multikulti

વર્ણ અને ધર્મને નામે થતા હુમલા

Racially and religiously motivated attacks

આ માહિતી ઇન્ગ્લેન્ડ અને વેલ્સને લાગુ પડે છે.

વર્ણ અને ધર્મને નામે થતા હુમલા કોને કહેવાય

કોઇના વર્ણ કે જાતિને કારણે, યા તેના ધર્મને કારણે કે અધર્મી હોવાને કારણે એના પર હુમલો થાય તે વર્ણ અને ધર્મને નામે થયો ગણાય. આમાં નીચે બતાવેલ આવી જાય છે:-

  • કોઇવ્યક્તિ કે વ્યક્તિ-સમૂહ દ્વારા કોઇબીજી વ્યક્તિ કે એના પરિવાર ઉપર શારીરિક હુમલો
  • કોઇવ્યક્તિ કે પરિવારના ઘર કે મિલકત ઉપર હુમલો. દા.ત., બારી તોડવી, લેટરબોક્સમાંથી કોઇ વસ્તુ નાખવી યા મોટરને આગ ચાંપવી
  • મૌખિક અપમાન અને ધમકીઓ
  • લેખિતવાર અપમાન, દા.ત. પત્ર, ચોપાનિયું, ઇ-મેઇલ કે મોબાઇલ ફોન ઉપર ટેક્સ્ટ મેસેજ
  • દિવાલ ઉપર કે મકાન ઉપર અપમાનજનક સૂત્રનું ચિતરામણ

વર્ણ અને ધર્મને લગતા અપરાધ

વર્ણ કે ધર્મને કારણે તમારા પર હુમલો કર્યો હોય યા તમારા તરફ દુરાચાર કર્યો હોય તો એ હુમલો યા દુરાચાર કરનારે અપરાધ કર્યો ગણાશે.

એ ઉપરાંત, જે માણસ કોઇ ચોક્કસ વર્ણના સમૂહ તરફ તિરસ્કાર કરવા કોઇને પ્રેરે – દા.ત. અપમાનજનક ચોપાનિયા તૈયાર કરીને યા એનું વિતરણ કરીને – તો કથિત વર્ણીય તિરસ્કારને કારણે એ માણસ પરકદાચફરિયાદ માંડી શકાશે. કોઇ ચોક્કસ ધર્મના સમૂહની સામે તિરસ્કાર ફેલાવવાને આવરી લે એવો કોઇ કાયદો નથી.

વર્ણ અને ધર્મને નામે થતા હુમલાને લગતા, તથા બીજી એવી ઘટનાઓને લગતા કાયદા અટપટા છે, અને તમારે સલાહ લઇ લેવી જોઇએ – દા.ત. સિટિઝન્સ એડવાઇસ બ્યૂરોમાંથી.

વર્ણ અને ધર્મને કારણે વધારે ગંભીર બનતા અપરાધ

કોઇ અપરાધ જો વર્ણ કે ધર્મને કારણે વધારે ગંભીર બની જાય તો કોર્ટ એને માટે વધુ કડક સજા ફટકારી શકે છે. વર્ણ કે ધર્મને નામે આચરવામાં આવતા ગુનાઓના ઉદાહરણો:-

  • ગંભીર નુકસાન
  • શારીરિક ઈજા
  • ધાંધલ ધમાલ
  • પજવણી, કનડગત.

કોઇ વ્યક્તિ અમુક વર્ણ કે ધર્મના સમૂહમાં છે (અથવા એવું માની લેવાય છે) એ કારણથી એનુંઅપમાન કરાય યા કોઇ ચોક્કસ વર્ણ કે ધર્મના સમૂહ તરફના વેરભાવને કારણે તેની સામે દુષ્કૃત્ય આચરવામાં આવે તો એ ગુનો વર્ણ કે ધર્મને કારણે વધુ ગંભીર ગણાશે.

એ વિસ્તારમાં આ પહેલા પણ આવા હુમલાઓ થઇગયા હોય તો માની શકાય કે એ હુમલો વર્ણ કે ધર્મને આધારે થયો છે અને ગંભીર છે. કદાચ કોઇ સ્થાનિક સંસ્થા – જેમ કે કોઇ મંડળ યા સિટિઝન્સ એડવાઇસ બ્યૂરો – પણ એ વાતને સમર્થન આપી શકે કે એ વિસ્તારમાં આવા હુમલાઓ ઘણા સમયથી થતા આવ્યા છે. સ્થાનિક રેશિયલ ઇક્વાલિટી કાઉન્સિલ પાસે પણ માહિતી હશે. આવા હુમલા થતા આવ્યા છે એવી સાબિતી હોય તો કદાય પોલીસખાતું પણ સ્વીકાર કરશે કે અમુક અપરાધ વર્ણ કે ધર્મને કારણે વધારે ગંભીરતા ધારણ કરે છે.

વર્ણ કે ધર્મને નામે થતા હુમલાની પતાવટ

તમારી ઉપર હુમલો થયો હોય તો એનો રિપોર્ટ કરતી વખતે નીચે બતાવેલ માહિતી આપી શકશો તો સુગમ પડશે :-

  • કેવી રીતે હુમલો થયો
  • હુમલાખોરને તમે જાણતા હો તો તેની ઓળખ અને સરનામુ, અન્યથા, એનો દેખાવ અને પહેરવેશ
  • હુમલાખોરે શું કહ્યું, જો કાંઇ કહ્યુંહોય તો – અને ખાસ તો વર્ણ કે ધર્મ પ્રત્યે અપમાનજનક હોય તેવું કાંઇ પણ
  • બીજા ક્યા કારણથી તમે માનો છો કે વર્ણ કે ધર્મને લીધે એ હુમલાની ગંભીરતા વધી જાય છે
  • આ પહેલા તમારી ઉપર હુમલો થઇ ચૂકયો હોય તો ક્યારે અને કોણે કર્યો તે
  • હુમલો ક્યાં થયો
  • હુમલો ક્યારે થયો (તારીખ અને સમય, દિવસ કેરાત)
  • કેવી ઈજાઓ થઇછે. તબીબીપુરાવા મળે તો સુગમ રહેશે
  • બીજા કોઇઉપર હુમલો થયો હતો કે કેમ
  • કોઇસાક્ષી હોય તો એના નામ-સરનામા.

પોલીસનો સંપર્ક કરવામાં તમને સહાય જોઇએ તો સિટિઝન્સ એડવાઇસ બ્યૂરોને પૂછી શકો છો. હુમલો કરનાર ખુદ પોલીસકર્મચારી જ હોય તો અવશ્ય સલાહ લઇલેવી.

હુમલાનો રિપોર્ટ પોલીસમાં કરાવવા વિશે

વર્ણદ્વેશી ઘટના માટે સરકારની પોતાની વ્યાખ્યા છે '…જેના પર વીત્યું હોય તેને કે અન્ય કોઇ વ્યક્તિને અમુક ઘટના વર્ણદ્વેશી લાગે તે'. આનો અર્થ એ થાય કે હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ યા અન્ય કોઇવ્યક્તિ – દા.ત. સાક્ષી કે પોલીસ અધિકારી – કોઇ હુમલાને વર્ણદ્વેશી ગણે તો પોલીસના ચોપડામાં એની નોંધણી પણ એમ જ થવી જોઇએ. જો કે ધર્મને નામે થતા હુમલા આજની તારીખે આ વ્યાખ્યામાં નથી આવતા.

પોલીસનો સંપર્ક કરો ત્યારે ઇન્ટરવ્યૂ માટે પોલીસ સ્ટેશન, તમારૂં ઘર યા પરસ્પર સ્વીકાર્ય હોય એવી કોઇ તટસ્થ જગા તમે માગી શકો છો. ગમે તે હોય, કોઇને સાથે રાખવાનું સલાહભર્યું રહેશે, જેમ કે કોઇ વકીલ જેઆવા કામનો જાણકાર હોય, યા સિટિઝન્સ એડવાઇસ બ્યૂરોમાંથી કોઇ સલાહકાર, યા કોઇ મિત્ર.

તમને અંગ્રેજી બોલવામાં કે સમજવામાં તકલીફ હોય તો દુભાષિયો સાથે રાખવાથી સગવડ રહેશે. દુભાષિયા માટે તમે પોલીસને પૂછી શકો છો, યા કોઇ મિત્રને કે સગાને, અથવા સિટિઝન્સ એડવાઇસ બ્યૂરો જેવી કોઇ સંસ્થાને પૂછી શકો છો. પોલીસ તમને દુભાષિયો પ્રદાન કરવાનું નકારે તો અનુવાદક અને દુભાષિયાને લગતી તેમની નિતી માટે પૂછો;કદાચ ફરિયાદ નોંધાવવાનો વિચાર પણ તમને આવશે.

પોલીસકોઇપગલા ન લે તો શું કરવું

તમે હુમલાનો રિપોર્ટ નોંધાવો ત્યારે પોલીસનક્કી કરશે કે કોઇ જાંચતપાસ કરવી કે કેમ. જો પોલીસનો નિર્ણય જાંચતપાસ ના કરવાનો હોય તો સત્વરે, અને પાંચ દિવસની અંદર અંદર જ, તમને જણાવવું જોઇએ.

પોલીસ જો જાંચતપાસ હાથ ધરે તો એ કેસમાં જે કાંઇ બહાર આવે તેનાથી તમને વાકેફ રાખવા જોઇએ. દા.ત. કોઇ શકમંદને કિરફતાર કરાય, યા છોડી મૂકાય યા જામીન પર એ છૂટે તો એ બધું તમને જણાવવું જોઇએ. જાંચતપાસ પૂરી થઇ જાય પછી પોલીસ નક્કી કરશે કે કોઇની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવી કે કેમ.

તમને લાગતું હોય કે તમારી ઉપર થયેલ હુમલાને પોલીસ ગંભીર નથી લેખતી તો કદાચ ફરિયાદ નોંધાવવાનો વિચાર પણ તમને આવશે.

તમારા વર્ણ, જાતિ (લૈંગિકતા) યા ડિસેબિલિટીને કારણે પોલીસતમારી સામે ભેદભાવ કરે તો એ કાયદા વિરૂદ્ધ છે. તમને લાગતું હોય કે તમારી ઉપર થયેલ હુમલાને એ દ્વેશભાવ/ભેદભાવ ને લીધે ગંભીર નથી લેખતા, તો શું પગલા લેવા આ માટે સલાહ લઇ લેવી.

ઘરે કે ઘરની આસપાસ થતા હુમલા

તમારી ઉપર ઘરે કે ઘરની આસપાસમાં હુમલો થયો હોય તો લોકલ ઑથોરીટી (સ્થાનિક સુધરાઈ) કદાચ પગલાંલઇ શકશે.

તમારા વર્ણ, જાતિ (લૈંગિકતા) યા ડિસેબિલિટીને કારણે લોકલ ઑથોરીટી તમારી સામે ભેદભાવ કરે તો એ કાયદા વિરૂદ્ધ છે. તમને લાગતુંહોય કે તમારી ઉપર થયેલ હુમલાને એ દ્વેશભાવ/ભેદભાવ ને લીધે ગંભીર નથી લેખતા, તો શું પગલા લેવા આ માટે સલાહ લઇલેવી.

સ્કૂલમાં થતા હુમલા

કોઇ બાળક ઉપર સ્કૂલમાં અથવા સ્કૂલની નજીકમાં કદાચ હુમલો થયો હોય. આવું બને તો આવી ઘટનાઓની પતાવટ અર્થે સ્કૂલે અમુક કાર્યવાહી સ્થાપેલી હોવી જોઇએ, અને પોલીસ તથા લોકલ ઑથોરિટીની કાર્યવાહીમાં એણે સહકાર આપવો જોઇએ.

તમારા વર્ણ, જાતિ (લૈંગિકતા) યા ડિસેબિલિટીને કારણે પોલીસ યા લોકલ ઑથોરીટી તમારી સામે ભેદભાવ કરે તો એ કાયદા વિરૂદ્ધ છે. તમને લાગતુંહોય કે તમારી ઉપર થયેલ હુમલાને એ દ્વેશભાવ/ભેદભાવ ને લીધે ગંભીર નથી લેખતા, તો શું પગલા લેવા આ માટે સલાહ લઇલેવી.

વિશેષ સહાય

તમે હુમલાનો ભોગ બન્યા હો તો અવશ્ય સલાહ મેળવી લેવી. સિટિઝન્સ એડવાઇસ બ્યૂરોમાંથી એ મળશે. ઉપરાંત, રેશિયલ ઇક્વાલિટી કાઉન્સિલ(REC) ની સ્થાનિક ઑફિસ, વિક્ટીમ સપોર્ટ આયોજનની સ્થાનિક ઑફિસ યા અન્ય કોઇ સ્થાનિક સંસ્થા પણ મદદ કરી શકશે.

મોનિટરીંગ ગ્રૂપની કટોકટી માટેની ફ્રીફોન હેલ્પલાઇનનો પણ તમે સંપર્ક કરી શકો છો. વર્ણીય કનડગત અને રંજાડનો ભોગ બનેલા લોકોને આ હેલ્પલાઇન સહાય કરે છે. દિવસના 24 ક્લાક એ ઉપલબ્ધ હોય છે તેમ જ એના કર્મચારીઓ અશ્વેત અને લઘુમતિ કોમમાંથી આવેલ હોય છે, જેથી કોઇફોન કરનાર જોડે યોગ્ય ભાષામાં સંવાદ કરી શકાય. આ હેલ્પલાઇનનો નંબર છે 0800 374 618. એ સિવાય મુસ્લીમો માટે 'મુસ્લીમ લાઇન' નામની એક લાઇન હોમ ઑફિસ ચલાવે છે. તમારી ધાર્મિક આસ્થાને કારણે તમારી ઉપર જુલમ થયો હોય તો એ બારામાં ત્યાંથી સલાહ મળશે. મુસ્લીમ લાઇનનો નંબર છે 020 8840 4840 અને તે સોમવારથી શુક્રવાર સવારે 9.30 થી સાંજે 6.00વાગ્યા સુધી ઉપલબ્ધ હોય છે.

વર્ણ કે ધર્મને નામે થયેલ હુમલાને લીધે તમને કોઇઅંગત ઈજા થઇ હોય તો ક્રિમીનલ ઇન્જ્યરીઝ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ તમે વળતર માગી શકો છો.

This document was provided by Citizen Advice from their website, www.adviceguide.org.uk.

Document Links

www.adviceguide.org.uk
afvice guide web site
http://www.adviceguide.org.uk
www.multikulti.org.uk