'કોમ્યુનિટી કેર એસેસમેન્ટ' માટેની તૈયારી
Preparing for a Community Care
સંક્ષેપ
જેમની ગ્રહણશક્તિ મંદ હોય તેવા લોકોને તેમ જ તેમની સંભાળ લેનારાઓને કોમ્યુનિટી કેર એસેસમેન્ટ નામની એક ખાસ આકારણી માટે જવાનું થાય ત્યારે તેમને મદદરૂપ બને એવી અમુક માહિતી આ પત્રિકામાં આપેલ છે.
આ આકારણી કોણ કરાવી શકે?
આકારણી માટેની મુલાકાતથી અગાઉ
આકારણી માટેની મુલાકાત બાદ
વર્ણન
આ આકારણી કોણ કરાવી શકે?
તમને યા તમારા કોઈ પરિચિતને સમાજની વચ્ચે રહેવા માટે જે સહારો જોઈએ તે ના હોય તો સોશિયલ સર્વિસીસ કદાચ એ સહારો કે સેવા પૂરા પાડી શકશે.
કઈ જાતનો સહારો જોઈએ છે તે સોશિયલ સર્વિસીસ ધ્યાનમાં લેશે.
સેવાઓ પૂરી પાડવી કે કેમ એ નક્કી કરતા પહેલા સોશિયલ સર્વિસીસ એક આકારણી કરશે. 18 વર્ષથી મોટી વયનાઓ માટેની એ આકારણીને 'કોમ્યુનિટી કેર એસેસમેન્ટ' કહે છે.
સંભાળ લેનારની આકારણી પણ કરી શકાય છે. તેને 'કેરર્સ એસેસમેન્ટ કહે છે.
આ આકારણીમાં વ્યક્તિની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની હોય છે, જેમ કે:
- રહેણાક
- સ્વાસ્થ્યલક્ષી કાળજી/સંભાળ
- અંગત કાળજી
- સામાજિક જરૂરિયાતો
- રોજગાર
- શિક્ષણ
- આર્થિક બાબત
આ આકારણી તમારા ઘરમાં, હેલ્થ સેન્ટરમાં યા સોશિયલ સર્વિસીસ સેન્ટરમાં થઈ શકે છે. સાધારણ રીતે આ આકારણી સોશિયલ વર્કર યા કેર મેનેજર કરશે પણ સાથે સાથે ડૉકટર, નર્સ કે ઑક્યુપેશનલ થેરાપિસ્ટ પણ કદાચ ભાગ ભજવશે.
આકારણી માટેની મુલાકાતથી અગાઉ
તમારી આકારણીમાં તમે ભાગ ભજવી શકો એમ છો એની ખાતરી સોશિયલ સર્વિસીસે કરવી જ જોઈએ – જો કે ભાગ ભજવવાની તમારી ઈચ્છા ના હોય તો તમે એ ટાળી શકો છો.
આમ છતાં, તમે જો ભાગ ભજવો તો તમારી જરૂરિયાત મુજબની સેવાઓ મેળવવાની શક્યતા વધુ રહે છે.
તમારા વિશેની અંગત વિગતો તેમ જ તમને જોઈતી સેવાઓની વિગતો સાથે લઈ લેવી. તમે જે કાંઈ સાબિતી પૂરી પાડશો એ તમારા દાવાને મજબૂત બનાવશે (દા.ત. તમારા ડૉક્ટર, ચિકિત્સક, મિત્રમંડળ, પરિવાર, પરિચારક યા એડવોકેટ તરફથી ભલામણપત્ર)
તમારા મનમાં કોઈ સવાલ હોય તો લખી રાખવા, જેથી પૂછવાનું ભુલાઈ ન જાય. મુલાકાતમાં તમારે એકલા જવું હોય તો જઈ શકાય છે પણ કોઈ મિત્ર, પરિવારજન કે એડવોકેટ તમારી સાથે હશે તો વધુ સારૂં પડશે.
તમારી સાથે આવી શકે એવું કોઈ ના મળે પણ તમને આકારણી વખતે સહારાની જરૂર હોય તો કોઈ સ્થાનિક એડવોકેટ સંસ્થા યા સ્વયંસેવી મંડળનો સંપર્ક કરો.
ભાષાની કે સંવાદની તમને કોઈ ખાસ તકલીફ હોય – જેમ કે દુભાષિયાની જરૂર હોય – તો સોશિયલ સર્વિસીસને વહેલી તકે જણાવવું જેથી તમારે માટે એની વ્યવસ્થા કરી શકાય.
આકારણી માટેની મુલાકાત બાદ
તમારી આકારણી થઈ જાય એટલે એને લેખિત સ્વરૂપ આપવામાં આવશે.
નીચેની બાબતો ધ્યાનમાં રાખવીઃ
પૂરી આકારણીનો લેખિત અહેવાલ તેમ જ 'કેર પ્લાન' – કાળજી માટેનું આયોજન (સોશિયલ સર્વિસીસ તરફથી મળનાર સેવાઓ એમાં સમજવવામાં આવે છે) – બેઉની કોપી માગી લેવી. એના થકી તમને એ બારામાં વિચાર કરવાનો તેમ જ અન્યો સાથે વિમર્શ કરવાનો સમય મળી શકશે.
તમારા અધિકારો વિશે જાગ્રત રહો. આકારણીના અહેવાલમાં લખેલ કોઈ બાબત સાથે તમે સહમત ના હો, અથવા તમે માગેલ સેવા તમને નકારવામાં આવી હોય, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. તમારી લોકલ ઓથોરિટીની કોમ્યુનિટી કેર એસેસમેન્ટ પ્રક્રિયાની કોપી તેમ જ સોશિયલ સર્વિસીસની ફરિયાદની કાર્યવાહીની કોપી માગી લેવી.
તમને જોઈએ એ પ્રમાણે બધું બરાબર હોવાની ખાતરી કર્યા વગર કોઈ જગાએ સહી ના કરશો. તમને લાગે કે તમારે કોઈને પહેલા પૂછી લેવું છે, તો એ પૂછપરછ થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ.
ડેવોન ટોટલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટ તરફથી 'માય લાઈફ – માય પ્લાન' નામનું પરિપત્ર પ્રકાશિત થયેલ છે. ઘણી ગંભીર ડિસેબિલિટી વાળા લોકોને ભાગ ભજવવામાં એ મદદરૂપ થાય છે.
મુખ્ય શબ્દો:
1. એસેસમેન્ટ (આકારણી) – ડિસેબિલિટી વાળી વ્યક્તિઓની ખાસ જરૂરિયાતો તેમ જ એ જરૂરિયાતોને પહોંચી વળવા અર્થે કેવી સેવાઓ મળી શકે એ બાબતો આવરી લેતી પ્રક્રિયા.
2. કેર મેનેજર – મંદ ગ્રહણશક્તિ વાળી વ્યક્તિ માટેની સેવાઓની નોંધ લખનાર, એ સેવાઓનું આયોજન કરનાર અને એનો વહીવટ કરનાર કર્મચારી.
3. એડવોકેટ – કોઈની ચિંતાઓ, મંતવ્યો અને ઇચ્છાઓ અન્યો સમક્ષ રજૂ કરવામાં મદદ કરનાર વ્યક્તિ.
વેબસાઇટ
ડેવોન ટોટલ કોમ્યુનિકેશન પ્રોજેક્ટ – 'માય લાઈફ – માય પ્લાન' ની કોપી ડાઉનલોડ કરવા માટે:
http://www.learningdisabilitydevon.org.uk/symbols/easyto-readinfo.htm
This document was provided by Mencap, http://www.mencap.org.uk
Document Links
- www.mencap.org.uk
-
This document belong to the Mencap site
http://www.mencap.org.uk