કહો કે તમે NHS ચિકિત્સા ઈચ્છો છો અને તમારી પાસે HC2 કે HC3 પ્રમાણપત્ર હોય તો તેઓને જણાવો, તમારૂં પ્રમાણપત્ર તમારી સાથે લઈ જાવ અને જ્યારે તમે તમારી મુલાકાત માટે પહોંચો ત્યારે રિસેપ્શનીસ્ટને દેખાડો.

જો તમારી પાસે HC2 પ્રમાણપત્ર હોય- તમને ફોર્મ હસ્તાક્ષરીત કરવા કહેવાશે તે કહેવા કે તમારી ચિકિત્સા પુરી થઇ પરંતુ શુલ્ક નહિ લેવાય.

જો તમારી પાસે HC3 પ્રમાણપત્ર હોય- તમને હસ્તાક્ષર કરવા કહેવાશે તે કહેવા કે તમારી ચિકિત્સાપૂર્ણ થઇ. ત્યાર પછી તમારે કાંતો પ્રમાણપત્ર ઉપર દેખાતી રકમ અથવા HC2 or NHS ચિકિત્સા માટે ખરેખરું શુલ્ક કે મહત્તમ શુલ્ક જે તમે ચુકવી શકો - જે ઓછું હોય તે ચૂકવશો. દા.ત. જો તમારૂં પ્રમાણપત્ર કહે તમારે £30 ચૂકવવા જોઇએ અને ચિકિત્સા મુલ્યો £45 હોય તો તમારે ફકત £30 ચૂકવવાના રહેશે.

ઓપ્ટિશીયન (ચશ્મા બનાવનાર)

સાધારણ પુખ્ત વસ્તીના દૃષ્ટિ પરીક્ષણો દર 2 વર્ષે હાથ ધરાવા જોઇએ પરંતુ જેઓ 70 ની ઉપરાંતના છે નું દૃષ્ટિ પરીક્ષણ દર વર્ષે થવું જોઇએ. તમારા દૃષ્ટિ પરીક્ષણની વારંવારતા વિશે તમારા ઓપ્ટિશીયન સાથે ચર્ચા કરો.

બધા જ ઓપ્ટિશીયન્સ NHS દૃષ્ટિ પરીક્ષણો પ્રસ્તુત કરતાં નથી, કેટલાંક ફક્ત ખાનગી પરીક્ષણો પ્રસ્તુત કરશે, તેથી ઉપલબ્ધ NHS દૃષ્ટિ પરીક્ષણ વિશે જ્યારે તમે ફોન કરો ત્યારે તપાસો. NHS દૃષ્ટિ પરીક્ષણ 60 અને ઉપરાંતનાઓ માટે મફત છે. ઓપ્ટિશીયન સાથે ચોક્કસ કરો કે પરીક્ષણ આંખના રોગો જેને માટે વૃદ્ધ લોકો ગ્રહણશીલ હોય છે જેવા કે ગ્લુકોમા, ડાયાબેટીક રેટીનોપથી (ડાયાબીટીઝ ની મુધપ્રમેહ જટીલતાઓ) અને એજ-રીલેટેડ મસ્ક્યુલર ડીજનરેશન (AMD) ના આવશ્યક પરીક્ષણોનો સમાવેશ છે કે કેમ.

જો તમે માંદગી કે અસમર્થતાને કારણે ઓપ્ટિશીયનની મુલાકાત લેવા અસમર્થ હો તો મફત NHS દૃષ્ટિ પરીક્ષણ ઘર પર કરવાનું શક્ય છે. જો કે બધાં ઓપ્ટિશીયન આવી હોમ સર્વીસ નથી આપતા.

જ્યારે તમે તમારૂં NHS દૃષ્ટિ પરીક્ષણ નોંધાવો ત્યારે રિસેપ્શનીસ્ટને જણાવો કે તમારી પાસે નવા ચશ્માના મુલ્ય સાથે સહાયનું પ્રમાણપત્ર છે.

તમારી આંખના પરીક્ષણ બાદ ઓપ્ટિશીયન પરીક્ષણના પરિણામો દર્શાવતું પ્રિસ્ક્રિપ્શન અને તમારે આવશ્યક લેન્સના પ્રકાર લખશે. તમે પ્રિસ્ક્રિપ્શનની તમારી પોતાની પ્રતિ માગી શકશો.

જો તમે ચશ્માના મુલ્ય તરફથી સહાય માટેની યોગ્યતા ધરાવતા હશો તો તમને ઓપ્ટિકલ વાઉચર અપાશે. જો તમે ચશ્માની બે અલગ જોડ ચાહતા હો તો - એક વાંચન માટે અને એક અંતર માટે - તમે બે વાઉચર્સ માટે યોગ્ય છો.

તમારે તમારાં ચશ્મા જે ઓપ્ટિશીયને તમારી આંખના પરીક્ષણો કર્યા છે તેમની પાસેથી ખરીદવાના હોતા નથી. તમે તમારી પસંદગીના ઓપ્ટિશીયન પાસે પ્રિસ્ક્રિપ્શન લઇ જઇ શકો છો. જો તમે તમારા NHS દૃષ્ટિ પરીક્ષણ સમયે અને તમારા અલગ ઓપ્ટિશીયન પાસેથી ચશ્મા ખરીદતી વખતે તમારૂ વાઉચર ન મેળવ્યું હોય તો, તમારે ઓપ્ટિશીયનને તમારા ચશ્મા વાઉચર માટે પુરા પાડવાં વિશે કહેવાની આવશ્યકતા છે. જો આ ઓપ્ટિશીયન NHS દૃષ્ટિ પરીક્ષણો ન કરતો હોય તો તેની પાસે વાઉચર ફોર્મ્સ નહી હોય. તેથી તમારે તમારૂં વાઉચર ફોર્મ જે ઓપ્ટિશીયને તમારૂં NHS દૃષ્ટિ પરીક્ષણ કર્યું હોય તેની પાસેથી લેવાનું રહે છે.

વાઉચરનું મુલ્ય તમારી લેન્સીસની આવશ્યકતાના પ્રકાર ઉપર આધારિત છે - મજબૂત લેન્સીસ, વાઉચરનું મુલ્ય ઊંચું. વાઉચર સિંગલ દૃષ્ટિ અથવા બાયફોકલ, વેરીફોકલ અથવા કોન્ટેક્ટ લેન્સીસ માટેના હોઇ શકે.

જો તમારી પાસે HC2 પ્રમાણપત્ર હોય- તમે તમારા પ્રકારના લેન્સના પુરા મુલ્યના વાઉચરને પાત્ર હોવ. જો ચશ્મા નું મુલ્ય વાઉચરના મુલ્ય કરતાં અધિક હોય તો તમારે તફાવત તમારી જાતે ચૂકવવાનો રહે.

જો તમારી પાસે HC3 પ્રમાણપત્ર હોય- તે તમારે તમારાં ચશ્માના મુલ્યની મહત્તમ રકમનો સહયોગ આપવાનું સૂચવશે. દા.ત. જો પ્રમાણપત્ર કહે તમારે £15 સહયોગ આપવો જોઇએ અને તમારાં વાઉચરનું મુલ્ય £46.50 હોય, તમને તમારાં ચશ્માના મુલ્ય પ્રતિ £31.50 ની છૂટ અપાય.

વાઉચર યોજના હેઠળ ચશ્માના સમારકામ કે ફેરબદલના મુલ્ય માટે સહાય

જો માંદગીને પરિણામે ગુમાવવાનું કે નુકશાન થવાનું બને તો, તમારા ઓપ્ટિશિયન સાથે વાત કરો. જો તમારી પાસે HC2 કે HC3 પ્રમાણપત્ર હોય તો સહાયતા મેળવવાનું શક્ય બને.

સાધારણ ઘસારો અને અકસ્માતિક નુકશાન આવરવામાં નહી આવે. તેથી વેચાણ પછીની સેવા કે સમારકામ કે ફેરબદલને માટે કોઇ ગેરેન્ટીનો યા વિમાની વ્યવસ્થાનો લાભ લેવાનું સલાહ ભર્યું છે.

હોસ્પિટલનું પરિવહન

જો તમારી પાસે HC2 કે HC3 પ્રમાણપત્ર હોય તો, હોસ્પિટલ લાગતાવળગતા મુસાફરી મુલ્યને ભરપાઇ કરવા જવાબદાર છે. તેથી તમે મુસાફરી કરો તે અગાઉ જો તમને તમારા સહાય પાત્ર હોવા વિશે કોઇ પ્રશ્ન હોય તો તેમની સાથે વાત કરો.

જો, ચિકિત્સકીય કારણો માટે, તમારે તમારી સાથે કોઇ મુસાફરી કરનારની આવશ્યકતા હોય તો, તમારા પ્રાવસી સાથીના ખર્ચાઓનો દાવો ફક્ત જયાં તેઓ ચિકિત્સક કે ઉચિત સ્વાસ્થ્ય કાળજી વ્યવસાયીના મતે આવશ્યક હોય ત્યાંજ માન્ય રખાશે. મુસાફરી અગાઉ આવશ્યક મંજૂરીની હંમેશા ખાતરી કરો. કૃપા કરી આ પ્રમાણપત્ર જો તમે કોઇ દરદીની હોસ્પિટલમાં મુલાકાત લેવા જાવ ત્યારે લાગુ પડતું નથી.

જ્યારે તમારે મુસાફરીની આવશ્યકતા હોય ત્યારે તમારો હેતુ ઉપલબ્ધ સાધનોમાંના સસ્તામાં સસ્તી મુસાફરીનો હોવો જોઇએ. હોસ્પિટલ નિર્ણય કરશે કે શું આવશ્યક છે. તેઓ જાહેર પરિવહન ખાનગી કારના ઉપયોગને બળતણ મુલ્યોના આઘારે, સ્વયંસેવી કાર યોજનાઓના ઉપયોગને ગણતરીમાં લેશે. ટેક્સીઓ અપવાદરૂપ રહેશે. જો ટેક્સી જ એક એવું પરિવહન પ્રકાર દેખાતું હોય જે તમે ઉપયોગમાં લઇ શકો તેવું લાગતું હોય તો, તમે મુસાફરી કરતાં અગાઉ હોસ્પિટલ સાથે તેની ચર્ચા કરો.

જો તમે તમારા પરિવહન માટેની ચૂકવણી કરવામાં મુશ્કેલી અનુભવો તો હોસ્પિટલ સાથે વાત કરો અને પછી દાવો કરો. તેઓ ચૂકવણી આગોતરા મોકલવાનું માન્ય કરી શકે.

હંમેશા તમારા HC2 કે HC3 પ્રમાણપત્રને પાત્રતાના પુરાવા તરીકે તમારી સાથે રાખો.

HC2 પ્રમાણપત્ર તમને વ્યાજબી મુલ્યોના સંપૂર્ણ વળતરને પાત્ર બનાવે.

HC3 પ્રમાણપત્ર તમે દર વખતે હોસ્પિટલમાં હાજર થાવ ત્યારે તમારે પરિવહનના મુલ્યોમાં કેટલુંક સહયોગ આપવું જોઇએ તે સૂચવશે. દા.ત. HC3 સૂચવે તમારે £10 ચૂકવવા અને તમારા મુલ્યો £15 હોય તો, હોસ્પિટલ £5 ભરપાઇ કરશે.

જો તમોએ પાછલા 3 મહિનામાં ચિકિત્સા માટે ચૂકવણી કરી હોય અને વિચારો કે તમને આ યોજના દ્વારા સહાયની પાત્રતા મળવી જોઇએ

જો તમારા નાણાંકીય સંજોગો તમે દંત ચિકિત્સા, નવા ચશ્મા કે હોસ્પિટલ પરિવહન માટે ચૂકવ્યું હોય ત્યારથી બદલાયા ન હોય તો, તેવા સમયે તમે વળતર માટે દાવો કરી શકો કેમકે તમોએ HC1 આવેદન પત્રક પરત કર્યું છે. HC5 વળતર પત્રક માટે કહો અને તમારા આવેદન સાથે સંલગ્ન કરો. દંત ચિકિત્સક, ઓપ્ટિશીયન કે હોસ્પિટલ પાસે HC5 ફોર્મની પ્રતિ હોઇ શકે. હેલ્થ બેનીફીટ્સ ડિવિઝન તમે યોજના દ્વારા સહાયને માટે પાત્ર છો કે કેમ તેનો ક્યાસ કાઢશે અને તમે કોઇ વળતર મેળવી શકશો કે કેમ તે તમને જણાવશે.

વળતર માટેનો દાવો કરવાની સમય મર્યાદા 3 મહિના છે. આ સમય મર્યાદા જો દાવો કરવામાં મોડુ થવાના સંજોગો અપવાદરૂપ હોય તો વધારી શકાય છે.

નોંધ

કેટલાક લોકો જેઓ નિવૃત્તિ પછીના સમયમાં પણ કાર્યરત હોય તો તેઓ વર્કીંગ ટેક્સ ક્રેડિટ માટે દાવો કરવા સમર્થ હોઇ શકે. કેટલાક સંજોગમાં તેઓ સ્વાસ્થ્ય મુલ્યો સાથે સહાય મેળવી શકે. અધિક માહિતી માટે ટેક્સ ક્રેડિટ હેલ્પલાઇન 0845 300 3900 ને ફોન કરો કે 0845 300 3909મીનીકોમ. બન્ને સ્થાનિક કોલ દરના નંબરો છે.

જો તમે આ માહિતી મોટા મુદ્રણમાં મેળવવા ઈચ્છતા હો તો,

0800 00 99 66 ને (મફત) ફોન કરો યા Age Concern FREEPOST (SWB 30375), Ashburton, Devon TQ13 7ZZ ને લખો.

એજ કનસર્ન ઈંગ્લેન્ડ વિશે અધિક ઓનલાઈન પર શોધી કાઢો.

www.ageconcern.org.uk

કૃપા કરીને નોંધ કરો કે આ ફેક્ટશીટમાં નામ અપાએલી સંસ્થાઓ, કંપનીઓ, ઉત્પાદનો, સેવાઓ કે પ્રકાશનો એજ કનસર્ન દ્વારા ભલામણ કે માન્યતાને બાંધતી નથી. માહિતિની સત્યતા જાળવવા માટે બનતા પ્રયાસ કરાય છે, છતાં કોઇ ભૂલ-ચૂક માટે એજ કનસર્નને જવાબદાર ના ગણી શકાય.

બધા જ હક્કો અનામત છે. આ પત્રિકા આખી કે ભાગરૂપે કાપકુપના રૂપમાં, એજ કનસર્ન ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ગ્રુપ્સ દ્વારા એજ કન્સર્ન ઈંગ્લેન્ડની ઓળખ વતી પુનઃઉત્પાદિત કરી શકાશે. અન્ય પુનઃઉત્પાદનની કોઇપણ સ્વરૂપમાં એજ કન્સર્ન ઈંગ્લેન્ડના આગોતરા લેખિત કરાર સિવાય પરવાનગી અપાશે નહી.

This document was provided by Age Concern, May 2005. www.ageconcern.org.uk