મંદ ગ્રહણશક્તિ
Learning disability
સંક્ષેપ
આ પત્રિકા મંદ ગ્રહણશક્તિ વિશે પરિચય આપે છે.
- મંદ ગ્રહણશક્તિ એટલે શું?
- કેટલા લોકો મંદ ગ્રહણશક્તિ વાળા છે?
- કોઈની ગ્રહણશક્તિ મંદ છે એ કેવી રીતે જાણી શકાય?
- મંદ ગ્રહણશક્તિવાળા લોકોને કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે?
- મંદ ગ્રહણશક્તિ વાળા લોકોને શું શું અધિકાર મળે છે?
વર્ણન
મંદ ગ્રહણશક્તિ એટલે શું?
યૂકેમાં પ્રવર્તી રહેલ અનેક ડિસેબિલિટીઓમાં મંદ ગ્રહણશક્તિનું પ્રમાણ ઘણું વધારે છે. મંદ ગ્રહણશક્તિના ઘણા જુદા જુદા પ્રકાર હોઈ શકે છે, જેમ કે:
- સહેજસાજ, જરાતરા
- મધ્યમ
- ગંભીર
- અતિશય ગંભીર
આ દરેક હાલત જીવનપર્યંત રહે છે. મંદ ગ્રહણશક્તિને લીધે ભણવામાં, સંવાદ કરવામાં યા રોજબરોજની ચર્યામાં વ્યક્તિ મુશ્કેલી અનુભવે છે. એ કોઈ બિમારી કે રોગ નથી. મંદ ગ્રહણશક્તિને અગાઉ 'અલ્પ મતિ' તરીકે ઓળખવામાં આવતી, પણ મંદ ગ્રહણશક્તિ વાળા અમુક લોકોને એ અપમાનજનક લાગતું તેથી હવે એ ઓળખનો ઉપયોગ બંધ થઈ ગયો છે.
કાંઈ શીખવા સમજવાનું હોય તો મંદ ગ્રહણશક્તિવાળા ઘણા લોકો બીજાની સરખામણીમાં વધારે મુશ્કેલી અનુભવે છે. આ કારણથી, વસ્ત્ર પરિધાન યા રસોઈ, કે સંવાદ જેવી રોજબરોજની પ્રવૃત્તિઓ માટે એમને સહાયની જરૂર રહેવાની. મંદ ગ્રહણશક્તિ વાળાને, અને ખાસ તો અતિશય ગંભીર આ અનેકવિધ મંદ ગ્રહણશક્તિ વાળાને કદાચ ચોવીસે ક્લાક કાળજીની કે ચાકરીની જરૂર રહેશે.
મંદ ગ્રહણશક્તિ વાળા ઘણા લોકો સ્વાધીન પણે જીવી રહ્યા હોય છે. મંદ ગ્રહણશક્તિ વાળા લોકો પોતાના આગવા વ્યક્તિત્વ, પોતાના ગમા-અણગમા તેમ જ પોતાની મહત્વાકાંક્ષાઓ ધરાવનાર અલગ-અલગ જીવ હોય છે એ સમજવું અગત્યનું છે. નવું શીખવા માટે અને જીવનમાં કાંઈક હાંસલ કરવા માટે જો જરૂરી સહારો મળી રહે તો મંદ ગ્રહણશક્તિ બાધક નથી નીવડતી.
કેટલા લોકો મંદ ગ્રહણશક્તિ વાળા છે?
એવું માનવામાં આવે છે કે યુકેમાં મંદ ગ્રહણશક્તિ વાળી વ્યક્તિઓની સંખ્યા આશરે 15 લાખ જેટલી હશે.
આનો મતલબ દર સોએ (100) ત્રણ (3 ) વ્યક્તિ, અને આ આંકડો વધી રહ્યો છે. દર વીકે મંદ ગ્રહણશક્તિ વાળા લગભગ 200 બાળકો જન્મે છે. ઉપરાંત મંદ ગ્રહણશક્તિ વાળા લોકોની આવરદા પણ લંબાતી જાય છે.
કોઈની ગ્રહણશક્તિ મંદ છે એ કેવી રીતે જાણી શકાય?
કોઈની ગ્રહણશક્તિ મદં હોય તો એ બાહ્ય દેખાવ ઉપરથી હમેશા નથી જાણી શકાતું. અમુક લોકોમાં ડાઉન્સ સિન્ડ્રોમ જેવા શારીરિક લક્ષણો કદાચ દેખાય જે મંદ ગ્રહણશક્તિની ચાડી ખાય. માણસ કેવી રીતે સંવાદ કરે છે – જેમ કે ધીમી ગતિએ ઉચ્ચારણ કરવું – એના ઉપરથી કદાચ જાણી શકાય કે એની ગ્રહણશક્તિ મંદ હશે. મંદ ગ્રહણશક્તિ વાળા અમુક લોકો સાવ અબોલ પણ હોઈ શકે અને સંવાદ સાધવા માટે 'માકાટોન' અને 'સાઈનાલોંગ' જેવી સંકેત અને સંજ્ઞાની પદ્ધતિ ઉપર આધાર રાખતા હોય.
મંદ ગ્રહણશક્તિવાળા લોકોને કઈ કઈ મુસીબતોનો સામનો કરવો પડે છે?
મંદ ગ્રહણશક્તિવાળા લોકોને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે. સ્વાસ્થ્ય, શિક્ષણ અને રહેણાક જેવી પાયાની સુવિધાઓ એમને માટે દુર્લભ જેવી બની રહે છે.
ઘણી વાર એમને કનડગત અને રંજાડનો સામનો કરવો પડે છે. અને એ ગુનાખોરીના ભોગ પણ બને છે. એમ્પ્લોયર એના તરફ ભેદભાવ રાખતા હોય છે. એમની આવડત અને એમની જરૂરિયાતો સમજવામાં જાહેર જનતા, એમ્પ્લોયર, પ્રસારણ માધ્યમો તેમ જ લોકલ સરકાર તથા કેન્દ્ર સરકાર ઘણી વાર થાપ ખાઈ જાય છે.
મંદ ગ્રહણશક્તિ વાળા લોકોને શું શું અધિકાર મળે છે?
મંદ ગ્રહણશક્તિ વાળાના અધિકાર અન્યોની બરાબર જ હોવા જોઈએ. આવા અધિકારોને અબાધિત રાખવા અર્થે છેલ્લા કેટલાંક વર્ષ દરમ્યાન કાયદાઓ ઘડવામાં આવ્યા છે.
1970 ના એજ્યુકેશન ઍક્ટ દ્વારા પ્રસ્થાપિત થયું છે કે મંદ ગ્રહણશક્તિ વાળા દરેક બાળક માટે શિક્ષણ એ પાયાનો અધિકાર છે.
રહેણાક માટે નવા વિકલ્પો મળે અને મંદ ગ્રહણશક્તિ વાળા લોકો સમાજની વચ્ચે અધિકારપૂર્વક રહી શકે એ 1990 ના કોમ્યુનિટી ઍક્ટમાંની જોગવાઈ છે. (નોર્ધર્ન આયરલેન્ડમાં કાયદો જુદો છે પણ માન્યતાઓ એ જ છે)
મંદ ગ્રહણશક્તિ વાળા લોકોના નાગરિક અધિકારોને પૂર્ણ માન્યતા આપવાનું પ્રથમ પગલું હતું 1995 નો ડિસેબિલિટી ડિસ્ક્રિમિનેશન ઍક્ટ. મંદ ગ્રહણશક્તિ વાળા લોકોને સમાન તકો મળવાનો અધિકાર એના થકી પ્રસ્થાપિત થાય છે.
2001 માં સરકાર તરફથી રજૂ થયેલ શ્વેત પત્ર – ઈંગ્લેન્ડમાં 'વેલ્યુઈંગ પીપલ', વેલ્સમાં 'ફુલફિલીંગ ધ પ્રોમિસીસ' અને નોર્ધર્ન આયરલેન્ડમાં 'રીજનલ સ્ટ્રેટજી એન્ડ પ્રાયોરિટીઝ ફોર એક્શન' – મંદ ગ્રહણશક્તિ વાળા લોકો માટેની સેવાઓમાં એમની પોતાની પસંદગીને અગ્ર ક્રમ આપે છે. એના થકી આવા લોકોને હક્ક મળે છે કે એમનું યોગ્ય મૂલ્યાંકન થાય.
2005માં ડિસેબિલિટિ ડિસ્ક્રિમિનેશન ઍક્ટમાં ફેરફાર કરી, સ્વાસ્થ્ય અને કેળવણી ખાતા જેવા જાહેર સંકુલો ઉપર નવી ફરજો લાદવામાં આવી. આ નવી ફરજોમાં નીચે બતાવેલ સૌનો સમાવેશ થાય છે:
- રેલ્વેના તમામ વાહનો ડિસેબિલિટી વાળા લોકો માટે સુલભ બનાવવા, વ્હીલચેરને સહારે હોય તેવા લોકો સમેત
- બ્લુ બેજ પાર્કિંગ યોજનાને ડિસેબિલિટી વાળા લોકો માટે અનુરૂપ બનાવવી
- મકાન માલિકો ઉપર તેમ જ ભાડૂતી આવાસોનો વહીવટ કરનાર લોકો ઉપર સંગીન વ્યવસ્થા કરવાની જવાબદારી વધારવી.
તે ઉપરાંત, પોતે નિર્ણય લેવા અસમર્થ હોય તેવા દુર્બળ માણાસોને ક્ષમતા અને સુરક્ષા અપાવે એવા કાયદાકીય માળખાની રચના માટે 2005માં મેન્ટલ કેપેસિટી ઍક્ટનું નિર્માણ થયું હતું.
મંદ ગ્રહણશક્તિ વાળી વ્યક્તિને અન્યો જેટલા જ અધિકાર હોવા જોઈએ, તેમ છતાં ક્યારેક તેઓની અવગણના યા તેમના તરફ ભેદભાવ થાય છે. અન્યોની જેમ સમાન તક ન મળવાથી, યા પોતાને આવશ્યક એવી સેવાઓ ન મળયાથી, મંદ ગ્રહણશક્તિ વાળા લોકોને પોતાની જીવનશૈલી માટે ખરેખર ખાસ કોઈ વિકલ્પ રહેતા નથી.
મુખ્ય શબ્દો
- લર્નીંગડિસેબિલિટી(મંદગ્રહણશક્તિ) – આ એક એવી ડિસેબિલિટી છે જે જીવનપર્યંત રહે છે અને વ્યક્તિને શિક્ષણ ગ્રહણ કરવામાં નડતર રૂપ થાય છે.
- ડાઉન્સસિન્ડ્રોમ–મંદ ગ્રહણશક્તિના એક કારણ રૂપ એક વંશાનુગત લક્ષણ. મોટે ભાગે ક્રોમોસોમ 21 વધી જવાથી એ થાય છે.
- માકાટોન– ઉચ્ચારેલા શબ્દોને જેમ સંકેતો વડે અનુમોદન આપાય છે એ જ પ્રમાણે માકાટોનની સંજ્ઞાઓ લેખિત શબ્દોને અનુમોદન આપે છે.
- સાઈનાલોંગ – બ્રિટીશ સાઈન લેન્ગવેજ પર આધારિત સાંકેતિક ભાષા.
વેબસાઇટ
'વેલ્યુઈંગ પીપલ સપોર્ટ ટીમ' – સરકારી શ્વેતપત્ર વિશે તેમ જ 'વેલ્યુઈંગ પીપલ સપોર્ટ ટીમ' શું કરે છે તેની જાણકારી વિશે વધારે માહિતી માટે
http://www.valuingpeople.gov.uk/
ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (સ્વાસ્થ્ય મંત્રાલય) –મંદ ગ્રહણશક્તિ વિશે તેમ જ સ્વાસ્થ્ય વિશે વધારે માહિતી માટે
http://www.dh.gov.uk/Home/fs/en
ડિસેબિલિટી રાઇટ્સ કમિશન – 1995ના 2005ના ડિસેબિલિટી ડિસ્ક્રિમિનેશન ઍક્ટ વિશે વધારે માહિતી માટે
http://www.drc-gb.org/thelaw/thedda.asp
ડિસેબિલિટી રાઇટ્સ કમિશન – મંદ ગ્રહણશક્તિ વાળા લોકોના અધિકારો વિશે વધારે માહિતી માટે
http://www.drc-gb.org
‘મેકીંગ ડિસિઝન્સ એલાયન્સ’ – ક્ષમતા/કાર્યશક્તિ વિશે વધારે માહિતી માટે
http://www.makingdecisions.org.uk
‘એનએચએસ ડાયરેક્ટ’ – સ્વાસ્થ્ય વિશે વધારે માહિતી માટે
http://www.nhsdirect.nhs.uk
‘ડિપાર્ટમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશનલ એફેર્સ’ (બંધારણીય બાબતોનું મંત્રાલય) – 2005ના મેન્ટલ કૅપૅસિટી ઍક્ટ વિશે વધારે માહિતી માટે
http://www.dca.gov.uk/menincap/bill-summary.htm
1990 નો નેશનલ હેલ્થ એન્ડ કોમ્યુનિટી કેર ઍક્ટ – આ કાયદા વિશે વધારે પૂર્ણ માહિતી માટે
http://www.opsi.gov.uk/acts/acts1990/Ukpga_19900019_en_1.htm
‘બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂટ ફોર લર્નીંગ ડિસેબિલિટીઝ (બીઆઇએલડી) – મંદ ગ્રહણશક્તિ વિશે વધારે માહિતી માટે
http://www.bild.org.uk
‘કોન્ટૅક્ટ એ ફૅમિલી (સિએએફ) – મંદ ગ્રહણશક્તિ વાળા બાળકો તેમ જ વિશિષ્ટ હાલત વિશે વધારે માહિતી માટે
http://www.cafamily.org.uk
‘એપિલેપ્સી ઍક્શન’ – એપિલેપ્સી તેમ જ મંદ ગ્રહણશક્તિ વિશે વધારે માહિતી માટે
http://www.epilepsy.org.uk
‘ફાઉન્ડેશન ફોર પીપલ વિથ લર્નીંગ ડિસેબિલિટીઝ’ – મંદ ગ્રહણશક્તિ વિશે વધારે માહિતી માટે
http://www.learningdisabilities.org.uk
‘ફાઉન્ડેશન ફોર પીપલ વિથ લર્નીંગ ડિસેબિલિટીઝ’ – મંદ ગ્રહણશક્તિને લગતા આંકડાઓ માટે
http://www.learningdisabilities.org.uk/page.cfm?pagecode=ISBISTBI
‘ડાઉન્સ સિન્ડ્રોમ ઍસોસિએશન‘ – ડાઉન્સ સિન્ડ્રોમ વિશે વધારે માહિતી માટે
http://www.downs-syndrome.org.uk
‘માકાટોન વોકેબ્યુલરી ડેવેલપમેન્ટ પ્રોજેક્ટ‘ – સંવાદ અને માકાટોન પ્રોજેક્ટ વિશે વધારે માહિતી માટે
http://www.makaton.org
સાઈનાલોંગ –સંવાદ અને સાઈનાલોંગ વિશે વધારે માહિતી માટે
http://www.signalong.org.uk
This document was provided by Mencap, http://www.mencap.org.uk
Document Links
- www.mencap.org.uk
-
The Mencap website
http://www.mencap.org.uk