Skip Navigation | Accessibility

information, advice, guidance and learning materials in community languages

ઓટીઝમ શું છે?
What is autism?

જો કે તે પ્રથમવાર 1943 માં ઓળખાવાઇ, ઓટીઝમ હજી પણ અજાણી અસમર્થતા સંબંધની છે. ઑટીસ્ટિક સ્પેક્ટ્રમ ડિસઓર્ડર્સ યુકે ભરમાં અંદાજે 500,000 ઉપરાંતના પરિવારોના જીવનને સ્પર્શ કરે છે.

ઓટીઝમ સાથેના લોકો શારીરિક રીતે સીરેબ્રલ પાલ્સી સાથેના લોકો હોય તેમ અસમર્થ હોતા નથી, તેઓને વ્હીલ ચેરની આવશ્યકતા હોતી નથી અને તેઓ કોઇપણ અસમર્થતા સિવાયની વ્યક્તિની જેમ જ દેખાય છે. આવા ન દેખાતી પ્રકૃતિના હોવાના કારણે તેની જાગૃતતા રચના અને પરિસ્થિતિની સમજણ અતિશય કઠણ હોય છે.

કારણકે ઓટીસ્ટીક બાળક ‘સામાન્ય’ દેખાય છે અન્ય ધારે છે કે તે તોફાની છે કે માતાપિતા બાળકને કાબુમાં રાખતાં નથી. અજાણ્યા અવારનવાર આના પર ‘નિષ્ફળ’હોવાની ટીકા કરે છે.

કાળજી રાખનાર

ઓટીઝમ શું છે?

ઓટીઝમ આજીવન વિકાસ પામતી અસમર્થતા છે જે વ્યક્તિના તેની આસપાસના લોકો સાથે વાતચીત કરવા અને સંબંધ સાધવામાં અસર કરે છે. ઓટીઝમ સાથેના બાળકો અને પુખ્ત વયના અન્યોને અન્યોને અર્થપૂર્ણ રીતે સંબંધ સાધવામાં મુશ્કેલી થાય છે. તેઓને મિત્રતા વિકસાવવાની સમર્થતા સામાન્ય રીતે મર્યાદિત હોય છે જેમ તેઓની અન્ય લોકોના લાગણીશીલ હાવભાવને સમજવાની સમર્થતા હોય છે તેમ.

ઓટીઝમ સાથેના લોકો અવારનવાર શીખવાની અસમર્થતા ધરાવતા હોય છે પરંતુ આ પરિસ્થિતિ વાળા દરેક, સમાજને સમજવામાં મુશ્કેલી અનુભવે છે.

આમાં એસ્પરજર સિન્ડ્રોમ નામે ઓળખાતી પિરસ્થિતિ પણ હોય છે જે ઓટીઝમનો એક પ્રકાર છે અને ઓટીસ્ટીક સ્પેક્ટ્રમના ઊંચા સ્તરે હોય તેવા લોકોને વર્ણવવામાં આવે છે. અધિક માહિતી માટે એસ્પરજર સિન્ડ્રોમ શું છે? નામનું અમારૂં પરિપત્ર જુઓ.

ઓટીસ્ટીક વ્યક્તિની વાસ્તવિકતા અસમંજસ કારી, પ્રસંગો, લોકો, સ્થાનો, અવાજો અને દૃષ્યોને પરસ્પર જોડતી હોય છે. તેમાં કોઇપણ વસ્તુનો સ્પષ્ટ વાડો, ગોઠવણ કે અર્થ હોતાં નથી. મારા જીવનનો મોટો ભાગ ફક્ત બધા બનાવ પછવાડેની આકૃતિ શું છે તે શોધવા માટેનો પ્રયત્ન કરવામાં જ વિત્યો છે.’

ઓટીઝમ વાળી વ્યક્તિautism?

ઓટીઝમના લક્ષણો કયા છે?

ઓટીઝમ સાથેના લોકો સામાન્ય રીતે મુશ્કેલીના મુખ્ય ત્રણ ક્ષેત્રનો અનુભવ કરતા હોય છે, આ ગુણહાનિ ની ત્રિપુટી તરીકે ઓળખાય છે.

  • સામાજીક સંકલન (સામાજીક સંબંધો સાથેની મુશ્કેલી, દાખલા તરીકે અન્ય લોકોથી અતડા અને અલગ દેખાવુ).
  • સામાજીક વાતચીત (મૌખિક અને અમૌખિક વાતચીતમાં મુશ્કેલી, દાખલા તરીકે સામાન્ય ધારણાનો અર્થ, ચહેરાના હાવભાવ કે અવાજનો લહેકો પૂર્ણરીતે ન સમજવો).
  • કલ્પના (વ્યક્તિઓ વચ્ચેનું વર્તન અને કલ્પનાને વિકસાવવામાં મુશ્કેલી, દાખલા તરીકે કાલ્પનિક ગતિવિધિઓની મર્યાદિત શ્રેણી હોવી, શક્યતઃ નકલ કરાએલ અને એક જ ઢબની અને પુનરાવૃત્તિથી અનુસરાએલ).

આ ત્રિપુટી ઉપરાંત, પુનરાવર્તક વર્તણૂંક પ્રકારો અને નિયમિતતામાં ફેરબદલ અવારનવાર લાક્ષણિક હોય છે.

ઓટીઝમના કારણો શું છે?

ઓટીઝમનું ખરેખરું કારણ કે કારણો અજાણ્યા છે પરંતુ સંશોધન દર્શાવે છે કે વારસો મહત્વપૂર્ણ પાસું છે. સંશોધન દ્વારા એવા પુરાવા પણ છે કે જન્મ અગાઉ, દરમ્યાન કે જન્મ પછી ખૂબ જ તરતજ ઉદભવ પામતી અને મગજને અસર કરતી ઘણી બધી વિવિધ પરિસ્થિતિઓ સાથે ઓટીઝમ જોડાએલ હોઇ શકે.

નિદાન

ઓટીઝમનું નિદાન જેટલું જલદી થાય તેટલુ વ્યક્તિને ઉચિત સહાય અને આધાર મેળવવાની તકો સારી હોઇ શકે છે.

ઓટીઝમ વાળા લોકોને સહાય કરી શકાય?

નિષ્ણાત શિક્ષણ અને માળાખાગત આધાર ઓટીઝમ વાળી વ્યક્તિના જીવનમાં ખરેખર ફરક લાવી શકે છે, તેને મહત્તમ કુશળતા અને પુખ્ત વયે પૂર્ણ સક્ષમતામાં સહાયક બને.

નેશનલ ઓટિસ્ટીક સોસાયટી

નેશનલ ઓટોસ્ટીક સોસાયટીની સ્થાપના 1962 માં થઈને UK માં ઓટીઝમ વાળાલોકો અને જેઓ તેમની કાળજી રાખે છે તેને માટે અત્યંત મહત્વપૂર્ણ સંગઠન રૂપે ઉછરી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માપદંડોને આગળ વધારતી અને ઓટીઝમ માટે સખત અવાજ ઉઠાવે છે. આ સંસ્થા ઓટીઝમ વાળા લોકોને તેમનું જીવન શક્ય તેટલી સ્વતંત્રતાથી જીવવા સહાય કરવા ઘણાં ક્ષેત્રોમાં કાર્ય કરે છે.

આજે The NAS:

  • શિક્ષણ અને પુખ્ત વયના લોકો માટે કેન્દ્રો ચલાવે છે
  • લોકલ ઑથોરિટીને તેમની પોતાની નિષ્ણાંત સેવાઓ વિકસાવવામાં સાથ આપે છે
  • પુસ્તકો અને ચોપાનિયા પ્રકાશિત કરે છે
  • પુસ્તકાલય ધરાવે છે જે માતાપિતાઓ અને સંશોધકો મુલાકાત નક્કી કરી ઉપયોગમાં લઈ શકે છે
  • માતાપિતાઓ, કાળજી રાખનારાઓ અને ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડિસઓર્ડર્સ વાળા લોકો માટે ઓટીઝમ હેલ્પલાઇન ચલાવે છે
  • સંમેલનો અને પ્રશિક્ષણ કાર્યક્રમો આયોજે છે
  • સ્વયંસેવીઓના કાર્યને રાષ્ટ્રીય સ્તરે માતાપિતાથી માતાપિતા અને મિત્રતા યોજનાઓનું સંકલન કરે છે
  • નિષ્ણાંત નિદાન અને ચકાસણી સેવાઓ આપે છે.
  • ઓટીઝમના કારણોમાં સંશોધનને પ્રોત્સાહન આપે છે
  • દેશભરમાં સ્થાનિક મંડળો અને પરિવારોને મદદ આપે છે
  • ઓટીઝમની જાગૃતતા વધારે અને સારી સમજણની વ્યવસ્થા કરે છે
  • વ્યાવસાયીકો અને ઓટીઝમના ક્ષેત્રોમાં કાર્યરત સંસ્થાઓને સલાહસૂચન પુરા પાડે છે
  • ઓટીઝમ-સ્પેસીફિક શિક્ષણ અને કાળજી સેવાઓને માટેનો અધિકૃતતા કાર્યક્રમ પ્રસ્તુત કરે છે
  • ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડિસઓર્ડર્સ વાળા પુખ્ત વયના માટે Prospects નામની રોજગાર સેવા ચલાવે છે.

ધ નેશનલ ઓટીસ્ટીક સોસાયટી

Headquarters

393 City Road, London

EC1V 1NG

સ્વીચબોર્ડ: 020 7833 2299

ફેક્સ: 020 7833 9666

મીનીકોમ: 020 7903 3597

ઈમેલ: [email protected]

www.autism.org.uk

ઉપયોગી ટેલીફોન નંબર

ઓટીઝમ હેલ્પલાઇન: 0870 600 8585

એજ્યુકેશન એડવાઇસ લાઇન: 0800 358 8667

ફંડ રેઇઝીંગ: 020 7903 3559

ઈન્ફર્મેશન: 020 7903 3599

પ્રેસ: 020 7903 3593

પ્રકાશનો: 020 7903 3595

NAS સ્કોટલેન્ડ

Central Chambers

109 Hope Street

Glasgow G2 6LL

ટેલી: 0141 221 8090

ફેક્સ: 0141 221 8118

ઈમેલ: [email protected]

NAS વેલ્સ

Glamorgan House, Monastry Road,

Neath Abbey SA10 7DH

ટેલી: 01792 815 915

ફેક્સ: 01792 815 911

ઈમેલ: [email protected]

સેવાઓ વિભાગ - NAS શાળાઓ અને પુખ્ત વયના લોકો માટેના કેન્દ્રોની વિગતો માટે

Church House, Church Road

Filton, Bristol BS34 7BD

ટેલી: 0117 974 8400

ફેક્સ: 0117 987 2576

ઈમેલ: [email protected]

Prospects Employment Consultancy

ટેલી: 020 7704 7450

ફેક્સ: 020 7359 9440

ઈમેલ: [email protected]

Development and Outreach and Training

Castle Heights, 4th Floor

72 Maid Marian Way

Nottingham NG1 6BJ

ટેલી: 0115 911 3360

ફેક્સ: 0115 911 2259

ઈમેલ: [email protected]

Training and Conferences

તાલીમ/શિક્ષણ અને સંમેલનો

ટેલી: 0115 911 3363/67

ફેક્સ: 0115 911 3362

ઈમેલ: [email protected]

[email protected]


Volunteers co-ordination

સ્વયંસેવીઓનું સંકલન

ટેલી: 0115 911 3369

ફેક્સ: 0115 911 3362

ઈમેલ: [email protected]

Parent to Parent

ટેલી: 0800 9 520 520

The Centre for Social and Communication Disorders

Elliot House

113 Masons Hill

Bromley BR2 9HT

ટેલી: 020 8466 0098

ફેક્સ: 020 8466 0118

This document was provided by The National Autistic Society. www.nas.org.uk.