સમાન તકો
Equal opportunities
ભેદભાવનો મુકાબલો
એવા ઘણાં સંજોગો છે જ્યાં તમારી સામે ભેદભાવ થઇ શકે છે, ઉદાહરણ તરીકે તમારી વયને કારણે યા તમારા લિંગને કારણે અથવા તમે GAY અથવા લેસ્બિયન હો એ કારણે. ભેદભાવ સામે સંરક્ષણ આપે એવા કાયદા, તથા તમારી સામે ભેદભાવ થયો હોય તો શું કરી શકાય એ આ પત્રિકામાં સમજાવવામાં આવ્યું છે.
- ભેદભાવ ક્યારે થઇ શકે
- ભેદભાવના પ્રકારો
- લિંગને આધારે ભેદભાવ
- ટ્રાન્સજેન્ડર (લિંગ પરિવર્તિત) લોકો
- તમે GAY અથવા લેસ્બિયન હોવાને કારણે ભેદભાવ
- તમારા ધર્મ અથવા માન્યતાઓને કારણે ભેદભાવ
- ભેદભાવ અંગે તમે શું કરી શકો
- કાર્ય-સ્થાન પર ભેદભાવનો મુકાબલો
- એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલમાં જવાનું
- અન્ય પ્રકારના ભેદભાવ સામેની કાર્યવાહી
- માનવાધિકાર ધારો (હ્યુમન રાઇટ્સ એક્ટ)
- તમારી વચને કારણે ભેદભાવ
આ શ્રેણીમાં પત્રિકાઓ તમારા કાયદેસરના અધિકારોની રૂપરેખા આપે છે. તે કાયદાની સંપૂર્ણ માર્ગદર્શિકાઓ નથી તેમ જ તમને યા કોઇ પરિસ્થિતિને કાયદો કેવી રીતે લાગુ કરાશે એનું માર્ગદર્શન આપવાનો હેતુ નથી. પત્રિકાઓમાં નિયમિત સુધારા-વધારા થતા રહે છે પરંતુ આ મુદ્રણ થયા બાદ કાયદો બદલી પણ ગયો હોય, તેથી આમાંની માહિતી ખોટી નીવડે યા જૂની થઇ ગઇ હોય.
તમને સમસ્યા હોય તો એને ઉકેલવાનો ઉત્તમ માર્ગ મેળવવા માટે તમને અધિક માહિતી યા વ્યક્તિગત સલાહની જરૂર પડશે. આવી માહિતી અને સલાહના મૂળ માટે ‘વિશેષ સહાય’ જુઓ.
ભેદભાવ ક્યારે થયો કહેવાય
સમાન પરિસ્થિતિમાં કોઇ અન્ય વ્યક્તિની સરખામણીમાં કોઇકના તરફ વધારે ઓરમાયું (કાયદાની પરિભાષામાં ‘પક્ષપાતભર્યું’) વલણ રાખવામાં આવે ત્યારે ભેદભાવ થયો કહેવાય. ભેદભાવ ઘણી પરિસ્થિતિઓમાં થઇ શકેઃ
- કાર્ય પર - ઉદાહરણ તરીકે, અશ્વેત વ્યક્તિને કોઇક ઉચિત કારણ સિવાય નોકરી માટે નકારાય, અથવા અન્ય કર્મચારીઓ દ્વારા એના વર્ણને લીધે કનડગત કરાય. કોઇ મહિલાને સમાન પગાર અંગે સમસ્યા હોય, યા તે સગર્ભા હોય તો અથવા એને સેવા-કાળજી માગતું બાળક હોય ત્યારે તેની સાથેનો વર્તાવ.
- જ્યારે તમે સામાન અને સેવાઓ ખરીદો અથવા ઉપયોગ કરો - ઉદાહરણ તરીકે, વ્હીલચેરમાંની વ્યક્તિને કહેવાય કે તે રેસ્ટોરેન્ટમાં ન જઇ શકે કારણકે તેની વ્હીલચેર ખૂબ જ જગ્યા રોકે છે.
- જ્યારે તમે રહેઠાણ ખરીદવાનું અથવા ભાડે લેવાનું કરતાં હો - ઉદાહરણ તરીકે, કોઇ મકાન માલિક તેનો ફ્લેટ એશિયન વ્યક્તિને ભાડે આપવા નકાર કરે.
- નિશાળ અથવા કૉલેજ પર - ઉદાહરણ તરીકે, કોઇ બાળકને નિશાળેથી કાઢી મૂકવાનું વિચારાતું હોય ત્યારે શ્વેત બાળક કરતાં અશ્વેત બાળક તરફ અલગ રીતે વર્તે.
તમે ભેદભાવના ભોગ બનવા પાછળ વિભિન્ન કારણો હોઇ શકે છે. ઘણી વાર તેના કારણ કાંઇક આવા હોય છે:
- તમારો વર્ણ કે જાતિ;
- તમારા લિંગ કે જાતિયતા;
- તમારો ધર્મ અથવા માન્યતા;
- તમારે ડિસેબિલિટી હોય;
- તમે ઘરડી ઉંમરના હો;
- તમે GAY અથવા લેસ્બિયન હો; અથવા
- તમે ટ્રાન્સ-જેન્ડર (લિંગ પરિવર્તિત) વ્યક્તિ હો.
કાયદા દ્વારા તમને સંરક્ષણ મળવાનું તમે શા માટે ભેદભાવ પામ્યાં તેની ઉપર આધાર રાખે છે. લિંગ ભેદભાવના કિસ્સામાં, ઉદાહરણ તરીકે, એવા ખાસ કાયદા છે જે સ્પષ્ટ કરે છે કે ક્યારે તમારી સાથે ભેદભાવ કરવાનું ગેરકાનૂની છે. જો તમારી સાથે અન્યાયી વર્તાવ થયો હોય તો કાયદો તમને એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ અથવા કોર્ટ જવાનો અધિકાર આપે છે. તમારી કમાણીમાં ખોટ આવી હોય યા તમારી લાગણીઓને દુભવવામાં આવી હોય તો, કયા પ્રકારના ભેદભાવનો ભોગ તમે બન્યા છો એ આધારે તમને વળતર મળી શકે છે. ઉપરાંત, સંસ્થાને ટ્રાયબ્યુનલ અથવા કોર્ટમાં લઈ જવાથી ભવિષ્યમાં અન્ય લોકો સાથેના તેના વર્તનમાં સુઘારો આવી શકે છે.
કેટલાંક અન્ય પ્રકારના ભેદભાવ, જેમકે તે વય ઉપર આધારિત, માટે વિશિષ્ટ કાયદાઓ નથી, પરંતુ સરકાર ઓક્ટોબર 2006 થી આને આવરતા કાનૂન લાવી રહી છે. ત્યાં સુધી ભેદભાવ થતો રોકવા તમે કાંઇક તો કરી શકો છો.
આ પત્રિકાઃ
- વર્ણવે છે કે સમાન તકો અને ભેદભાવ-વિરોધી કાયદો કેવી રીતે કામ કરે છે, અને કયા પ્રકારના ભેદભાવથી તમે સંરક્ષણ પામો છો;
- જાતીયતા, લૈંગિકતા, અને ધર્મ અથવા માન્યાતાઓના કારણે થતાં ભેદભાવ અંગેના કાયદાઓ પર ઊંડાણથી જુએ છે; અને
- તમારી સામે ભેદભાવ થાય તો તમે શું કરી શકો સમજાવે છે.
કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટની ‘રેશિયલ ડિસ્ક્રિમિનેશન’ અને ‘રાઇટ્સ ફોર ડિસેબલ્ડ પિપલ’ નામની અલગ પત્રિકાઓ આ બારામાં વધારે વિગત પૂરી પાડે છે.
ક્યારેક વ્યક્તિને એક કરતાં વધારે કારણ સર ભેદભાવના ભોગ બનવાનું થાય. તમે માનતા હો કે તમે આ પરિસ્થિતિમાં છો તો ઉત્તમ પગલાં લેવા અંગે તમને સલાહ લેવાની જરૂર પડશે. સલાહ મેળવવાના ઠેકાણાં નીચે મુજબ છે:
- ટ્રેડ યુનિયન (જો આપ મેમ્બર હો તો);
- લૉ સેન્ટર;
- સિટિઝન્સ એબવાઇઝ બ્યુરો; અથવા
- વકીલ.
સલાહ ક્યાંથી મેળવવી એ અંગે અધિક વિગત માટે જુઓ ‘વિશેષ સહાય’.
ભેદભાવના પ્રકારો
સમાનતા ઉપરનો કાયદો બે પ્રકારના ભેદભાવ વિશે વાત કરે છેઃ
- સીધો ભેદભાવ, એટલે કે ઉદાહરણ તરીકે, તમે અશ્વેત અથવા મહિલા છો એ કારણે જ તમારા તરફ ઓરમાયું વલણ રખાતું હોય તે.
- આડકતરો ભેદભાવ, એટલે કે દરેકને લાગુ પડે એવા નિયમો કે શરતો હોય અથવા વ્યવહાર હોય પણ કોઇ ઉચિત કારણ વગર એ અમુક વર્ગના લોકોને બીજાંઓ કરતાં વધારે સ્પર્શે. ઉદાહરણ તરીકે, કંપનીનો નિયમ એમ હોય કે કર્મચારીઓએ રાતપાળી કરવી જ જોઇએ તો સેવા-કાળજી માંગતા બાળકો હોવાને કારણે સ્ત્રીઓને બાકાત રખાય.
અમુક કિસ્સાઓમાં ભેદભાવની છૂટ છે. ઉદાહરણ તરીકે, સ્ત્રીઓને માટેના આશ્રય-ગૃહમાં સલાહકાર તરીકે સ્ત્રી જ હોવી જોઇએ એવો આગ્રહ રાખવો કાયદાને માન્ય છે.
ભોગ બનવું - રંજાડ
તમે ભેદભાવ થવા સામે ફરિયાદ કરવા માગતા હો (અથવા કોઇ સહ-કાર્યકર ફરિયાદ કરી રહ્યા હોય તેને તમે સહાય કરી રહ્યા હો), તો તમને કદાચ બીક લાગે કે આ કારણથી તમારા એમ્પ્લોયર તમારા તરફ ઓરમાયું વલણ રાખશે. જો તે એમ કરે તો એ રંજાડ ગણાશે અને તે ભેદભાવની જેમ જ કાયદા વિરૂદ્ધનું છે.
વિશેષ સહાય
કોમ્યુનિટી લીગલ સર્વિસ ડાયરેક્ટ
સામાન્ય કાનૂની મુદ્દાઓ ઉપર મફત માહિતી, સહાય અને સલાહ જનતાને સીધી પૂરી પાડે છે.
ફોનઃ 0845 345 4 345
કાર્યકુશળ કાનૂની સલાહકાર સાથે લાભો અને ટેક્સ ક્રેડિટ્સ, કરજ, શિક્ષણ, આવાસ અથવા રોજગાર અંગે વાત કરો અથવા અન્ય સમસ્યાઓ માટે સ્થાનિક સલાહ સેવાઓ શોધી કાઢો.
www.clsdirect.org.uk ઉપર ક્લિક કરીને
સારી ગુણવત્તા વાળો સ્થાનિક કાનૂની સલાહકાર અથવા વકીલ શોધો અને ઓનલાઇન માહિતી અને સહાયતા આપે એવા અન્ય સંસાધનો માટે જોડાણ કરો.
ઇક્વલ ઓપોર્ચ્યૂનિટીઝ કમિશન
ફોનઃ 08456 015 901
એડવાઇઝરી સેન્ટર ફોર એજ્યુકેશન (ACE)
શાળામાં ભેદભાવ ઉપર સલાહ માટે
સોમવાર થી શુક્રવાર બપોરના 2 થી સાંજે 5 ચાલુ રહેતી હેલ્પલાઇન
ફોનઃ 0808 800 5793
ધી એડવાઇઝરી, કોન્સિલિએશન એન્ડ આર્બિટ્રેશન સર્વિસ (ACAS)
તમારા નિકટના જાહેર પૂછપરછ કેન્દ્રને શોધી કાઢવા માટે
ફોનઃ 08457 474747
એજ કનર્સન
ફોનઃ 0800 00 99 66
એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલ સર્વિસ
એમ્પ્લોયમેન્ટ ટ્રાયબ્યુનલની પૂછપરછ માટેની લાઇન
ફોનઃ 08457 95 9775
www.employmenttribunals.gov.uk
ધ જેન્ડર ટ્રસ્ટ
ટ્રાન્સજેન્ડર (લિંગ-પરિવર્તન કરાવ્યું હોય તેવા) લોકો માટે
ફોનઃ 0700 0790 347
સ્ટોનવૉલ
લેસ્બિયન, GAY પુરુષો અને બાઇસેક્સુઅલ (દ્વિલિંગી) લોકો માટે
ફોનઃ 020 7881 9440
ટેરેન્સ હિગિન્સ ટ્રસ્ટ
HIV અથવાAIDS વાળા લોકો માટે
ફોનઃ 0845 1221 200
થર્ડ એજ એમ્પ્લોયમેન્ટ નેટવર્ક
ફોનઃ 020 7843 1590
'કોડ ઑફ પ્રેક્ટિસ ઓન એજ ડાયવર્સિટી ઇન એમ્પ્લોયમેન્ટ' માટે, ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સની અંદર એજ પોઝીટીવ ટીમનો સંપર્ક કરો.
ફોનઃ 08457 330 360
www.agepositive.gov.uk
આ પત્રિકા લીગલ સર્વિસીસ કમિશન (LSC) નું પ્રકાશન છે. લેસ્લીઓવેન વાળા સારા લેસ્લીના સહયોગમાં એ લખાએલ હતી.
This document was provided by Community Legal Service Direct, December 2005, www.clsdirect.org.uk
Document Links
- www.clsdirect.org.uk
-
The Community Legal Service Direct
http://www.clsdirect.org.uk