એકટોપિક પ્રેગ્નેન્સી
Ectopic Pregnancy
એક્ટોપિક પ્રેગ્નન્સી સામાન્ય, જીવન-જોખમવાલી 100 સંગર્ભાવસ્થામાંથી એકને અસર કરતી પરિસ્થિતિ છે. જ્યારે ફલિત ઈંડુ ગર્ભાશયના પોલાણની બહાર સ્થપાય ત્યારે ઉદભવે છે. જેમ જેમ ગર્ભાવસ્થા ઉછરતી જાય તે દુઃખાવા અને રક્તસ્રાવનું કારણ બને. જો તેની ચિકિત્સા પુરતી ત્વરાથી ન કરાય તો તે ટ્યુબ ને ફાડી નાખે અને પેડુના રક્તસ્રાવનું કારણ બને, જે માતૃત્વ કાર્ડિયોવસ્કયુલર ભાંગી પડવા અને મૃત્યુને દોરે.
એક્ટોપિક પ્રેગ્નન્સીના કારણો ક્યા છે?
ફલિત ઈંડુ સામાન્યરીતે ટ્યુબથી નીચે ઓવરીમાં ગર્ભાશયના પોલાણમાં પ્રવાસ કરી જવામાં 4–5 દિવસ વીતાવે છે. જ્યાં તે ફલિકરણ પછી આશરે 6–7દિવસ સ્થાપિત થવા માટે લે છે એક્ટોપિક પ્રેગ્નન્સીનું સર્વસામાન્ય કારણ ફેલોપિન ટ્યુબનું નુકશાન થવાનું છે. ટ્યુબની દિવાલમાં પણ સમસ્યા હોઇ શકે છે, જે સામાન્યરીતે ફલિત ઈંડાને ગર્ભાશયમાં સંકોચાવું અને પાણીમાં તરુતું હોવું જોઇએ. પરિસ્થિતિઓ જેવી કે એપેન્ડીસાઇટ્સ કે પેડુમાં ચેપ ગાંઠ કે ચીકાશ ને કારણો ટ્યુબને નુકશાન કરી શકે, આ રીતે ઈંડાના પસાર થવાને મોડુ કરી, તેને ટ્યુબમાં સ્થપાવા દે. મોટાભાગના કિસ્સાઓમાં, જોકે, ટ્યુબલ ઈમ્પલાન્ટેશનનો કિસ્સો અજાણ્યો જ રહે છે.
શકય પરિણામો ક્યા છે?
મોટાભાગના કિસ્સાઓમાં એક્ટોપિક પ્રસવ ઝડપથી મૃત્યુ પામે છે અને પિરયડ ચૂકી જતા અગાઉ શોષાઈ જાય છે કે દુઃખાવાના અને રક્તસ્રાવના નજીવા લક્ષણો કે નિશાનીઓ પછી. આવા કિસ્સાઓમાં એક્ટોપિક પ્રેગ્નન્સીનું ભાગ્યે જ નિદાન થાય છે અને મિસકેરેજ (ગર્ભપાત) થઇ જવાનો વિચાર ઉદ્ભવે છે આવા સંજોગોમાં કાંઇ જ કરવાનું રહેતું નથી.
જો એક્ટોપિક મૃત્યુ ન પામે તો, ટ્યુબની પાતળી દિવાલ ખેંચાઇને પેટના નીચેના ભાગમાં દુઃખાવાનું કારણ બને છે. આ સમયે થોડુ યોનીમાર્ગનું રક્તસ્રાવ થઇ શકે. જેમ જેમ ગર્ભાવસ્થા ઉછરે તેમ, ટ્યુબ પેટમાં તીવ્ર રક્તસ્રાવ, દુઃખાવો અને ભંગાણ કરતી ફાટી જાય.
આવું થાય તે અગાઉ એક્ટોપિકનું રક્ત પરિક્ષણો સાથે નિદાન કરી શકાય જે દર્શાવે કે સામાન્ય ગર્ભાવસ્થા હોર્મોન્સ જેટલી ઝડપથી વધવા જોઇએ વધી રહયાં નથી.
લક્ષણો ક્યા છે?
કોઇપણ જાતિય રીતે સક્રિય બાળક ધારણ કરવાની વયની સ્ત્રી જેને પેટના નીટેના ભાગમાં દુઃખાવો થાય તે અન્ય કાંઇ સાબિત ન થાય ત્યાં સુધી
એક્ટોપિક પ્રેગ્નન્સી હોવાની સંભાવના હોઇ શકે. દુઃખાવો અચાનક ઉપડી શકે અને યોની રક્તસ્રાવ હોઇ પણ શકે અને ન પણ હોય. મોટા ભાગના કિસ્સાઓ ગર્ભાવસ્થાના 4 થા અને 10 માં સપ્તાહમાં નીચેના લક્ષણોને અનુસરતા ઉપસ્થિત થાયઃ
- એકતરફનો પેટનો દુઃખાવો
આ હઠીલું અને તીવ્ર હોઇ શકે, પરંતુ એક્ટોપિકની તરફ ન પણ હોય. - શોલ્ડર-ટીપનો દુઃખાવો
આ આંતરીક રક્તસ્રાવ ડાયાફામને બેચેન કરે તેના કારણે ઉદભવી શકે. - ગર્ભાવસ્થા પરિક્ષણ
આ સકારત્મક હોય પરંતુ હંમેશા નહિ. આને નિશ્ચિત કરવા ઘણી વાર નિષ્ણાંત રક્ત પરિક્ષણોની આવશ્યકતા રહે છે. - અસામાન્ય રક્તસ્રાવ
સ્ત્રી પોતે ગર્ભસ્થ છે તે જાણી ન શકે અને અસામાન્ય પિરીયડનો અનુભવ કરી રહી હોય. તેણીએકોઇલ બેસાડેલ હોઇ શકે. રક્તસ્રાવ સામાન્ય કરતા અધિક કે હળવો અને લાંબા સમયનો હોય. પિરિડયની જેમ ન હોઇ રક્તસ્રાવ ઘેરો અને પાણી જેવો હોય, કેટલીકવાર 'પ્ર્યુન જ્યુસ'જેવો દેખાતો હોવાનુ વર્ણવાય છે. - પરિયડ ચુકી જવો કે મોડું થઇ જવું
ગર્ભાધાનની શક્યતા અને ગર્ભાધાન ના લત્ક્ષણોનો અનુભવ થતો હોય દા.ત. ઊબકા, દુઃખાવા વાળા સ્તનો કે સુજેલું પેટ પરંતુ રક્તસ્રાવ નહિ. - બ્લેડર કે બાઉલ સમસ્યાઓ
જ્યારે આંતરડાનુ હલનચલન કે ટોયલેટ જાય ત્યારે દુઃખાવો. - ભંગાણ
તમે માથુ હળવુ કે ચક્કર આવવાનુ અનુભવો અને અવારનવાર આ કાંઇક ખૂબજ ખોટુ થયું હોવાની લાગણી સાથે થાય. અન્ય નિશાનીઓ જેવીકે પીળા પડી જવું, નાડીનો દર વધી જવો, માંદગી, ડાયરીઆ અને રક્ત દબાણનું નીચા જવુ પણ ઉપસ્થિત હોઇ શકે.
તે કઈ રીતે સંચાલિત કરાય?
જો એક્ટોપિક પ્રેગ્નેન્સની સંભાવના જણાય તો, સ્ત્રીએ હોસ્પિટલમાં હાજર થવું જોઇએ. અલ્ટ્રા સાઉન્ડ સ્કેન અને ગર્ભાવસ્થા પરિક્ષણ થશે. જો સ્કેન યુટરસને ખાલી પરંતુ ગર્ભાવસ્થા પરિક્ષણને સકારાત્મક દર્શાવે તો, અક્ટોપિક પ્રેગનેન્સી હોય ભલે ગર્ભાવસ્થા વહેલી કે ગર્ભપાત થઇ ગયો હોય. સર્વોત્તમ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન આધુનિક ઈન્ટ્રા વજાઇનલ પ્રોબ સાથે થઇ શકે પરંતુ સ્કેન ઉપર એક્ટોપિક જોઇ શકાવાનું હંમેશા શક્ય ન હોય. જો સ્ત્રી સારી હોય અને તીવ્ર દુ ખાવામાં ન હોય, એક્ટોપિક છે કે નહિ તેના માટે તેણીના બે ત્રણ દિવસો સુધી ઉપરા છાપરી રક્ત હોર્મોન પરીક્ષણો દ્વારા તપાસ કરી શકાય છે. જો ઉચ્ચ સંભાવ્યતા હોય કે સ્ત્રીમાં ખરાબતમ નિશાનીઓ વિકસે તો, ટ્યુબને ચકાસવા લેપ્રોસ્કોપી કરાય છે. જો નિદાન સ્પષ્ટ હોય, જો કે, એક્ટોપિક દૂર કરવા પેટની વાઢકાપ થાય અને ગુમાવાએલ રક્તને પુનઃસ્થાપિત કરવા રક્ત ચઢાવાય.
જો નિદાન વહેલું થઇ શકે ટ્યુબના ફાટતા આગાઉ અને ઉચિત સગવડો પુરી પડાય તો, ઓછી ઇનવાસીવ ચિકિત્સા પ્રસ્તુત કરાય. કીહોલ સર્જરી કે ઔષધિઓ સાથેની ચિકિત્સા ઝડપી પુનઃપ્રાપ્તિ અને સ્ત્રીના ભવિષ્યમાં ફલિત થવાની શક્યતા વધારે છે. યાદ રહે જો તે એક્ટોપિક હોય તો ગર્ભાધાન હંમેશા ગુમાવાનું જ હોય છે. આ ચિકિત્સાઓ ખાતરી કરાવે છે કે સ્ત્રીને ઓછામાં ઓછું નુકશાન થાય.
- ટ્યુબના ફાટવા આગાઉ, સર્જન માટે તે શક્ય છે કે, લેપ્રોસ્કોપિના ઉપયોગથી, ટ્યુબને કાપવી અને ગર્ભાધાન દૂર કરવું, ટ્યુબને એમ જ છોડી દેવું.
- વૈકલ્પિક રીતે, ઔષધિ મેથોટ્રેકસેટ જે ગર્ભાધાનનો નાશ કરે છે, નો ઉપયોગ પણ કરાય છે. ઔષધિ કાં તો સીધી અલ્ટ્રા-સાઉન્ડ કે લેપ્રોસ્કોપીક માગદર્શન હેઠળ ઈન્જેકશનથી અપાય છે અથવા એક્ટોપિક પ્રેગ્નન્સીમાં સોય કે સ્નાયુમાં ઈન્જેકશન, અને પછી રક્ત પ્રવાહમાં શોષાઇ જઈ એક્ટોપિક પ્રેગ્નન્સીને પહોંચવા એ રીતે ફેલોપિન ટ્યુબને કોઇ નુકશાન ટાળવા.
સ્વાભાવિક રીતે આ આધુનિક ચિકિત્સાઓ નિષ્ણાંત વાઢકાપ કુશળતાઓ, સારી અલ્ટ્રાસાઉન્ડ સ્કેનીંગ અને અસર કારક પ્રયોગશાળા પરીક્ષણ ઉપર આધારિત છે. તેઓ સંશોધન અને શોધખોળ હેઠળ હોવાથી બહોળી ઉપલબ્ધ પણ નથી.
કોણ જોખમ પર છે?
કોઇપણ જાતિય રીતે સક્રિય બાળકધારણ કરવાની વયની સ્ત્રી એક્ટોપિક પ્રેગ્નન્સીના જોખમ પર છે. જો કે, એક્ટોપિક પ્રેગ્નન્સી હોવાનું અધિક જો તમનેઃ
- પેડુનો બળતરાવાળો રોગ હોય
જો ફેલોપિન ટ્યુબમાં ચેપ હોવાથી પેડુના દુઃખાવાનો ભૂતકાળનો ઈતિહાસ હોય તો (દા.ત. ક્લેમીડીઆ ટ્રેકોમેટીસ - સર્વસાધારણ જાતિય સમાગમથી પ્રસરતો જે કોઇ લક્ષણ ન દાખવે). ક્લેમીડીઆ વિશે અધિક જાણો - એન્ડોમેટ્રીઓસીસ
કોઇ પહેલાની પેટની વાઢકાપ જેમ કે સીઝેરીયન સેકશન, એપેન્ડેક્ટોમી કે એક્ટોપિક પ્રગ્નેન્સી જોખમને વધારી શકો. - કોઈલ (IUCD)બેસાડેલ હોય
કોઇલ યુટરસ (ગર્ભાશય)માં ગર્ભાધાનને અવરોધે છે પરંતુ ટ્યુબમાં ગર્ભાધાનને અવરોધાવામાં ઓછી અસરકારક છે. - જો તમે પ્રોજેસ્ટેરીન - સંતતિ નિયમનની એકમાત્ર ગોળી (મીની-પિલ)
પ્રોજેસ્ટેરોન-ટ્યુબની મોટીલીટીને પરિવર્તિત કરતી એક માત્ર ગોળી અને એક્ટોપિક પ્રેગ્નન્સીના દરને જરાક વધારવા સાથે જોડાએલ છે.
ભવિષ્યનું ગર્ભાધાન?
જો નળીઓમાંની એક ફાટી જાય કે દૂર કરાઈ હોય તો, સ્ત્રી અગાઉની જેમ ઓવ્યુલેટ થવાનું ચાલુ રાખે છે, પરંતુ અહીં ગર્ભધારણ કરવાની તકો આશરે 50% જેટલી ઘટી જશે.
પુનઃ એક્ટોપિક થવાની તકો સમગ્રપણે 7–10% છે અને આ વાઢકાપ કરાયાના પ્રકાર અને બાકી રહેલી ટ્યૂબ (બો) ના નુકશાન હેઠળ જવા ઉપર આધારિત છે. જ્યારે એક ફેલોપિન ટ્યુબ નુકશાન પામે (એડહેસન્સને કારણે, દાખલા તરીકે) તો બીજી ટ્યુબને નુકશાન થવાની તકો પણ વધે છે. આનો અર્થ ફક્ત એ જ નહિ કે સામાન્ય કરતા ગર્ભાધાનની તક ઓછી થાય, પરંતુ એ પણ કે અતિરિક્ત એક્ટોપિક પ્રેગ્નન્સીનું જોખમ પણ વધ્યું છે. IUCD (કોઇલ) સાથે સંલગ્ન કિસ્સાઓમાં, જો કોઇલ દૂર કરી દેવામાં આવે તો ભવિષ્યમાં એક્ટોપિક પ્રેગ્નન્સીનું જોખમ વધેલું જણાતું નથી.
મારી હવે પછીની ગર્ભાવસ્થામાં મારે શું કરવું?
બધા જ કિસ્સાઓમાં, સ્ત્રી જેને એક્ટોપિક પ્રેગ્નન્સી થઇ હોય તેણે તેને પુનઃ ગર્ભાધાન થયું હોવાની શંકા થતાં તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઇએ, જેથી તેનુ નિકટથી સંચાલન થઇ શકે. તેજ રીતે જો પરિયડ મોડો થાય, જો માસિક રક્તસ્રાવ સામાન્ય કરતા અલગ જણાય કે જો અસામાન્ય પેટનો દુઃખાવો થાય. તો, તેણે તપાસ માટે કહેવું જોઇએ. જો આવશ્યક હોય તો અગાઉની એક્ટોપિક પ્રેગ્નન્સી વિશે ડૉક્ટરને યાદ કરાવવું.
તમારી લાગણીઓ
એક્ટોપિક પ્રેગ્નન્સી ભાંગી નાખતો અનુભવ હોઇ શકેઃ તમે મોટી વાઢકાપમાંથી પુનઃપ્રાપ્તિ કરતા હોવ; તમે તમારા બાળકને ગુમાવવા સાથે સામંજસ્ય બેસાડતા હોવ અને અવારનવાર તમારા ફલિકરણના ભાગને ગુમાવવા સાથે; અને તમે જાણતા ન હોવ કે તમે પ્રથમ વાર ગર્ભાધાન કરેલું.
તમારી લાગણીઓ તમારા ફલિકરણના ભાગને ગુમાવવાના સપ્તાહો અને મહિનાઓમાં વિપુલ રીતે ફેરબદલ થાય. તમે દુઃખાવાથી મુક્ત થવાની ચરમ રાહત અનુભવો અને જીવતા રહેવાની અગાધ કૃતજ્ઞતા અનુભવો. જ્યારે તેજ સમયે તમારા નુકશાન માટે અતિશય ઉદાસી અનુભવો. એવું પણ થાયકે તમારે ઓપરેશન થિએટરમાં સાયકોલોજીકલ સામંજસ્ય માટેના ખૂબજ ઓછા સમય સાથે ધસી જવુ પડે. ઘણું ખરૂં તો જે થાય છે તે તમારા કાબુ બહાર હશે, તમને ઝટકો ખાવાની સ્થિતિમાં છોડતા.
જો સ્પષ્ટ ચિકિત્સકીય સમજાવટ ન હોય તો તે સ્વાભાવિક છે કે તમે કારણ શોધવા ઈચ્છો અને તમે તમારી જાતને દોષ દેવાનું ચાલુ કરો. જોકે આ સમજી શકાય તેવુ છે, તમારા માટે એ મહત્વનું છે કે તમે સમજો કે કારણ તમે ન હતાં.
તમારા ગર્ભાધાનના એકએક અંતથી તમારા હોર્મોન્સ અવ્યવસ્થિત છૂટી જાય, અને આ તમને અતિશય હતાશ અને અત્યંત નિર્બળ બનાવે.
ગર્ભાધાનનો ઓચિંતા અંત થવાથી પારિવારિક જીવનમાં વ્યથા અને ભંગાણ અવારનવાર મોટી વાઢકાપમાંથી પુનઃપ્રાપ્તિ માટેની આવશ્યકતા સાથેના જોડાણની કલ્પના કરવી મુશ્કેલ નથી.
તમારા સાથીની લાગણીઓ
એક્ટોપિક પ્રેગ્નન્સીને લાગણીશીલ પ્રતિક્રિયાઓ સંબંધો પર પ્રબળ તાણ પાડી શકે છે. અનુભવ તમને અને તમારા સાથીને નિકટ લાવે પરંતુ બીજી તરફ તમારા સાથી તમારી લાગણીઓને ન સમજી શકે કે કોઇ રીતે તમને આધાર ન આપી શકે.
ઘણાં પુરૂષોને પોતાની લાગણીઓ પ્રદર્શિત કરવાનું મુશ્કેલ લાગે છે અને સહાય કરવા શક્તિહીન અનુભવે છે, પરંતુ યાદ રાખો તે પણ સમાનરીતે પીડાય છે, નિઃશંકપણે તમારા સારા થવા સાથે તેને મુખ્ય સંબંધ હોય છે, તેથી તેણે તમારે માટે મજબૂત થવુ જોઇએ તેવુ અનુભવે. આજના સમાજમાં, જોકે, તેવુ જાણાય છે કે તમારી લાગણીઓને પ્રદર્શિત કરવાનુ ભલે તમે પુરૂષ હોવ કે સ્ત્રી સ્વીકાર્ય છે અને તમે તમારા સાથીને તેની ખેરખરી લાગણીઓ અને તેનું દુઃખ દર્શાવવા પ્રોત્સાહન કરવું જોઇએ.
ભવિષ્ય
બીજા બાળક માટે પ્રયત્ન કરતાં અગાઉ તમારે તમારી જાતને પુનઃપ્રાપ્તિ માટે બન્ને શારીરિક અને લાગણીશીલ રીતે સમય આપવો જોઇએ. ડૉક્ટર્સ સામાન્યરીતે તમારા શરીરને સાજા થવા ઓછામાં ઓછા ત્રણ મહિના રાહ જોવા કહે છે એક્ટોપિક પ્રેગ્નન્સી પછી લાગણીઓ બદલાય છે. કેટલીક સ્ત્રીઓ પુનઃગર્ભાધાન માટે તરત જ ઈચ્છે છે, જ્યારે અન્યો વિચાર માત્ર અને બીજી વ્યગ્રતાવાળી પ્રેગ્નન્સીના દબાણ સાથે પહોંચી નહિ વળાયથી ત્રાસ પામે છે.
જો કે બીજી એક્ટોપિક પ્રેગ્નન્સીની સંભાવના છતાં, તે યાદ રાખવુ મહત્વપૂર્ણ છે કે, તમારા સામાન્ય સ્વસ્થ પ્રેગ્નન્સીની તક ઘણી અધિક છે.
અધિક માહિતી સલાહ માટે કૃપા કરી અમારો સંપર્ક નીચેના સરનામે સાધોઃ
Tina Jones
Ectopic Pregnancy Trust
Maternity Unit, Hillingdon Hospital
Pield Heath Road
Uxbridge, Middlesex UB8 3NN
ટેલી: 01895 238025
This document was provided by The Ectopic Pregnancy Trust, 2004. www.ectopic.org,
Document Links
- www.ectopic.org
-
The Ectopic pregnancy Trust web site
http://www.ectopic.org